Home /News /dharm-bhakti /

અઢળક પ્રેમ અને અદભુત કેમિસ્ટ્રી: આ 6 રાશિની જોડીઓ હોય છે Made For Each Other

અઢળક પ્રેમ અને અદભુત કેમિસ્ટ્રી: આ 6 રાશિની જોડીઓ હોય છે Made For Each Other

આ 6 રાશિની જોડીઓ હોય છે Made For Each Other (પ્રતીકાત્મક ફોટો- Instagram/@RanveerSingh)

Pairs Of Zodiac Signs That Are Made For Each Other: જો રાશિઓની યોગ્ય જોડી બને તો તે ફોરેવર અને મેઇડ ફોર ઈચ અધર બની શકે છે. જો તમે પણ પરફેક્ટ મેચની શોધમાં હો તો આ છ બેસ્ટ રાશિની જોડી પર નજર ફેરવી લો!

  જો તમે ‘ભાગ્ય’માં વિશ્વાસ ધરાવતા હો તમે એકદમ યોગ્ય જગ્યાએ આવ્યા છો! મોટાભાગના લોકો એવું માને છે કે પ્રેમ, રિલેશનશિપ, લગ્ન એ બધું જ ભાગ્યમાં હોય ત્યારે અને ભાગ્યમાં લખાયેલી વ્યક્તિ સાથે થાય છે અને આ બધામાં રાશિ મહત્વનો ભાગ ભજવે છે. જો રાશિઓની યોગ્ય જોડી બને તો તે ફોરેવર અને મેઇડ ફોર ઈચ અધર (Pairs Of Zodiac Signs That Are Made For Each Other) બની શકે છે. જો તમે પણ પરફેક્ટ મેચની શોધમાં હો તો આ છ બેસ્ટ રાશિની જોડી પર નજર ફેરવી લો!

  1. મેષ અને કુંભ

  મેષ અને કુંભ રાશિના જાતકોની રિલેશનશિપ બહુ મજેદાર હોય છે કેમકે તેમના રિલેશનમાં ભાગ્યે જ બોરડમ હોય છે. તેમની રિલેશનશિપમાં ગંભીરતા ઓછી અને મસ્તી-મજાક વધારે હોવાથી તેઓ સુસંગત જોડી બનાવે છે. મેષ અને કુંભ રાશિનું કપલ એક ટીમ તરીકે કામ કરે છે. તેઓ એકબીજાને સપોર્ટ કરે છે અને પ્રેમ બાબતે બંને આદર્શવાદી હોય છે. મેષ અને કુંભની વાતચીત એટલી પરિપૂર્ણ હોય છે કે કોઇપણ વ્યક્તિ તેમને સાંભળતી જ રહી જાય. તેઓ એકબીજાના વ્યક્તિત્વનું મૂલ્ય સમજે છે. તેમની રિલેશનશિપ સામૂહિક પ્રયત્નો, આનંદ, ઉલ્લાસનું મિશ્રણ છે.

  2. સિંહ અને ધનુરાશિ

  જ્યારે પ્રેમની વાત આવે ત્યારે સિંહ અને ધનુરાશિ સુસંગતતાના માપદંડ (compatibility meter)માં ઊંચો ક્રમાંક ધરાવે છે. આ રાશિના જાતકો ‘મેઇડ ફોર ઈચ અધર’ હોય છે અને તેમની રિલેશનશિપ લાઈફ, એડવેન્ચર અને યાદોથી ભરપૂર હોય છે. આ બંને રાશિના જાતકો ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે અને પડકારોનો સામનો કરવા તૈયાર હોય છે એટલે જ તેમની રિલેશનશિપ પર પડકારોની અસર થતી નથી. સિંહ અને ધનુ રાશિની કેમેસ્ટ્રી ડાયનેમિક હોય છે અને એટલે જ અન્ય રાશિના જાતકોને તેમની ઈર્ષ્યા થાય છે. આ બંને રાશિ અગ્નિ તત્વ ધરાવે છે એટલે તેઓ એકબીજાને સારી રીતે સમજી શકે છે. તેઓ મહત્તમ જાતીય સુખ ભોગવે છે. જોકે, ઇન્ટીમસી બાબતે તેઓ વૃષભ અને વૃશ્ચિકથી તો પાછળ જ છે!

  3. કન્યા અને મકર

  જ્યારે પરફેક્ટ રાશિની જોડીનું લિસ્ટ બનાવવામાં આવે ત્યારે તેમાં કન્યા અને મકરનો અચૂક સમાવેશ થાય છે. આ બંને સુંદર જોડી બનાવે છે. કન્યા અને મકરનું એકબીજા પ્રત્યેનું પાગલપન, પ્રેમ અને આકર્ષણને લીધે તેઓ એકબીજા માટે બન્યા હોય તેવું લાગે છે. કન્યા અને મકર વર્ક-ઓરિએન્ટેડ હોવાથી તેઓ સમૃદ્ધિવાન પણ હોય છે. તેઓ એકબીજામાંથી શ્રેષ્ઠ બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આ જાતકો રિયલિટી અને લોંગ ટર્મ કમિટમેન્ટમાં માનનારા છે. તેઓ પ્રેમીઓ હોવા ઉપરાંત બહુ સારા મિત્રો હોય છે, એટલે તેઓ ‘જસ્ટ ફ્રેન્ડ્ઝ’ નથી રહી શકતા.

  આ પણ વાંચો: લગ્ન માટે કઈ બે રાશિ એકબીજા માટે perfect match બને છે, આ રહી શ્રેષ્ઠ 10 જોડીઓ..

  4. કર્ક અને મીન

  અન્ય એક ગ્રેટ કપલ બનાવતી રાશિઓ છે કર્ક અને મીન. તેમની રિલેશનશિપ એટલે રોમેન્સ અને હ્યુમરનું મિશ્રણ. મીન રિલેશનશિપમાં સર્જનાત્મકતા લાવે છે, તો કર્ક વ્યવહારિકતા લાવે છે. એટલે જ તેઓ સાથે મજબૂત અને બહુપક્ષીય બને છે. કર્ક અને મીનની રિલેશનશિપ એટલી મજબૂત હોય છે કે ભાગ્યે જ તેમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવે. પણ હા, જ્યારે કોઈ અડચણ કે ઇમોશનલ સુનામી આવે ત્યારે સાવધ રહેવું યોગ્ય છે. જોકે, એ પણ સત્ય છે કે સુનામી વિનાશક છે પણ શાશ્વત નથી.

  5. તુલા અને મિથુન

  સુસંગતતાની બાબતે તુલા અને મિથુનની જોડી બહુ ખાસ હોય છે. તેઓ ઇમોશનલ સાથે મેન્ટલ કનેક્શન પણ ધરાવે છે. તુલા અને મિથુનનો બોન્ડ બહુ પાવરફુલ હોય છે. તેઓ પ્રયત્ન ન કરવા છતાં પણ એકબીજાને બહુ આકર્ષે છે. પ્રેમ બાબતે તેઓ ઓલ્ડ-સ્કૂલ હોય છે અને ધીમી ગતિથી રિલેશનશિપ આગળ લઈ જાય છે. બંને વાયુ તત્વ ધરાવતા હોવાથી તેમની વચ્ચે મેન્ટલ કનેક્શન ગાઢ હોય છે. જો એક તરંગી બને તો બીજો તેને સંભાળી લે છે. સામાન્ય રીતે તેમની રિલેશનશિપમાં બહુ સંઘર્ષ જોવા નથી મળતો.

  આ પણ વાંચો: Solar Eclipse 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, આ બાબતોનું રાખો ધ્યાન

  6. વૃષભ અને વૃશ્ચિક

  ઇન્ટીમસી બાબતે વૃષભ અને વૃશ્ચિકની જોડી સૌથી આગળ છે. અત્યારસુધીનું રિસર્ચ એવું કહે છે કે વૃષભ અને વૃશ્ચિકની જોડી ખરેખર ગ્રેટ મેચ હોય છે. આ બંને રાશિ રોમેન્ટિક, પઝેસીવ અને સેન્શ્યુઅલ હોય છે. તેઓને એકબીજાનો નશો હોય છે અને હંમેશા એકબીજાની પડખે રહે છે. શારીરિક આકર્ષણ હોય કે સેક્શ્યુઅલ લાઈફ, વૃષભ અને વૃશ્ચિકની જોડી સૌથી આગળ માનવામાં છે. જ્યોતિષશાસ્ત્રની રીતે તેઓ ઉત્તર-દક્ષિણ હોય છે, પણ તેમની લાક્ષણિકતાઓ અને વ્યક્તિત્વ એકબીજાના પૂરક બને છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharm Bhakti, Zodiac signs, ધર્મ, ધર્મભક્તિ

  આગામી સમાચાર