Home /News /dharm-bhakti /

Shani Dev: જાણો કઈ છે શનિદેવની પ્રિય રાશિઓ? પ્રકોપ સહન કરવા વાળી રાશિના જાતકો કરે આ ઉપાય

Shani Dev: જાણો કઈ છે શનિદેવની પ્રિય રાશિઓ? પ્રકોપ સહન કરવા વાળી રાશિના જાતકો કરે આ ઉપાય

જાણો કઈ છે શનિદેવની પ્રિય રાશિઓ? જાણો શનિના ઉપાય

વ્યક્તિના કર્મો અનુસાર શનિદેવ (Shanidev) તેને સારા અને ખરાબ ફળ આપે છે. ખરાબ કાર્યો કરનારાઓ પર શનિની હંમેશા ત્રાંસી નજર હોય છે. કહેવાય છે કે શનિદેવની પ્રિય રાશિઓ પર શનિદેવનો ક્યારેય ખરાબ પ્રભાવ પાડતા નથી. શનિદેવની આ ત્રણ સૌથી પ્રિય રાશિઓ છે. ચાલો આ લેખમાં આગળ જાણીએ

વધુ જુઓ ...
    શનિદેવની કૃપા મેળવવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે (Astro Remedies of Shanidev). શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. ખરાબ કાર્યો કરનારાઓ પર શનિની હંમેશા ત્રાંસી નજર હોય છે. જે લોકોની કુંડળી (Kundali) માં શનિની સ્થિતિ મજબૂત હોય છે, તે લોકોને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, જ્યારે જેમની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય છે, તેઓ હંમેશા આર્થિક અને શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. કહેવાય છે કે શનિદેવની પ્રિય રાશિઓ પર શનિદેવની દ્રષ્ટિ એટલી ખરાબ અસર નથી કરતી. ચાલો જાણીએ શનિદેવની પ્રિય રાશિ કઈ છે.

    તુલા


    પંડિત ગોવિંદ પાંડે જણાવે છે કે તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. તુલા રાશિ શનિદેવની ઉચ્ચ રાશિ છે. આ જ કારણ છે કે તુલા રાશિ શનિદેવની સૌથી પ્રિય રાશિ છે. તુલા રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ કોઈની સાથે કંઈ ખોટું થતું જોઈ શકતા નથી. તેઓ હંમેશા સત્યની સાથે રહે છે. કહેવાય છે કે શનિની દશા આ રાશિના લોકો પર એટલી ખરાબ અસર નથી કરતી જેટલી બાકીની રાશિઓ પર પડે છે.

    આ પણ વાંચો: Shanidev: નોકરી, ધંધા, લગ્નજીવન અને કોર્ટ કેસ સહિતની બાબતોમાં ભાગ્ય ચમકી જશે, શનિવારે આટલું કરો

    મકર


    શનિ આ રાશિનો અધિપતિ ગ્રહ છે. જેના કારણે તેને શનિદેવની પ્રિય રાશિ માનવામાં આવે છે. આ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આ રાશિના જાતકોને ઝડપથી સફળતા મળે છે. આ લોકો મહેનતુ પણ હોય છે અને ક્યારેય જલ્દી હાર માનતા નથી. આ રાશિઓ પર પણ શનિદેવની ખરાબ અસર નથી પડતી.

    કુંભ


    આ રાશિનો સ્વામી શનિદેવ પણ માનવામાં આવે છે. આ રાશિના લોકો સરળ સ્વભાવના હોય છે. તેમની પાસે ધીરજ છે. આ રાશિના લોકો જે પણ કરવાનું નક્કી કરે છે તેમાં સફળતા મેળવ્યા પછી જ શ્વાસ લે છે. તેમની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી હોય છે. તેઓ ઝડપથી હાર માનતા નથી.

    આ પણ વાંચો: Aaj Nu Panchang: 16 જુલાઇ 2022, આજે રાત્રે સૂર્યદેવ કર્ક રાશિમાં ભ્રમણ શરૂ કરશે, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

    શનિના પ્રકોપથી બચવા કરો આ ઉપાય


    બીજી તરફ, શનિના પ્રકોપથી બચવા માટે વૃશ્ચિક, ધનુ અને મિથુન રાશિના લોકોએ શનિના આ મંત્રનો જાપ કરવો જોઈએ - ‘ॐ प्रां प्रीं प्रौं शनैश्चराय नम:’ તેનાથી શનિદેવની વિશેષ કૃપા બની રહેશે અને વ્યક્તિ શનિના પ્રકોપથી બચી જશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Astrology, Dharm Bhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन