મકર સંક્રાંતિના દિવસે કેમ ખાવામાં આવે છે તલના લાડુ? જાણો તે પાછળનું રસપ્રદ કારણ

News18 Gujarati
Updated: January 6, 2020, 1:10 PM IST
મકર સંક્રાંતિના દિવસે કેમ ખાવામાં આવે છે તલના લાડુ? જાણો તે પાછળનું રસપ્રદ કારણ
તલના મહત્વની પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિ દેવને પસંદ નથી કરી શકતા. આ કારણે તેમને શનિને તેમની માં ની છાયાથી અલગ કરી નખાયા. માતા અને પુત્રને અલગ કરવાના કારણે સૂર્ય દેવને કુષ્ઠ રોગનો શ્રાપ મળ્યો.

  • Share this:
મકર સંક્રાંતિનો તહેવાર મોટા તહેવારોમાંથી એક ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે દિવસે સૂર્ય મકર રશિમાં પ્રેશ કરે છે તેયારે મકર સંક્રાંતિનો યોગ બને છે. ત્યારે આવો જાણીએ મકર સંક્રાંતિના દિવસે કેમ ખાવામાં આવે છે તલના લાડુ? તે પાછળનું કારણ પણ રસપ્રદ છે..

તલના મહત્વની પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિ દેવને પસંદ નથી કરી શકતા. આ કારણે તેમને શનિને તેમની માં ની છાયાથી અલગ કરી નખાયા. માતા અને પુત્રને અલગ કરવાના કારણે સૂર્ય દેવને કુષ્ઠ રોગનો શ્રાપ મળ્યો. સૂર્ય દેવને કુષ્ઠ રોગથી પીડિત જોઈને સૂર્ય દેવના બીજા પુત્ર યમરાજે તપસ્યા કરી. યમરાજની તપસ્યા બાદ, સૂર્ય દેવ કુષ્ઠ રોગથી મુક્ત થઈ ગયા.

પરંતુ સૂર્ય દેવે ક્રોધમાં આવીને શનિ દેવ અને તેમની માતા ના ઘર 'કુંભ' (શનિ દેવની રાશિ) ને સળગાવી દીધી. સૂર્ય દેવના આ પગલાંના કારણે શનિ અને છાયાને ઘણું દુ:ખ થયું. આ બાદ યમરાજે સૂર્ય દેવને સમજાવી. યમરાજની વાત સાંભળ્યા બાદ સૂર્ય દેવ, શનિ દેવ અને છાયાને મળવા માટે ઘરે પહોંચ્યા.

કુંભના સળગી ગયા બાદ ત્યાં બધું જ રાખ થઈ ગયું હતું. પરંતુ કાળા તલ જેમ હતા તેમ જ મૂકેલા હતા. સૂર્યના ઘરે પધાર્યા બાદ શનિ દેવે તેમની પૂજા કાળા તલથી કરી. તે બાદ શનિ દેવને તેમનું બીજું ઘર 'મકર' મળ્યું. શનિ દ્વારા સૂર્યને તલથી પૂજ્યા બાદ આ માન્યતા છે કે ઘરમાં સુખની પ્રાપ્તિ થઈ. એ દિવસથી મકર સંક્રાંતિ પર તલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

તલ નાખીને કરવામાં આવે છે સ્નાનમકર સંક્રાંતિના દિવસે ફ્કત ગોળ અને તલ જ ખાવામાં નથી આવતું, પરંતુ પાણીમાં તલ નાખીને સ્નાન પણ કરવામાં આવે છે.

વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ ખાસ છે ગોળ અને તલ
મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું વૈજ્ઞાનિક મહત્વ છે. મકર સંક્રાંતિ સમયે ઉત્તર ભારતમાં ઠંડીનું વાતાવરણ રહે છે અને ગોળ-તલની તાસીર ગરમ હોય છે. ઠંડીમાં ગાળ અને તલના લાડુ ખાવાથી શરીર પમ ગરમ રહે છે. સાથે જ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે.
First published: January 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading