Home /News /dharm-bhakti /

આવતીકાલથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો ઘટ સ્થાપનનું મુહૂર્ત

આવતીકાલથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો ઘટ સ્થાપનનું મુહૂર્ત

પ્રતિકાત્મક તસવીર

શુભ યોગ દરમિયાન કળશ સ્થાપનથી લઈને ઉપાસના કરવાથી તમામ કષ્ટો દુર થાય છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : ચૈત્ર નવરાત્રી શનિવારથી એટલે આવતી કાલથી શરૂ થઈ રહી છે. આ વખતે નવરાત્રી 6 એપ્રિલથી શરૂ થઈને 14 એપ્રિલે પૂર્ણ થાય છે. આ દિવસોમાં માતાના ભક્તો માતાની વિશેષ પૂજા અર્ચના કરી માતાની ભક્તિ કરી ધન્યતા અનુભવે છે. ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે શહેરના માતાજીના મંદિરોમાં તથા ઘરોમાં શનિવારે સવારે ઘટસ્થાપન કરાશે. ભક્તોની અથાગ શ્રદ્ધા હોય છે કે ચૌત્રી નવરાત્રીમાં માતાની આરાધના કરવાથી જીવનના તમામ દુ:ખો સમાપ્ત થાય છે, સાથે સાથે તમામ આર્થિક તકલીફો દૂર થાય છે. માતાની આરાધના જીવનમાં નવો હર્ષોલ્લાસ આનંદ આવે છે.

  ઘટ સ્થાપન મુહૂર્ત

  શનિવારે શુક્લ પક્ષની પ્રતિપદાના અભિજીત મુહૂર્તમાં 6 કલાક 9 મિનિટથી લઈને 10 કલાક 19 મિનિટ સુધી ઘટ સ્થાપના કરી શકાશે.

  ક્યા દિવસે કોની આરાધના આપશે વિશેષ ફળ

  પહેલી નવરાત્રીએ ઘટ સ્થાપન તેમજ માં શૈલપુત્રી, મા બ્રહ્મચારિણીની પૂજા
  બીજી નવરાત્રીએ મા ચંદ્રધટાની પૂજા
  ત્રીજી નવરાત્રીએ મા કુષ્માંડાની પૂજા
  ચોથી નવરાત્રીએ મા સ્કંદમાતાની પૂજા
  પાંચમી નવરાત્રીએ સરસ્વતીનું આહવાહન
  છઠ્ઠી નવરાત્રીએ મા કાત્યાયનીની પૂજા
  સાતમી નવરાત્રીએ મા કાળરાત્રિની પૂજા
  આઠમી નવરાત્રીએ મહાગૌરીની પૂજા
  નવમી નવરાત્રીએ સિદ્ધિ દાત્રી માતાની પૂજા

  સર્વ દુખ થશે દૂર

  જ્યોતિષોનું માનીએ તો આ વખતે ચૈત્ર નવરાત્રીમાં 5 સર્વાર્થ સિદ્ધિ, 2 રવિ યોગનો સંયોગ રચાઈ રહ્યો છે. આ શુભ યોગ દરમિયાન કળશ સ્થાપનથી લઈને ઉપાસના કરવાથી તમામ કષ્ટો દુર થાય છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Chaitra navratri, Ghatasthapana, Navratri

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन