શનિવારનાં દિવસે જન્મેલા પર શનિનો હોય છે પ્રભાવ, જાણો આ લોકોનો સ્વભાવ

શનિવારનાં દિવસે જન્મેલા પર શનિનો હોય છે પ્રભાવ, જાણો આ લોકોનો સ્વભાવ
આવા લોકો મનમાં કંઇ ધારી લે છે તો તે કરીને જ રહે છે.

આ જાતકો દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવે અને શનિ ભગવાનને તેલ ચઢાવે તો તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.

 • Share this:
  ધર્મભક્તિ ડેસ્ક : શનિવારનાં સ્વામી શનિદેવ છે. તેમનો શુભ અંક આઠ માનવામાં આવે છે. જે લોકોનો આ દિવસે જન્મ થાય છે તેમની પર શનિ મહારાજનો પ્રભાવ રહે છે. આવા લોકો મનમાં કંઇ ધારી લે છે તો તે કરીને જ રહે છે. આ દિવસે જન્મનારાને સોનું ઘણું જ ગમે છે. આ લોકોમાં આળસ જલ્દી આવી જાય છે. આ જાતકો દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવે અને શનિ ભગવાનને તેલ ચઢાવે તો તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આજે જાણીએ શનિવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાતો.

  1. શનિવારે જન્મેલા લોકો ગંભીર અને જવાબદાર હોય છે


  2. આ લોકો અત્યંત મેઘાવી, બુદ્ધિમાન અને બિઝનેસ માઈન્ડ હોય છે. તેઓ દરેક કામમાં પરફેક્ટ હોય છે.
  3. તેમને હાઈ ક્લાસ વસ્તુઓ જ હંમેશા પસંદ હોય છે. કપડાથી લઈ જુતા સુધી તેઓમાં નવાબી ઝલક જોવા મળે છે.
  4. એ સંબંધોને લઈ ઉંડા હોય છે, મિત્રો કે નજીકના લોકો માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે.
  5. તેઓ પૈસાવાળા હોય છે, પણ જલ્દીથી પૈસો તેમની પાસેથી નીકળતો નથી.
  6. તેઓ સ્પષ્ટ વક્તા ન હોવાને કારણે તેમની આલોચના પણ થાય છે.
  7. તેમને સંગીતમાં અને રમતમાં રૂચિ હોય છે.
  8.તેઓ સ્વભાવે જીદ્દી પણ હોય છે, પોતાની જીદ પૂરી કરવા તેઓ કંઈ પણ કરે છે.
  9. તેઓ કોઇને દુખી જોઇ નથી શકતા. તેમનું લગ્નજીવન સુખમય હોય છે, કારણ કે તેઓ પોતાના પાર્ટનરની ખૂબ કાળજી લે છે.

  આ પણ વાંચો : ગુરૂવારે જન્મેલા હોય છે સાફ મનવાળા, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

  આ પણ વાંચો : આ દિવસે જન્મેલા વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા હોય છે, જાણો તેમનો સ્વભાવ
  Published by:Kaushal Pancholi
  First published:February 29, 2020, 12:25 pm