જાણો, ભાઈબીજની કથા અને શુભ મુહૂર્ત

આ પર્વની કથાઓ પણ બહુ પ્રચલિત છે પરંતુ સોથી વધુ લોકપ્રિય જે કથાનકની ચર્ચા થાય છે તે યમ અને યમીની કથા છે.

News18 Gujarati
Updated: November 8, 2018, 2:22 PM IST
જાણો, ભાઈબીજની કથા અને શુભ મુહૂર્ત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 8, 2018, 2:22 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :  કારતક એટલે કે કારતક માસના શુક્લ પક્ષની બીજના રોજ 'ભાઈ બીજ' મનાવવામાં આવે છે, જેને યમ દ્વિતીયા પણ કહેવાય છે.'ભાઈ બીજ' ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક રૂપ છે. આ પર્વની કથાઓ પણ બહુ પ્રચલિત છે પરંતુ સોથી વધુ લોકપ્રિય જે કથાનકની ચર્ચા થાય છે તે યમ અને યમીની કથા છે.

કેમ મનાવવામાં આવે છે ભાઈ-બીજ?

ભગવાન સૂર્યદેવના પત્ની છાયા. જેમના બે સંતાન યમરાજ અને યમુના છે. યમુના ભાઈ યમરાજને બહુ પ્રેમ કરતી. યમુના યમરાજને હંમેશા નિવેદન કરતી હતી કે તેના ઘરે આવીને ભોજન કરે. પરંતુ યમરાજ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે એમને સમય જ નહોતો મળતો. તે કારણે યમુનાની વાતને ટાળી મૂકતા.

કાર્તિક શુક્લ બીજે યમુના પોતાના ભાઈ યમરાજને ભોજન કરવા માટે બોલાવે છે. આ વખતે યમરાજ ઈનકાર ન કરી શક્યા અને બહેનના ઘરે જવા નિકળ્યા. રસ્તામાં યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કરી દીધા. ભાઈને જોતાં જ યમુના બહુ પ્રફુલ્લિત થયાં અને ભાઈનું સ્વાગત કર્યું. યમુનાના હાથે સ્નેહભર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ પ્રસન્ન થઈ યમરાજે બહેનને કંઈક માગવા કહ્યું.

યમુનાએ યમરાજને કહ્યું કે તમે દર વર્ષે આજના દિવસે મારે ત્યાં ભોજન કરવા આવશો અને આ દિવસે જે ભાઈ પોતાની બહેનથી મળશે. જે બહેન પોતાના ભાઈને ચાંદલો કરી ભોજન કરાવશે તેમને યમનો ડર નહિ રહે. યમરાજે યમુનાની વાત માનતા ‘તથાસ્તુ’ કહ્યું અને યમલોક ચાલ્યા ગયા. ત્યારથી માન્યતા છે કે કાર્તિક શુક્લ બીજના રોજ જે ભાઈ પોતાની બહેનનો આતિથ્ય સ્વીકાર કરે છે એને યમરાજનો ભય રહેતો નથી.

આ વર્ષે ભાઈબીજનું શુભ મુહૂર્ત
Loading...

મુહૂર્ત પ્રારંભ- બપોરે 1.10 મિનિટ.
મુહૂર્ત સમાપ્ત- બપોરે 3.27 મિનિટ.
મુહૂર્ત અવધી- 2.17 મિનિટ.
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...