Home /News /dharm-bhakti /Money Mantra 29 September: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, આ ઉપાય સમસ્યાથી અપાવશે મુક્તિ

Money Mantra 29 September: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, આ ઉપાય સમસ્યાથી અપાવશે મુક્તિ

જાણો આજે આપનો દિવસ કેવો રહેશે

Success astrology for 29 September: જાણો આજે સફળતા ક્ષેત્રે કેવો રહેશે તમારો દિવસ. નોકરી મામલે પણ અનેક પ્રયત્નોમાં સફળતા મળી શકે છે. રોજગાર અને વ્યવસાય ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નોમાં અસાધારણ સફળતા મેળવવા માટે તમારે કરવું પડશે આ પૂણ્યનું કામ.

વધુ જુઓ ...
મેષ

આજના દિવસે તમને મિશ્ર પરિણામો જોવા મળશે. કેટલાક અટકેલા કામ પણ પૂર્ણ થવાની સંભાવના છે, જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે. બેરોજગારોને નવી તકો મળી શકે છે.

ઉપાય : વિકલાંગ વ્યક્તિને ઉપયોગી વસ્તુ અર્પણ કરો.

વૃષભ

નોકરીના મામલે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. પદ, નવા કરાર દ્વારા તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.

ઉપાય: દુર્ગા મંદિરમાં લાલ ચૂંદડી ચઢાવો.

મિથુન

કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ ગુમાવવાનો ડર તમને સતાવી શકે છે. કોઈ અટકેલા કામ પૂરા થવાથી આજે તમને ફાયદો થશે. ઓનલાઇન છેતરપિંડીથી બચવાનો પ્રયાસ કરો. કોઇ જગ્યાએ રોકાણ કરવાની સલાહ ઉપયોગી સાબિત થશે.

ઉપાય: ભૈરવ મંદિરમાં નારિયેળ ચઢાવો.

આ પણ વાંચોઃ Chanakya Niti: જીવનમાં કામયાબી મેળવવા આવા લોકોથી રહો દૂર, ચાણક્ય નીતિના બોધપાઠ

કર્ક

આજે તમારી આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ સાધી શકશો. એટલું જ નહીં સ્ટેટની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ઓફિસના કામ માટે તમારે બહાર જવું પડી શકે છે અને આ દરમિયાન તમને ફાયદો થશે. શેરબજારમાં રોકાણ કરી શકો છો.

ઉપાય: દેવી સરસ્વતીને પીળા રંગના ફૂલ ચઢાવો.

સિંહ

આજે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. વધુ પડતી દોડધામ અને ઓફિસમાં વધુ પડતા કામને કારણે થાક લાગી શકે છે. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં.

ઉપાય: શિવની પૂજા કરો.

કન્યા

આજે તમારા ઓફિસના તમામ કામ પૂરા થવાના કારણે તમે મનમાં ખુશી અનુભવશો. રોજગાર અને વ્યવસાય ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નોમાં અસાધારણ સફળતા પ્રાપ્ત થશે. કોઈ સારા કામ પર ખર્ચ કરવાથી મન પ્રસન્ન રહેશે.

ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.

તુલા

ઘણા દિવસોથી ચાલી રહેલી કોઈપણ મોટી લેવડદેવડની સમસ્યા હલ થઈ શકે છે. તમારા હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાથી તમને આનંદ મળશે. આજે તમારા વિરોધીઓના ઇરાદા સફળ નહીં થાય. નજીક અને દૂરની મુસાફરી માટેનું આયોજન થઈ શકે છે.

ઉપાય : પીપળાના ઝાડને જળ ચઢાવો.

આ પણ વાંચોઃ ‘Shakti Peeth Yatra’: પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

વૃશ્ચિક

આજે તમને લાભ થશે અને તમારા માટે ધનનો માર્ગ સ્પષ્ટ થશે. શેરબજારમાંથી લાભની શક્યતા છે. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો, ભવિષ્યમાં તમને લાભ મળશે.

ઉપાય: ગણેશજીને દુર્વા ચઢાવો.

ધનુ

તમારા વિરોધીઓ પણ આજે કાર્યસ્થળ પર તમારા વખાણ કરશે. આજે તમને સરકારી વિભાગમાં કોઈ પણ કામ કરાવવામાં પણ સફળતા મળશે.

ઉપાય: મા લક્ષ્મીની પૂજા કરો.

આ પણ વાંચોઃ Palmistry: તમારા હાથની આંગણીઓ અને હથેળીનો રંગ નક્કી કરશે તમારું નસીબ

આજે તમને આર્થિક બાબતોમાં સફળતા મળશે. આજીવિકાના ક્ષેત્રમાં ચાલતા નવા પ્રયત્નો ફળદાયી રહેશે. ગૌણ કર્મચારીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે. કોઈની સાથે વિવાદમાં ન પડવું.

ઉપાય: કીડીઓને ખાંડમાં લોટ મિક્સ કરીને આપો.

કુંભ

આજનો દિવસ તમારા માટે સારો નથી. ઓફિસમાં બિનજરૂરી વિવાદ થઈ શકે છે. રોકાણના નામે છેતરપિંડી થઈ શકે છે. તેથી આજે તમે ખાસ કાળજી રાખો. આ ઉપરાંત કોઈના પર વિશ્વાસ ન કરો.

ઉપાય : કૂતરાને રોટલી આપો.

મીન

આજનો દિવસ તમારા માટે મૂંઝવણભર્યો રહી શકે છે. આજે કોઈની સાથે કોઈ વ્યવહાર ન કરો કારણ કે તમારા સંબંધ ખરાબ થવાનો ભય સતાવી શકે છે. ચેરીટીના કાર્યમાં ખર્ચ થઈ શકે છે.

ઉપાય: બજરંગ બાનનો પાઠ કરો.
Published by:Sahil Vaniya
First published:

Tags: Astrology, Future, Zodiac signs

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन