Home /News /dharm-bhakti /Oracle Speak 29 September: જાણો તમારી રાશિ પ્રમાણે લકી સાઇન જે તમારા માટે બનશે સહાયક

Oracle Speak 29 September: જાણો તમારી રાશિ પ્રમાણે લકી સાઇન જે તમારા માટે બનશે સહાયક

તમારું લકી સાઇન જે તમારા માટે બનશે સહાયક

ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

હાલના સમય માટે તમારા દ્વારા લેવામાં આવેલા વ્યવહારિક નિર્ણયો મદદરૂપ થઈ શકે છે. કોઈ મિત્ર તમારી અમુક બાબતોને હલ કરવામાં સહાયક ભૂમિકા ભજવી શકે છે. જો તે બાબત પ્રાથમિકતા ન હોય, તો તેના પર વધુ સમય બગાડવો નહીં તે સલાહભર્યું છે.

લકી સાઇન – પોપટ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

દરેક પ્રશ્ન કે સમસ્યા સાથે લાગણીશીલ બનીને જોડાશો નહીં તો તેનો ફાયદો તમને જ થશે અને નુકસાન પણ ઓછું થશે. જૂની સમસ્યાઓ માટે નવા ઉકેલો શોધવાનો પ્રયાસ કરો. રચનાત્મક પ્રતિસાદ તમને તમારા અભિગમને રીસ્ટ્રક્ચર કરવામાં મદદ કરી શકે છે.

લકી સાઇન – નવો સાઇનબોર્ડ

આ પણ વાંચોઃ Good Luck Signs: રસ્તામાંથી મળેલી કઈ વસ્તુ શુભ ગણાય, કઈ અશુભ?

મિથુન (21 મે – 21 જૂન)

જો તમે હાલ કોઇ સમસ્યામાં ફસાઇ ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ તમને એક યોગ્ય નિરાકરણ મળી રહેશે. કોઇ નવો વ્યક્તિ એક ઉત્તમ વિચાર સાથે તમારી પાસે આવી શકે છે, તો તેને અવશ્ય ધ્યાનમાં રાખશો. કોઈ પારિવારિક બાબત તમને અન્ય પ્લાન્સ હમણાં માટે મુલતવી રાખવા દબાણ કરી શકે છે.

લકી સાઇન – ટ્રંક

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

જો તમે અમુક ખૂબ જ સામાન્ય વાતોમાં તમારો સમય બગાડી રહ્યા છો તો તમારે તમારી આવશ્યકતાઓ અંગે ફરી વિચાર કરીને ગોઠવણી કરવાની જરૂર છે. તમારા દિવસની શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા ભાઇ-બહેનને થોડા સમય માટે અમુક મુશ્કેલી પડી શકે છે અને તેને મદદની જરૂર પડી શકે છે.

લકી સાઇન – ગ્લો સાઇન

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

તમારા પાડોશ કે આજુબાજુમાંથી કોઇ તમારા જીવન કે ઘરમાં વધુ પડતી દખલ કરી શકે છે અને તમારે હવે તેને રોકવાની જરૂર છે. ચોરીની કોઇ ઘટના બનવાની સંપૂર્ણ શક્યતા છે તેથી સાવચેત રહેશો. મન વગરનો પ્રયાસ તમને તકોથી દૂર કરી શકે છે.

લકી સાઇન – પ્રિઝમ

આ પણ વાંચોઃ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

આજનો દિવસ તમારે આરામ કરવાનો છે. અમુક લોકો માટે દિવસ થોડો ધીમો પણ રહેશે. જે વસ્તુઓ બેકબર્નર પર હતી તે હવે તેમના પર ધ્યાન આપવા માટેનો સમય આવી શકે છે. ટેલિફોનિક વાતચીત એક નવો અને રસપ્રદ દ્રષ્ટિકોણ લાવી શકે છે.

લકી સાઈન – સફરજન

આ પણ વાંચોઃ શું તમારા કામ બનતા બનતા બગડી જાય છે? કુંડળી હોઇ શકે છે રાહુ દોષ, આજે જ કરો મુક્તિનાં ઉપાય

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

ખૂબ દૂર અને અશક્ય લાગી રહ્યા હોય તેવા ઉદ્દેશો માટે પ્રયાસ કરવાનુ ચાલું રાખવું જોઇએ. તૂટેલા સંબંધોને સુધારતી વખતે તમે તેના વિશે નવી વાસ્તવિકતાઓ જોઈ શકો છો. આજને દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે અને મોટાભાગના સુનિશ્ચિત કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે.

લકી સાઇન – બ્લૂ સ્ટોન

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

મર્યાદિત વિશ્વાસ તમને નવી વસ્તુ માટે ટ્રાય કરવાથી રોકી શકે છે. તમારે હાલની તમારી ક્ષમતા વધારવાની ખાસ જરૂર છે. તમને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. તમારી સ્કિલ્સને સુધારવાથી તમને ફાયદો મળી શકે છે.

લકી સાઇન – ક્લાસિક નોવેલ

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

તમે કંઇક નવું અને અલગ વસ્તુ કરવા માટે આજે પોતાનામાં પ્રેરણા અનુભવશો. તેમાં તમારો કોઇ જૂનો મિત્ર પણ તમારો સાથ આપી શકે છે. તમારા કુટુંબીજનો દ્વારા તમને પ્રશંસા ન મળી શકે.

લકી સાઇન – કેનવાસ પેઇન્ટિંગ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

પહેલાની સરખામણીએ હવે તમારી નિર્ણયશક્તિ વધુ સરળ બની શકે છે. અમુક જૂની પેટર્ન હવે ઠીક થઇ શકે છે. તમને અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે અથવા તો અટકેલી નાણાકિય બાબતોનો ઉલેક આવી શકે છે.

લકી સાઇન – બોન ચાઇના મગ

આ પણ વાંચોઃ Mars Transit 2022: બસ 18 દિવસની વાર, ખુશીઓ અને પૈસાથી ઝોળી ભરી દેશે 'મંગળ'

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

ધીમી પ્રગતિએ સારી પ્રગતિ છે તે વાત યાદ રાખો. નવી સ્થિતિઓ તમને થોડી મુશ્કેલ લાગી શકે છે. જો તમને તમારા પર વિશ્વાસ છે તો તમે હાલના દરેક પ્રશ્નોમાંથી બહાર આવી શકો છો. અમુક લોકો દૂરથી પણ તમારા પ્રયાસોની સરાહના કરી રહ્યા છે.

લકી સાઇન – લોગો

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

તમે જેના માટે પ્રબળ ઇચ્છા ધરાવી રહ્યા છો, તેના વિશે સપનું આવી શકે છે. તમને તમારા કાર્યમાં એક સારો સપોર્ટ પણ મળી રહેશે. જો તમે કોઇ જૂના રીલેશનશિપમાં છો, તો હવે કેટલાક નવા પાસાઓ સપાટી પર આવી શકે છે.

લકી સાઇન – એમ્બર સ્ટોન
Published by:Sahil Vaniya
First published:

Tags: Future, Lifestyle, Zodiac sign

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन