ઘરનાં મંદિરમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાનો સાચો નિયમ શું છે? જાણી લો
ઘરનાં મંદિરમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાનો સાચો નિયમ શું છે? જાણી લો
ગણેશજી અને લક્ષ્મી માતાની મૂુર્તિ
Goddess Lakshmi Puja Vidhi: ઘનની દેવી માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા શ્રીગણેશની પૂજા દરેક ઘરમાં થાય છે. પણ મા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશની મૂર્તિને યોગ્ય રીતે અને સાચી દિશામાં જ સ્થાપિત કરવાં જોઇએ, ચાલો જાણીએ કે ઘરમાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ રાખવાની સાચી દિશા કઇ છે.
Lord Ganesha: હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવી છે, તો ભગવાન ગણેશને વિઘ્નહર્તા (Vighnharta Ganesh)કહેવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો (Laxmiji) વાસ હોય છે ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી. તો જે ઘરમાં ગણેશજીની (Ganesh Krupa) કૃપા હોય છે તે, ઘર પર ક્યારેય સંકટ નથી આવતું. આજ કારણ છે કે, દીવાળી જેવાં શુભ અવસર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરી વિશેષ પૂજા-પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવા માટે કેટલાંક નિયમ અંગે જણાવવામાં આવે છે. જો મા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સાચી રીતે અને સાચી દિશા પર રાખવામાં આવે તો જ ફળ આપે છે. દિલ્હીનાં પંડિત ઇન્દ્રમણિ ધનસ્યાલ કહે છે કે, ઘરે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ રાખવાનાં નિયમ અંગે કરો વાત.
મા લક્ષ્મીની સાથે રાખો ભગવાન ગણેશની મૂર્તિ-
દીવાળીનાં દિવસોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ એક સાથે સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન ગણેશને જ્ઞાનનાં દેવતા અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જ્ઞાન વગર ધનનું કંઇ જ મહત્વ નથી. તેથી દીવાળીનાં દિવસોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિની એક સાથે રાખી પૂજા કરવામાં આવે છે.
ભૂલથી પણ ન કરો આ ભૂલ-
કેટલાંક લોકો દીવાળીમાં પૂજા બાદ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ એક સાથે રાખી લે છે. અને પૂજા કરે છે. પણ આ ખોટૂ છે. કારણ કે લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. તેથી તેમની પૂજા હમેશાં ભગવાન વિષ્ણુની સાથે કરો. દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુની ડાબી બાજુ સ્થાપિત કરીને પૂજા કરવી જોઈએ.
દિશાનું ધ્યાન રાખો-
ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું. મા લક્ષ્મી ભગવાન ગણેશની માતા સમાન છે, તેથી તેમની મૂર્તિ ગણેશની ડાબી બાજુ ન રાખવી જોઈએ. ભગવાન ગણેશની સાથે માતા લક્ષ્મીની મૂર્તિ હંમેશા જમણી બાજુ રાખો.
ગણેશજીની મૂર્તિ અંગે રાખો આ વાતોનું ધ્યાન
-જો આપ નિયમિત પૂજા કરો છો, તો ઘરે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો
-લિવિંગ રૂમમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ ન રાખો
-ગણેશજીની ડાબી તરફ સૂંઢ વાળી મૂર્તિ જ ઘરનાં મંદિરમાં રાખો
મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરતા સમયે આ નિયમોનું કરો પાલન
-માતા લક્ષ્મીની એવી મૂર્તિ ઘરે રાખો જેમાં તે કમળનાં ફૂલ પર વિરાજમાન હોય.
-ઘુવડ પર વિરાજમાન માતા લક્ષ્મીની મૂર્તિ કે પ્રતિમા ઘરે ન રાખો
-મા લક્ષ્મીની પ્રતિમાનાં મુખ હમેશાં ઉત્તર દિશાની તરફ હોવું જોઇએ
- જે મૂર્તિમાં મા લક્ષ્મી ઉભી હોય. તેવી મૂર્તિ ઘરમાં ન રાખો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર