Home /News /dharm-bhakti /

શું શુભ કાર્યોમાં આવી રહી છે અડચણ? તો હળદરના આ ઉપાયોથી દૂર થશે તમામ વિઘ્નો

શું શુભ કાર્યોમાં આવી રહી છે અડચણ? તો હળદરના આ ઉપાયોથી દૂર થશે તમામ વિઘ્નો

હળદરમાં એક નહીં પરંતુ અનેક ગુણ (benefits Turmeric) રહેલા છે (પ્રતિકાત્મક તસવીર)

Turmeric Benefits - શાસ્ત્રો મુજબ હળદર ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને ખૂબ પ્રિય છે. હળદરને લગતા ઘણા ઉપાયો પણ પ્રચલિત છે. તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિના નસીબને ચમકતા વાર નથી લાગતી

હળદરમાં એક નહીં પરંતુ અનેક ગુણ (benefits Turmeric) રહેલા છે. આપણા આયુર્વેદમાં પણ હળદરના સેવનના સ્વાસ્થ્યવર્ધક ફાયદા (Health Benefits of Turmeric)ઓ જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ માત્ર શાક બનાવવામાં જ થતો નથી, પરંતુ ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, દરેક શુભ કાર્યમાં હળદરનો ઉપયોગ પણ ફરજિયાત માનવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ હળદર ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને ખૂબ પ્રિય છે. હળદરને (Turmeric) લગતા ઘણા ઉપાયો પણ પ્રચલિત છે. તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિના નસીબને ચમકતા વાર નથી લાગતી. આવો જાણીએ આવા જ 5 ઉપાયો વિશે.

ખરાબ સપનાઓમાંથી છૂટકારો


જો તમને રાત્રે ખરાબ સપનાઓ આવે તો હળદરનો ઉપાય કરી શકો છો. હળદરના ગઠ્ઠા પર મોલી બાંધો. આ પછી તે મોલીને તમારા માથા પર રાખો અને સૂઈ જાઓ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ સપનાઓ આવવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ સારી રીતે સૂઈ શકે છે.

અટવાયેલા કામ પૂર્ણ કરવા


જો તમે આપેલા ભોગના બદલામાં તમને ફળ ન મળી રહ્યું હોય અથવા ક્યાંક અટવાયું હોય તો થોડા ચોખા લઈ તેમાં હળદર ઉમેરો. આ પછી તે ચોખાને લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો. માનવામાં આવી રહ્યું છે કે આ ઉપાય કરવાથી ફસાયેલા પૈસા જલ્દી પાછા આવી જાય છે.

આ પણ વાંચો - ઘરમાં લાવો તો નથી પડતી પૈસાની તકલીફ, પરિવારને બચાવે છે ખરાબ નજરથી

લગ્નની સમસ્યા થશે દૂર


ઘણા પ્રયત્નો કરવા છતા તમારા લગ્નજીવનમાં અવરોધ આવી રહ્યો છે અને અંતિમ તબક્કે આવીને વાત વણસી જાય તો તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સામે રોજ ચપટી હળદર ચઢાવવી જોઈએ. તેમજ દર ગુરુવારે ચણાની દાળ અને હળદરનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી તમારી સમસ્યા દૂર થશે અને લગ્નજીવનમાં આવતી બાધા દૂર થશે.

ધારેલા કાર્યો થશે સફળ


જો તમે કોઈ પણ કામ કરવા માટે મહેનત કરી રહ્યા છો પરંતુ તેમાં સફળતા નથી મળી રહી તો હળદરનો ઉપાય કરી શકો છો. તમારે બુધવારે ભગવાન ગણેશને આખી હળદરના ગઠ્ઠાની માળા અર્પણ કરવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થાય છે અને કાર્યની સફળતાના માર્ગમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે.

શુભ કાર્યો નિર્વિઘ્ન થશે પૂર્ણ


જો તમે કોઈ શુભ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને તેમની સફળતા વિશે તમને સહેજ પણ શંકા છે, તો તમારે હળદરનો ચાંદલો લગાવીને ગણેશજી પાસેથી આશીર્વાદ લેવા જોઈએ. આ પછી તમારા કપાળ પર તે જ હળદરથી તિલક લગાવો. કહેવાય છે કે આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જે કામ માટે તમે બહાર જઈ રહ્યા છો તેમાં સફળતા પ્રાપ્ત થાય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Religion, Religion News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन