યુવતીઓનાં આ અંગ પરથી જાણી શકાશે કે તે ભાગ્યશાળી છે કે નહીં?

મહિલાઓનાં અંગો અંગે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય.

મહિલાઓનાં અંગો અંગે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય.

 • Share this:
  ધર્મ ડેસ્ક : જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિના ગ્રહોની દશા દર્શાવે છે, જ્યારે હસ્તરેખા શાસ્ત્ર વ્યક્તિનાં હાથમાં રહેલું ભવિષ્ય દર્શાવે છે. હસ્તરેખા શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રને સહકાર આપે એ પ્રકારનું એક શાસ્ત્ર હોવાથી એનું પણ જ્ઞાન હોય તો એ ખૂબ ઉત્તમ પરિણામ આપે છે. ત્રીજા નંબરે આવે છે સામુદ્રિક શાસ્ત્ર.

  સામુદ્રિક શાસ્ત્ર વ્યક્તિના ચહેરા, હાવભાવ તથા શરીરના બાંધાને કેન્દ્રમાં રાખીને કામ કરે છે. વ્યક્તિ વાત કરતી વખતે મનમાં શું વિચારે છે અને હાવભાવ આપતી વખતે તેની ભાવના કેવી છે એ બધા પર આ શાસ્ત્ર આધારિત છે. આ શાસ્ત્રમાં સ્ત્રીઓ અને પુરૂષોનાં શુભ અશુભ અંગ અંગે જણાવવામાં આવ્યું છે. તો આજે આપણે મહિલાઓનાં અંગો અંગે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય.

  -છોકરીનું માથું મોટું હોવું એ શુભ લક્ષણ માનવામાં આવે છે.
  -નાના સ્તન દુ:ખ અને ચિંતાથી ઘેરાયેલા જીવનનો સંકેત કરે છે. જ્યારે મોટા સ્તન -સુખ, સૌભાગ્ય, ધન-સંપત્તિની પ્રાપ્તિનો સૂચક માનવામાં આવે છે.
  -યુવતીઓના લાંબા અને રેશમી વાળ ભાગ્યવાન હોવાની નિશાની છે. લાંબા વાળ યુવતીઓ માટે સૌંદર્ય તેમજ શુભ હોવાની નિશાની છે.
  -સ્ત્રીના લાંબા હાથ પણ સૌભાગ્ય અને સમૃદ્ધિના સૂચક છે.
  -યુવતીઓની લાંબી ગરદન પણ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ ઐશ્વર્ય ભોગવે છે.
  -નાભિ મોટી અને ઊંડી હોય તો તે સ્ત્રી માટે સારું લક્ષણ માનવામાં આવે છે. આ -સંકેત છે કે સ્ત્રી તેના જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવશે.
  Published by:Margi Pandya
  First published: