Home /News /dharm-bhakti /

ગ્રહોના નંગ આંગળીમાં પહેરતા પહેલા જાણી લો આ ખાસ નિયમ, સુધરી જશે જીવન

ગ્રહોના નંગ આંગળીમાં પહેરતા પહેલા જાણી લો આ ખાસ નિયમ, સુધરી જશે જીવન

ગર્હોના નંગ આંગળીમાં પહેરવાથી શું થાય છે ફાયદો

રત્ન શાસ્ત્રમાં દરેક ગ્રહ માટે અલગ-અલગ રત્નો (Gems) વિશે માહિતી આપવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો ગ્રહોની (Planets) સ્થિતિ જોઈને રત્નો પહેરવાની સલાહ આપતા હોય છે.રત્ન ધારણ કરવાથી ગ્રહોની ખરાબ અસર ઓછી થાય છે.

  રત્ન શાસ્ત્રમાં દરેક ગ્રહ માટે અલગ-અલગ રત્નો (Gems) વિશે માહિતી આપવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો ગ્રહોની (Planets) સ્થિતિ જોઈને રત્નો પહેરવાની સલાહ આપતા હોય છે.રત્ન ધારણ કરવાથી ગ્રહોની ખરાબ અસર ઓછી થાય છે. પરંતુ રત્ન ધારણ કરતી વખતે ખાસ કાળજી રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે કયો દિવસ અલગ-અલગ રત્નો પહેરવા માટે શુભ છે. અને કઈ આંગળીમાં (Finger) ક્યો ગ્રહ પહેરવો જોઈએ?

  હીરો

  જે લોકોનેની કુંડળીમાં શુક્રની મહાદશા ચાલતી હોય તે લોકોએ હીરો પહેરવો શુભ માવામાં આવે છે અને આ રત્ન ધારણ કરવાથી શુક્રવારના દિવસે તેમને વિશેષ લાભ થાય છે. હીરાને મધ્યની આંગળીમાં ધારણ કરવો જોઈએ.

  રુબી

  સૂર્યની મહાદશાને ઓછી કરવા માટે રૂબી ધારણ કરવું શુભ માનવામાં આવે છે. તેને રવિવારે સૂર્યોદય સમયે રીંગ ફિંગરમાં પહેરવું જોઈએ.

  ચંદ્ર

  કુંડળીમાં ચંદ્ર ગ્રહની મહાદશા સમાપ્ત કરવા માટે મોતી પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ રત્ન કોઈપણ સોમવારે સાંજે નાની આંગળીમાં ધારણ કરી શકો છો.

  આ પણ વાંચો: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ, લક્ષ્મીજીની સદાય રહેશે મહેર

  પન્ના

  જે લોકોની કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તે લોકોએ પન્ના ધારણ કરવાથી મોટો લાભ થાય છે. પન્નાને કનિષ્ક આંગળીમાં પહેરી શકાય છે. અને બુધવારે બપોરના સમયે તેને પહેરવાથી વિશેષ લાભ થાય છે.

  મંગળ

  કુંડળીમાં મંગળની ખરાબ દશા દૂર કરવા માટે પરવાળા પહેરવામાં આવે છે. મંગળવારે સાંજે રિંગ ફિંગરમાં કોરલ રત્ન ધારણ કરવું વધુ સારું રહેશે.

  પોખરાજ

  કુંડળીમાં ગુરુની અશુભ દશા દૂર કરવા માટે પોખરાજ પહેરવામાં આવે છે. ગુરુવારે પુખરાજ ધારણ કરવાનો શુભ દિવસ છે. તે તર્જની પર પહેરવું જોઈએ.

  આ પણ વાંચો: અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનો જન્મદિવસ

  નીલમ

  શનિની મહાદશાની શાંતિ માટે નીલમ રત્ન પહેરવામાં આવે છે. શનિવારને નીલમ પહેરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તે મધ્યમ આંગળી પર પહેરવું જોઈએ.

  ગોમતી ચક્ર

  રાહુ-કેતુની શાંતિ માટે ગોમતી ચક્ર પહેરવામાં આવે છે. આ શનિવારે સૂર્યાસ્ત પછી મધ્યમ આંગળીમાં પહેરવું જોઈએ.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Dharam bhakti, ધર્મ, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર