Home /News /dharm-bhakti /

ઉજ્જૈન મહાકાલની ભષ્મ આરતીનાં 10 રહસ્યો, જાણીને થશે આશ્ચર્ય

ઉજ્જૈન મહાકાલની ભષ્મ આરતીનાં 10 રહસ્યો, જાણીને થશે આશ્ચર્ય

ઉજ્જૈન મહાકાલની ભષ્મ આરતીનાં 10 રહસ્યો, જાણીને થશે આશ્ચર્ય

Mahakaleshwar Aarti : કોઇપણ પદાર્થનું અંતિમ સ્વરૂપ ભસ્મ હોય છે. કોઇને પણ બાળો તે ભસ્મ રૂપમાં એક જેવું જ થાય છે. માટીને પણ બાળવામાં આવે તે તેની પણ ભસ્મ થાય છે. તમામ વસ્તુનું અંતિમ સ્વરૂપ ભસ્મ છે. ભસ્મ આ વાતન સંકેત છે કે સૃષ્ટિ નશ્વર છે. શિવજી ભસ્મ ધારણ કરી સૌને આ વાત જણાવવાં ઇચ્છે છે કે, આ જ દેહનું અંતિમ સત્ય છે. આવો જામીએ ભસ્મ આરતીનાં 10 રહસ્ય.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: ઉજ્જૈનનાં કાળોનાં કાળ મહાકાલ બાબાનાં મંદિરમાં દરરોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. ભસ્મને શિવજીનાં વસ્ત્ર માનવામાં આવે છે. કોઇપણ પદાર્થનું અંતિમ સ્વરૂપ ભસ્મ હોય છે. કોઇને પણ બાળો તે ભસ્મ રૂપમાં એક જેવું જ થાય છે. માટીને પણ બાળવામાં આવે તે તેની પણ ભસ્મ થાય છે. તમામ વસ્તુનું અંતિમ સ્વરૂપ ભસ્મ છે. ભસ્મ આ વાતન સંકેત છે કે સૃષ્ટિ નશ્વર છે. શિવજી ભસ્મ ધારણ કરી સૌને આ વાત જણાવવાં ઇચ્છે છે કે, આ જ દેહનું અંતિમ સત્ય છે. આવો જામીએ ભસ્મ આરતીનાં 10 રહસ્ય.

    ભસ્મ આરતીનું રહસ્ય

    1. મહાકાલની 6 આરતીઓ છે, જેમાં ભસ્મ આરતીને સૌથી વિશેષ માનવામાં આવે છે. સૌથી પહેલાં ભસ્મ આરતી, પછી બીજી આરતીમાં ભગવાન શિવ ઘટા ટોપ સ્વરૂપમાં નજર આવે છે. ત્રીજી આરતીમાં શિવલિંગને હનુમાનજીનું રૂપ આપવામાં આવી છે. ચોથી આરતીમાં ભગવાન શઇવને શેષનાગ અવતાર જોવા મળ્યો હતો. પાંચમીમાં શિવ ભગવાનને વરરાજાનો અવતાર આપવામાં આવે છે અને છઠી આરતી શયન આરતી હોય છે. તેમાં શિવ ખુદનાં સ્વરૂપમાં હોય છે.

    2.. ભસ્મ આરતી દરરોજ પરોઢિયા 4 વાગ્યે થાય છે. અહીં શમ્શાનમાં બાળવામાં આવતી પહેલી ચિતાને ભગવાન શિવનો શ્રૃંગાર કરવામાં આવે છે. આ આરતીની વિશેષતા એ છે કે ભગવાન મહાકાલને તાજા મૃતદેહોની ભસ્મથી શણગારવામાં આવે છે. આ આરતીમાં શામેલ થવા માટે પહેલાં બૂકિંગ કરાવવું પડે છે.

    3. આ આરતીમાં મહિલાઓ હાજર રહે તો તેમને સાડી પહેરીવી જરૂરી છે. જે સમયે શિવલિંગને ભસ્મ ચઢાવવામાં આવે છે તે સમયે મહિલાઓએ માથે ઓઢવું લાજ કાઢવી જરૂરી છે.

    4. માન્યતા છે કે, તે સમયે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાં હોય છે તેથી તેમનાં આ રૂપનાં દર્શન મહિલાઓ નથી કરી શકતી.

    5. પુરુષોને પણ આ આરતીમાં હાજરી આપવી હોય તો તેમણે માત્ર ધોતી પહેરવાની હોય છે. તે સ્વચ્છ હોવી જોઇએ. અને સૂતરાઉ હોવું જોઇએ.

    6. પુરુષો આ આરતી માત્ર જોઇ શકે છે. તેમને આરતી ઉતારવાનો અધિકાર નથી. ત્યાં પુજારીઓ જ મહાકાલની આરતી ઉતારી શકે છે.

    7. એવું પણ કહેવામાં આવે છે કે, લોકો મંદિરમાં રજિસ્ટ્રેશન કરાવે છે અને મૃત્યુ બાદ તેની ભસ્મથી ભગવાન શિવનો શ્રૃંગાર કરવામાં આવે છે.

    8. એવું પણ કહેવામાં આવે છે કે, શ્રોતા, સ્માર્ત અને લૌકિંક એવી ત્રણ પ્રકારની ભસ્મથી આરતી કરવામાં આવે છે. શ્રૃતિની વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો હોય તે ભસ્મ શ્રોત છે. સ્મૃતિની વિધિથી જે યજ્ઞ કરવામાં આવે છે તેને સ્માર્ત ભસ્મ કહેવામાં આવે છે. તેમજ છાણાને બાળીને જે ભસ્મ તૈયાર કરવામાં આવે છે. તેને લૌકિક ભસ્મ કહેવામાં આવે છે. વિરજા હવનની ભસ્મ સર્વોત્કૃષ્ટ માનવામાં આવે છે.

    9. હવન કુંડમાં પીપળા, પાખંડ, રસાલ, બીલીપત્ર, કેળા તેમજ ગાયનાં ગોબરનું ભસ્મ બાળવામાં આવે છે. આ ભસ્મની સામગ્રીની રાખને કપડાંથી ચાળી કાચા દુધમાં તેનાં લાડવાં બનાવવામાં આવે છે. તેને સાત વખત અગ્નિમાં તપાવવામાં આવે છે અને પછી કચ્ચા દૂધથી તે અગ્નિ શાંત પાડવામાં આવે છે. આ રીતે તૈયાર ભસ્મને સમયાંતરે લગાવવામાં આવે છે.

    10. આ ભસ્મ નાગા સાધુઓ લગાવે છે તેનો વસ્ત્રની જેમ ઉપયોગ કરે છે. આ ભસ્મથી આરતી કરવામાં આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Mahakaleshwar, Shravan, Ujjain Mahakal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन