દેવામાંથી ઉગરવું હોય તો આજે મકરસંક્રાતિમાં કરો આ સરળ પ્રયોગ

આ દિવસે સ્નાન, દાન અને ધ્યાન કરવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થશે.

News18 Gujarati
Updated: January 14, 2019, 8:10 AM IST
દેવામાંથી ઉગરવું હોય તો આજે મકરસંક્રાતિમાં કરો આ સરળ પ્રયોગ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 14, 2019, 8:10 AM IST
14 જાન્યુઆરીના એટલે આજે મકરસંક્રાતિનાં દિવસે સૂર્ય મકર રાશિમાં સાંજે પ્રવેશ કરશે. સૂર્યોદય અનુસાર સૂર્ય 15 જાન્યુઆરીના રોજ સવારે મકર રાશિમાં હશે. મકરસંક્રાંતિનો પુણ્યકાળ 14 જાન્યુઆરીના રોજ સાંજથી શરૂ થઈ જશે. આ વર્ષે મકરસંક્રાંતિ પર શુક્ર અને બૃહસ્પતિનો સંબંધ થશે. સાથે જ ચંદ્રમા અને સૂર્યનો પણ કેન્દ્રીય સંબંધ સર્જાશે. શનિ પણ બૃહસ્પતિની રાશિમાં વિદ્યમાન હશે. આ દિવસે સ્નાન, દાન અને ધ્યાન કરવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

આ વર્ષની મકરસંક્રાંતિમાં વિશેષ યોગ છે. તેથી આ વર્ષે કરેલું દાન પુણ્ય અવશ્ય સુદીર્ઘકાળ સુધી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. સૂર્ય 14મી જાન્યુઆરીએ સાંજે 7.50 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સમયે આકાશમાં અશ્વિની નક્ષત્ર રહેશે જે કેતુનું નક્ષત્ર છે. વળી આ સમયે આકાશમાં સિદ્ધ યોગ પણ થયો છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાહુ એટલે બંધન અને કેતુ એટલે છૂટકારો. જો તમે કોઈને કોઈ બાબતે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થતાં હોય તો આજે તમે વિશેષ પૂજા અર્ચના અને દાન કરીને લાભ મેળવી શકો છો.

આ પણ વાંચો: તમને ખબર છે? મકર સંક્રાંતિએ પતંગ કેમ ઉડાડવામાં આવે છે

કેમ દાનનું આજે છે મહત્વ

મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોનુસાર આ દિવસે કરેલું દાન આ જન્મ સાથે બીજા જન્મમાં પણ કરોડો ગણું બની અને કામ આવે છે. માન્યતા એવી પણ છે કે આ દિવસે જે પણ દાન કરો તે અક્ષયફળ આપનાર સાબિત થાય છે.

જુઓ: પતંગ અને દોરી પાસેથી જીનવમાં આ વાત શીખવા જેવી છે
Loading...

આટલું કરવાથી થશે લાભ

  • મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા વિશેષ કરીને ફાયદા કારક હોય છે. વળી આ દિવસે સોમવાર હોવાથી શિવજીની પૂજા પણ કલ્યાણકારી નિવડશે.

  • મકરસંક્રાંતિના દિવસે ગાયને ઘુઘરી( ગોળ અને એક ચમચો ઘી નાંખીને બાફેલા ઘઉં કે જવાર) ખવડાવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

  • બાળકોને તલના લાડુ વહેંચવાથી પણ લાભ થાય છે.

  • જો કોઇ દેવુ હોય તો તેમે કાળા તલના લાડુ કે તલસાંકળીનું દાન કરો.

  • તમે આજે આદુનું પણ દાન કરશો તો તમને લાભ થશે.


વિશેષ દાન

સંક્રાંતિનું વિશેષ દાન ગ્રહોથી સંબંધિત દાનની સાથે ચોખા, ઘી, દહીં, લોટ, ગોળ,કાળા મરી, સફેદ તલ, લાલ મરચું, સાકર, બટેટા અનને પોતાની ઈચ્છા અનુસાર દક્ષિણાનું દાન બ્રાહ્મણને આપીને આશીર્વાદ લેવાથી
સંક્રાંતિનું શુભ ફળ મળે છે. અને પિતૃદોષનું શમન થાય છે.
First published: January 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...