Home /News /dharm-bhakti /Vastu Tips: પાડોશીઓને ક્યારેય ન આપશો રસોડાની આ વસ્તુઓ, જતી રહેશે ઘરની સુખ શાંતિ

Vastu Tips: પાડોશીઓને ક્યારેય ન આપશો રસોડાની આ વસ્તુઓ, જતી રહેશે ઘરની સુખ શાંતિ

તેથી જો તમે તમારા પડોશીઓને આવી વસ્તુઓ આપો છો, તો તમારા ઘરની સુખ-શાંતિ દૂર થઈ જશે અને મોટી સમસ્યાઓ પણ આવી શકે છે.

જો તમે ચંદ્ર સાથે જોડાયેલી શુભ વસ્તુઓનું દાન કરશો તો તમારે સહન કરવાનો વારો આવશે. એટલે કે કોઈ પણ સંજોગોમાં દૂધ, દહીં, ચાંદી, સફેદ વસ્ત્ર વગેરેનું દાન ન કરવું.

Vastu Tips : જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ શાંતિનો એક સાર્વત્રિક નિયમ છે કે, જે ગ્રહો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવનારા હોય, તેમની સાથે સંબંધિત વસ્તુઓનું કોઈને દાન ન કરવું જોઈએ. દાખલા તરીકે જો તમારો ચંદ્ર મજબૂત સ્થિતિમાં છે અથવા તમે કલા, સંગીત અથવા સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા છો કે દૂધ, ચાંદી વગેરેનો વેપાર કરી રહ્યા છો, તો તમારે આ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન બિલકુલ ન કરવું જોઈએ.

જો તમે ચંદ્ર સાથે જોડાયેલી શુભ વસ્તુઓનું દાન કરશો તો તમારે સહન કરવાનો વારો આવશે. એટલે કે કોઈ પણ સંજોગોમાં દૂધ, દહીં, ચાંદી, સફેદ વસ્ત્ર વગેરેનું દાન ન કરવું. તેવી જ રીતે આપણા રસોડામાં પણ ઘણી એવી વસ્તુઓ છે. જે ગ્રહો સાથે જોડાયેલી છે અને જે તમારા ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે. તેથી જો તમે તમારા પડોશીઓને આવી વસ્તુઓ આપો છો, તો તમારા ઘરની સુખ-શાંતિ દૂર થઈ જશે અને મોટી સમસ્યાઓ પણ આવી શકે છે.

ઘરના રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ સાથે આપણા નસીબનો સીધો સંબંધ હોય છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે તમારા રસોડામાં હોય છે અને સારા સંબંધો બનાવવા માટે તમે તરત જ તમારા પડોશીઓને આપી દો છો. પરંતુ આ નાની-નાની વસ્તુઓ પણ તમારા ઘર માટે મહત્વપૂર્ણ છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સારું વાતાવરણ જાળવી રાખે છે. જાણો કઈ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ.

હળદર


તે માત્ર રસોડામાં ઉપયોગમાં લેવાતો જરૂરી પદાર્થ નથી, પરંતુ તે એક આયુર્વેદિક દવા પણ છે. તેના એન્ટિ-એલર્જિક ગુણધર્મને કારણે તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. હળદરનું દાન કરવાથી ગુરુનો દોષ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સૌથી વધુ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. જેના કારણે વ્યક્તિને ધન, વિદ્યા, સન્માન અને કીર્તિ મળે છે. ગુરુના દોષના કારણે ઘરમાં પૈસાની તંગી રહેશે અને માન-સન્માનમાં ઘટાડો થશે. વ્યવસાય અને નોકરીમાં પણ સમસ્યાઓ વધશે. તેથી રસોડામાં રાખેલી હળદર ક્યારેય કોઈને ઉછીની કે દાનમાં ન આપો.

આ દિવસથી થાય છે પિતૃ પક્ષની શરૂઆત, શ્રાદ્ધ કરતા સમયે ના કરતા આ ભૂલો, નહિં તો..

ચોખા


જોકે, ગરીબોને ચોખા આપવાનું સારું માનવામાં આવે છે. તેને બ્રાહ્મણો અને ગરીબ લોકોના ભોજન માટે મંદિરોમાં દાન કરવામાં આવે છે, પરંતુ ઘરમાં રાખેલા ચોખા ઉધાર આપવા અથવા કોઈ ચોક્કસ હેતુ વિના કોઈને આપવા તે શુભ નથી. વાસ્તવમાં ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. ઘરમાં રાખેલા ચોખા પડોશીઓને ઉધાર આપવાથી શુક્ર દોષ થાય છે. શુક્ર દોષમાં તમે સારી રીતે ઊંઘી શકો નહીં. પરિવારમાં મતભેદ રહેશે અને જીવનમાં સુખની અનુભૂતિ નહીં થાય. મન હંમેશા ઉદાસ રહેશે. તેથી, ચોખા ખતમ થઈ જાય તે પહેલાં ઘરમાંથી લાવવાનો પ્રયાસ કરો અને નજીવા કારણોસર તેને ઉધાર ન આપો. જો તમારે દાન કરવું હોય તો પહેલા ઘરમાં ભગવાનને અર્પણ કરો, પછી જરૂરિયાતમંદોને દાન કરો. એકવાર ભગવાનને સમર્પિત કર્યા પછી, તે પ્રસાદ છે, જે કોઈને પણ આપી શકાય છે.

કુંડળીમાં છે ચંદ્ર દોષ તો જકડી લે છે ઘણી બીમારીઓ, આ ઉપાયથી કરો દૂર

સરસવનું તેલ


રસોડામાં રાખેલ સરસવનું તેલ ક્યારેય ખતમ ન થવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં સરસવના તેલનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. તેથી શનિના પ્રકોપથી બચવા માટે પ્રયાસ કરો કે ઘરના રસોડામાં ક્યારેય સરસવનું તેલ ખતમ ન થાય. ઉપરાંત, તેને કોઈ પાડોશીને ઉધાર આપશો નહીં. શનિ મંદિરમાં અર્પણ કરવા માટે અથવા પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવા માટે જ તેનો ઉપયોગ કરવો ઘરમાં રાખેલ તેલનું દાન તમને શનિદેવના પ્રકોપનો શિકાર બનાવી શકે છે. શનિના પ્રકોપની નિશાનીઓ છે બિનજરૂરી તણાવ, દરેક કામમાં અવરોધ કે કામ બગડવા. તેથી શનિદેવની શાંતિ માટે આ ઉપાય અનુસરો અને ઘરમાં સરસવનું તેલ ખતમ ન થવા દો. મંગળવાર અને શનિવારના દિવસે ક્યારેય સરસવનું તેલ લાવવું નહિ અને આ દિવસે કોઈને પણ દાન ન કરો.

મીઠું


પડોશીઓને મીઠું અને ખાંડની સૌથી વધુ જરૂર હોય છે. પરંતુ રસોડામાં રાખેલ મીઠું કોઈને દાન ન કરવું જોઈએ. જો તમારી પાસે મીઠાના એકથી વધુ પેકેટ હોય તો તમે ચોક્કસ આપી શકો છો, પરંતુ રસોડામાં ઉપયોગ માટે રાખવામાં આવેલ મીઠું ન આપવું જોઈએ. તેનું કારણ એ છે કે જ્યોતિષમાં મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો ઘરમાં મીઠું ન હોય તો રાહુની અસર થાય છે. રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ બગડવા લાગશે, મનમાં ખોટા વિચારો આવવા લાગશે, જુગાર-સટ્ટા-દારૂના વિચારો આવવા લાગશે. તેથી રાહુને શાંત રાખવાનો પ્રયાસ કરો અને ઘરમાં મીઠું ક્યારેય ખતમ ન થાય અને ઉધાર પણ ન આપવું પડે તેનું ધ્યાન રાખો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ધર્મ ભક્તિ, વાસ્તુ ટિપ્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन