Home /News /dharm-bhakti /

Vastu Tips For Kitchen: રસોડામાં ચપ્પુ ગમે ત્યાં રાખવાથી વધે છે પારિવારિક જીવનમાં તણાવ, જાણો કિચનના વાસ્તુ નિયમ

Vastu Tips For Kitchen: રસોડામાં ચપ્પુ ગમે ત્યાં રાખવાથી વધે છે પારિવારિક જીવનમાં તણાવ, જાણો કિચનના વાસ્તુ નિયમ

વાસ્તુ અનુસાર રસોડા અને તેમાં રાખેલી વસ્તુઓની દિશા કે સ્થાન ખોટું હોય તો તેની નકારાત્મક અસર પડે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

Vastu Tips For Kitchen: રસોડામાં મા અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુ અનુસાર રસોડા અને તેમાં રાખેલી વસ્તુઓની દિશા કે સ્થાન ખોટું હોય તો તેની નકારાત્મક અસર ઘરના તમામ સભ્યો પર પડે છે. જાણો રસોઈઘરને લગતા વાસ્તુ નિયમો.

    Vastu Tips For Kitchen: પંચતત્વો પર આધારિત વાસ્તુ (Vastu Shastra) એક એવી વિદ્યા છે જેમાં દિશાઓનું ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક સ્થાન કે વસ્તુની દિશાથી સંબંધિત નિયમો જણાવવામાં આવ્યા છે. એવામાં રસોડું, જે આપણા ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેનો અને તેમાં વપરાતી વસ્તુઓનો પણ વાસ્તુ સાથે ઊંડો સંબંધ છે. રસોડામાં બનતો ખોરાક તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી વાસ્તુ અનુસાર જો રસોઇની દિશા ખોટી હોય તો તેની નકારાત્મક અસર સૌથી પહેલા ઘરની મહિલાઓ પર પડે છે. તો બીજી બાજુ તમામ સભ્યોના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. તો ચાલો જાણીએ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને લગતા નિયમો (Kitchen Vastu Shastra).

    રસોડાની દિશા: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડા માટે સૌથી આદર્શ દિશા પૂર્વ-દક્ષિણ દિશા એટલે કે અગ્નિ ખૂણામાં માનવામાં આવે છે. કારણ કે આ દિશામાં રસોડું રાખવાથી મંગલ દોષ દૂર થાય છે, જે જીવનમાં શુભ ફળ આપે છે.

    આ પણ વાંચો: 17 મે સુધી આ 5 રાશિના જાતક રહે સતર્ક, મંગળ કરી શકે છે અમંગળ

    સ્ટવની દિશા: રસોડામાં ચૂલાનો સંબંધ અગ્નિ તત્વ સાથે હોય છે. તેથી રસોડામાં સ્ટવ અગ્નિ કોણમાં હોવો જોઈએ. તેમજ સ્ટવને રાખવા માટેની સ્લેબ પૂર્વ અને દક્ષિણ દિશાને ઘેરતી હોય તેમ બનાવવી શુભ છે.

    ચપ્પુનું સ્થાન: ઘણીવાર લોકો ચપ્પુનો ઉપયોગ કરીને તે ગમે ત્યાં રાખે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર કહે છે કે રસોડામાં ક્યારેય ચપ્પુને જ્યાં-ત્યાં ન રાખવો જોઈએ. તમારે ચપ્પુ રાખવાની એક ચોક્કસ જગ્યા નક્કી કરી લેવી જોઈએ. નહિંતર તેનાથી પરિવારના સભ્યોમાં ક્રોધ વધે છે અને સંબંધોમાં તણાવ પણ આવવા લાગે છે.

    આ પણ વાંચો: કમ્પ્યુટરથી પણ ઝડપી ચાલે છે આ 4 નામવાળા લોકોનું મગજ! જાણો ક્યાંક તમે પણ આમા સામેલ નથી ને

    મસાલા અને વાસણ: વાસ્તુ નિયમોને આધારે કઠોળ, અનાજ, મસાલા, તેલ, લોટ અને વાસણો, ક્રોકરી વગેરે વસ્તુઓ માટે પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં સ્ટોરેજ રૂમ બનાવવો શુભ છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, Kitchen, Kitchen tips, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ

    આગામી સમાચાર