મિનારક પૂર્ણ, 17 અને 21 એપ્રિલનાં છે વિશેષ નક્ષત્ર, કરી શકશો કોઇપણ શુભકાર્ય

17 એપ્રિલનાં પ્રદોષકાળ, હસ્ત નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે. આ દિવસે લગ્ન કે અન્ય શુભ કાર્ય મહત્વપૂર્ણ બને છે.

News18 Gujarati
Updated: April 16, 2019, 4:41 PM IST
મિનારક પૂર્ણ, 17 અને 21 એપ્રિલનાં છે વિશેષ નક્ષત્ર, કરી શકશો કોઇપણ શુભકાર્ય
17 એપ્રિલનાં પ્રદોષકાળ, હસ્ત નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે. આ દિવસે લગ્ન કે અન્ય શુભ કાર્ય મહત્વપૂર્ણ બને છે.
News18 Gujarati
Updated: April 16, 2019, 4:41 PM IST
ધર્મ ડેસ્ક: જ્યોતિષ અનુસાર ગ્રહની ચાલ અને તેની સ્થિતિનાં પ્રભાવ વ્યક્તિનાં જીવનમાં ઘટનારી દરેક ઘટના પર પડે છે. ગ્રહોની સ્થિતિનો પ્રભાવ વ્યક્તિનાં જીવનમાં ઘટનારી દરેક ઘટના પર પડે છે. ગ્રહોની આ દશામાં એક મલમાસ હોય છે. જેને મિનારક પણ કહેવાય છે. જેમ હિન્દૂ ધર્મમાં શ્રાદ્ધ અને ચાર્તુમાસમાં શુભકામ નિષએધ છે. તેમ મિનારક દરમિયાન પણ સારા કાર્ય વર્જિત છે. આજે છે એકાદશી અને આજથી શુભકામની શરૂઆત થશે. 15 માર્ચથી શરૂ થયેલો આ મિનારક 14 એપ્રિલનાં રોજ પૂર્ણ થયો.

એપ્રિલમાં 17 અને 21 તારીખનાં વિશેષ નક્ષત્ર, વિવાહ અનુષ્ઠાનને ખાસ બનાવે છે.

17 અને 21 એપ્રિલનાં છે વિશેષ નક્ષત્ર-આજે છે કામદા એકાદશી. કામદા એકાદશી સમસ્ત કામનાઓ પૂર્ણ કરે છે. અને આ વર્ષની પહેલી એકાદશીનું પણ ખાસ મહત્વ છે. આજનાં દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ છે જે વિવાહ લગ્નને કલ્યાણકારી બનાવે છે. આ ક્રમમાં 16 એપ્રિલનાં ઉત્તરા ફઆલ્ગુની નક્ષ્ત્ર અને અસ્થાયી જય યોગ છે.

17 એપ્રિલનાં પ્રદોષકાળ, હસ્ત નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે. આ દિવસે લગ્ન કે અન્ય શુભ કાર્ય મહત્વપૂર્ણ બને છે. આ દિવસે મહાવીર જયંતી પણ છે. 19 એપ્રિલનાં રોજ પૂર્ણિમાની સાથે સાથે સ્વાતિ નક્ષત્ર પણ છે. આ દિવસે હનુમાન જયંતી છે

આ ક્રમમાં 21 એપ્રિલનાં લગ્નનાં ઘણા યોગ બને છે. કારણે કે આ દિવસે અનુરાધા નક્ષત્ર, ત્રિપુષ્કર યોગ છે. 25 એપ્રિલનાં ઉત્તરા નક્ષત્ર કલ્યાણકારી રહેશે. જે વિવાહ અને દંપતીનાં વૈવાહિક જીવનમાં સફળ અને સંતુષ્ટિ લાવશે.
First published: April 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...