Home /News /dharm-bhakti /Kharmaas 2023: આજથી ખરમાસનો પ્રારંભ, નહીં થઈ શકે શુભ કાર્યો, જાણો શું કરવું અને શું નહી

Kharmaas 2023: આજથી ખરમાસનો પ્રારંભ, નહીં થઈ શકે શુભ કાર્યો, જાણો શું કરવું અને શું નહી

ખરમાસ 2023

Kharmas 2023: સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે જો કોઈ કાર્ય શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવે તો તે કામમાં સફળતા મળે છે, જો કે ધાર્મિક રીતે કેટલાક દિવસો એવા હોય છે જેને અશુભ માનવામાં આવે છે. ખરમાસ આમાંથી એક છે. ખરમાસમાં શુભ કાર્યો કરવા નિષેધ માનવમાં આવે છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: આપણા સનાતન ધર્મમાં દરેક સારા કાર્યની શરૂઆત અને શુભ કાર્ય કરતા પહેલાં સારુ મુહૂર્ત અચૂક જોવામાં આવે છે. સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે જો કોઈ કાર્ય શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવે અથવા કોઈ માંગલીક કાર્યની પૂર્ણાહૂતિ કરવામાં આવે તો તે કામમાં સફળતા મળે છે અને તેનો પૂરો લાભ પણ પ્રાપ્ત થાય છે. જો કે ધાર્મિક રીતે કેટલાક દિવસો એવા હોય છે જેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસોમાં કોઈ નવું કાર્ય શરૂ કરવામાં આવે અથવા કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિ તેનું સારું પરિણામ નથી મળતું અને કાર્યમાં પણ અવરોધો આવે છે.

ખરમાસ આમાંથી એક છે. ખરમાસમાં શુભ કાર્યો કરવા નિષેધ માનવમાં આવે છે. પંચાંગ અનુસાર આજથી એટલે કે 15 માર્ચથી ખરમાસની શરૂઆત થઈ ગઈ છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરી શકાતું નથી જો કે ખરમાસ દરમ્યાન કરવામાં આવતા પૂજા પાઠને શ્રેષ્ઠ કહેવાય છે. જણાવી દઈએ કે ખરમાસ 30 દિવસ સુધી ચાલે છે. ત્યારે આ એક મહિના દરમ્યાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જોઈએ કે ખરમાસમાં શું કરવું જોઈએ અને શું નહીં.

ખરમાસમાં આ કાર્યો કરવા છે નિષેધ—

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ખરમાસના સમયગાળા દરમ્યાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને સગાઈ વગેરે જેવા શુભ કાર્યો કરવા ટાળવા જોઈએ. માન્યતા છે કે આ સમય દરમિયાન આ શુભ કાર્યો કરવાથી તેમાં અનેક અડચણો આવે છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ વધે છે. સાથે જ જો નવો ધંધો શરૂ કરવામાં આવે તો તેનાથી નફાને બદલે નુકસાન થઈ શકે છે. આ સિવાય કોઈ નાણાંકીય રોકાણ કરવાથી પણ આ સમય દરમ્યાન બચવું જોઈએ.

આ પણ વાંચો: મીનાકર કમૂરતાનો પ્રારંભ, એક મહિના સુધી તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ

ખરમાસમાં મકાન કે મિલકતની ખરીદી પણ ન કરવી જોઈએ. આ સિવાય તામસિક આહારનું સેવન કરવું પણ યોગ્ય નથી માનવામાં આવતું. આપણા શાસ્ત્રોમાં ખરમાસના દિવસોને પૂજાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાવ્યા છે. એવી માન્યતા છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે.

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્યએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, જાણો રાશિચક્રની તમામ રાશિઓ પર શું થશે અસર



આ મહિના દરમિયાન ભગવાન સત્યનારાયણની કથાનું પઠન કરવું કે સાંભળવું પણ સારું માનવામાં આવે છે. આ સિવાય ખરમાસ દરમિયાન તુલસીની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દરમિયાન ઘરની સુખ-શાંતિ માટે દરરોજ તુલસીની પૂજા કરી અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ.
First published:

Tags: Dharm Bhakti, Kamurta, Sun Transit