Home /News /dharm-bhakti /30 દિવસ સુધી ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર ભોગવવું પડશે પરિણામ
30 દિવસ સુધી ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર ભોગવવું પડશે પરિણામ
આ તારીખથી ખરમાસ શરુ
Khar Maas 2022: વર્ષના અંતિમ મહિનામાં ખરમાસ લાગશે કોઈપણ પ્રકારના શુભ કાર્ય, ખાસ કરીને લગ્ન માટે ખરમાસ શુભ માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ખરમાસમાં સૂર્ય ભગવાનનો પ્રભાવ ઓછો થાય છે, તેથી ખરમાસમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત છે. તો ચાલો જાણીએ આ મહિનામાં શું કરવું અને શું નહિ.
જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું રાશિ ગોચર સંક્રાંતિ કહેવાર છે. ડિસેમ્બર મહિનામાં જયારે સૂર્ય ગોચર કરી ધન રાશિમાં પ્રવેશ કરે છે, એને ધન સંક્રાંતિ કહેવાય છે. ધન સંક્રાંતિના દિવસે જ ખરમાસ શરુ થઇ જાય છે. અને તમામ શુભ અને માંગલિક કર્યો પણ વર્જિત થઈ જાય છે. આ વર્ષે ખરમાસ 16 ડિસેમ્બર 2022થી શરુ થઇ રહ્યો છે.
ખરમાસની શરૂઆત અને ખતમ થવાની તારીખ
હિન્દૂ પંચાંગ અને જ્યોતિષી અનુસાર સૂર્ય 16 ડિસેમ્બરે ધન રાશિમાં ગોચર કરશે અને એની સાથે જ ખરમાસ શરુ થઇ રહ્યો છે. ત્યાં જ 14 જાન્યુઆરીની મોડી રાતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ ઉદયતિથી અનુસાર મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. એની સાથે જ ખરમાસ ખતમ થઇ જશે. સાથે જ તમામ શુભ કર્યો એક વાર ફરી શરુ થઇ જશે.
ખરમાસમાં ન કરો આ કામ
-ધર્મ-શાસ્ત્રો અનુસાર ખરમાસનો મહિનો ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં તામસિક ભોજન જેવા- લસણ-કાંદા, નોનવેજ અને દારૂનું વ્યસન ન કરવું જોઈએ. આ આખા મહિનામાં શાકાહારી ભોજન કરો.
-ખરમાસનો મહિનો માત્ર પૂજા પાઠનો મહિનો છે. આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય જેવા કે વિવાહ, મુંડન, ગ્રહ પ્રવેશ, નવા કામની શરૂઆત વગેરે નહિ કરવું જોઈએ આ મહિનામાં કરેલા શુભ કામ પણ અશુભ ફળ આપે છે. માટે આ મહિનામાં સારા કામ કરવાથી બચવું જોઈએ.
-ખરમાસ દરમિયાન તાંબાના વાસણમાં રાખેલ ભોજન અથવા પાણીનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખે છે.
-ખરમાસમાં નવા ઘર ખરીદવા અથવા નિર્માણનું કાર્ય શરુ કરવાની પણ મનાઈ છે. કહેવામાં આવે છે કે આ સમયમાં ખરીદેલા કે બનાવેલા ઘર રહેવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી.
-ખરમાસ દરમિયાન ગાડી, ઘરેણાં વગેરે જેવી કિંમતી વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ. નહીંતર આ ખરાબ થઇ જાય છે. આ ચોરી જેવું થવાની સંભાવના છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર