Home /News /dharm-bhakti /ખરમાસ શરૂ થતાં જ આ 4 રાશિઓના આવશે 'અચ્છે દિન', ધનલાભની સાથે નોકરી-વેપારમાં પણ થશે ફાયદો

ખરમાસ શરૂ થતાં જ આ 4 રાશિઓના આવશે 'અચ્છે દિન', ધનલાભની સાથે નોકરી-વેપારમાં પણ થશે ફાયદો

આ રાશિઓ માટે શુભ રહેશે ખરમાસ

kharmas 2022-2023 : ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ખરમાસનું વિશેષ મહત્વ છે. ખરમાસ શરૂ થતાની સાથે જ લગ્ન-વિવાહ સહિત અન્ય અનેક પ્રકારના માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે.

kharmas 2022-2023 : ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ખરમાસનું વિશેષ મહત્વ છે. ખરમાસ શરૂ થવાની સાથે જ લગ્ન-વિવાહ સહિતના અન્ય તમામ પ્રકારના માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. હિન્દુ પંચાંગ અનુસાર ખરમાસ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી રહેશે.

જ્યોતિષ ગણનાઓ અનુસાર ખરમાસમાં કેટલીક રાશિના જાતકો પર તમામ ગ્રહોની વિશેષ કૃપા રહેશે. ગ્રહ નક્ષત્રોના પરિવર્તનની સીધી અસર માનવીય જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણિત તમામ12 રાશિઓ પર તેની અસર જોવા મળે છે. ચાલો જાણીએ ખરમાસ કઇ રાશિઓ માટે શુભ રહેશે....

આ પણ વાંચો :  Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

મેષ રાશિ :



  • મેષ રાશિના જાતકો માટે ઉત્તમ સમય છે.

  • જો કે કોઇપણ નિર્ણય સમજી વિચારીને જ લો.

  • મનને સકારાત્મક વસ્તુઓ તરફ વાળો, સફળતા જરૂર મળશે.

  • કરિયરમાં સફળતાના યોગ બનશે.

  • આ દરમિયાન પ્રેમ પ્રસંગમાં સમય ન વેડફો.

  • પ્રેમમાં નિરાશા મળી શકે છે.

  • બેરોજગારો માટે આ મહિનો મુશ્કેલીઓ ભર્યો રહેશે. તો વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત કરાવનાર સાબિત થશે.


મિથુન રાશિ



  • આ રાશિના જાતકો માટે પણ આ મહિનો અનુકૂળ સાબિત થશે.

  • પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

  • માન-સન્માનમાં વધારો થશે.

  • કાર્યમાં કેટલીક બાધાઓ આવી શકે છે પરંતુ તમારા સતત પ્રયાસથી સફળતા મળશે.

  • બીમારીઓથી છૂટકારો મળશે. પારિવારિક સુખ-સુવિધાઓ વધશે.

  • આ રાશિના જાતકો હનુમાનજીની પૂજા કરીને વધુ સારુ પરિણામ મેળવી શકે છે.


આ પણ વાંચો :  Gochar December 2022: 16 ડિસેમ્બરે બની રહ્યો છે અત્યંત દુર્લભ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓની બદલાશે કિસ્મત

કર્ક રાશિ



  • કર્ક રાશિના જાતકો માટે આ મહિનો કોઇ શુભ સમાચાર આપનાર છે.

  • તમારે સાચા સમયને ઓળખવાનો છે અને પછી આગળ વધવાનું છે.

  • આ મહિના બાદ ધન,રોકડની કમી નહી રહે.

  • દાંપત્ય જીવન સુખમય રહેશે.

  • શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે.


મીન રાશિ



  • આ રાશિના જાતકો માટે મહિનો શુભ અવસર લઇને આવશે. અટવાયેલા કામ બનશે.

  • કોઇ નવા કામની શરૂઆત પણ થઇ શકે છે.

  • ચારે તરફ સફળતાનો માહોલ હશે.

  • આ સાથે જ સાવધાની રાખવાની પણ જરૂર છે. ઉતાવળ ન કરશો.

  • કોઇપણ વસ્તુ પર હદથી વધુ પ્રયાસ ન કરો.

First published:

Tags: Astro Tips, Lucky zodiac signs, Surya Gochar, Surya Gochar 2022