આજથી એક મહિના માટે છે ખરમાસ, આ પાંચ રાશિ માટે છે શુભ

News18 Gujarati
Updated: March 14, 2020, 3:33 PM IST
આજથી એક મહિના માટે છે ખરમાસ, આ પાંચ રાશિ માટે છે શુભ
આ મહિનામાં વિષ્ણુ ભગવાનની આરાધનાનું મહત્વ રહેલું છે.

આ વખતે આજથી શરૂ થઇને 13 એપ્રિલ સુધી ખરમાસ ચાલશે. આની અસર 12 રાશિ પર પડે છે.

  • Share this:
અમદાવાદ : આ વર્ષે 14 માર્ચથી એટલે આજથી ખરમાસ (kharmas 2020) શરૂ થઇ રહ્યો છે. આ દરમિયાન તમામ માંગલિક કાર્યો થતા નથી. પૌરાણિક કથાઓ પ્રમાણે, જ્યારે સૂર્ય બુધની રાશિ મીન કે ઘનુમાં પ્રવેશ કરે છે. આ અવધિને ખરમાસ કહેવામાં આવે છે. ખરમાસ દરમિયાન વિવાહ, ગૃહ પ્રવેશ, સગાઈ વગેરે જેવા કાર્યો કરાતા નથી. દરેક વર્ષએ આશરે 30 દિવસો માટે ખરમાસ રહે છે. આ વખતે આજથી શરૂ થઇને 13 એપ્રિલ સુધી ખરમાસ ચાલશે. આની અસર 12 રાશિ પર પડે છે. આ મહિનામાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી લાભ થાય છે.

5 રાશિ માટે શુભ

મીન રાશિનું સૂર્ય વૃષભ, મિથુન, કર્ક, કન્યા અને મકર રાશિના લોકો માટે લાભદાયી રહેશે.

4 રાશિ માટે અયોગ્ય

મેષ, સિંહ, કુંભ અને મીન રાશિનાં લોકો માટે સૂર્યની સ્થિતિ મુશ્કેલી વધારી શકે છે. કોઇપણ કામમા વધારે મહેનત કરવી પડશે.

આ પણ વાંચો : માર્ચ મહિનામાં જન્મેલા સંબંધ નિભાવવામાં હોય છે Expert3 રાશિ માટે સામાન્ય 

તુલા, વૃશ્વિક અને ધન રાશિનાં લોકો માટે મીન રાશિનો સૂર્ય સામાન્ય ફળ આપશે.

આ પણ વાંચો : ગુરૂવારે જન્મેલા હોય છે સાફ મનવાળા, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

દાનનું વિશેષ મહત્વ

ખરમાસનાં મહિનામાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, ખરમાસ દરમિયાન કોઇપણ ગરીબ, આર્થિક રીતે અસહાય, જરૂરીયાતવાળાને મદદ જરૂર કરવી જોઇએ. આ મહિનામાં ગૌદાન અને ગૌસેવાથી પણ પુણ્ય મળે છે.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर