Home /News /dharm-bhakti /Khappar Yoga 2022: આગામી ફેબ્રુઆરી સુધી ખપ્પર યોગની અસર, દેશ અને દુનિયામાં જોવા મળશે આવી ઉથલ-પાથલ
Khappar Yoga 2022: આગામી ફેબ્રુઆરી સુધી ખપ્પર યોગની અસર, દેશ અને દુનિયામાં જોવા મળશે આવી ઉથલ-પાથલ
Khappar Yoga 2022
Khappar Yoga 2022 Effect: આ જ સમયમાં વૈજ્ઞાનિકો સેંકડો વર્ષો જુના ઝોમ્બી વાઇરસને જગાડી રહી છે. આ આસુરી તાકાતોને જગાડવાનું કામ પણ આ સમયમાં થૈ રહ્યું છે જે ઘણું સૂચક છે. અને આગામી સમયમાં માનવજાત માટે ખતરા સમાન છે: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
Khappar Yoga 2022: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા, અગાઉ લખ્યા મુજબ અનેક મોટી કંપની તેમના કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે તો બીજી તરફ પશ્ચિમના દેશોમાં મંદીની ધ્રુજારી જોવા મળી રહી છે (Khappar Yoga 2022 Astrology). જેનું કારણ હું અત્રે લખી ચુક્યો છું કે હાલના ત્રણ માસ લગાતાર ખપ્પર યોગ બની રહ્યો છે. મૃગશીર્ષ એટલે કે માગશર મહિનામાં સૂર્ય સંક્રાંતિ એટલે કે સૂર્યનું રાશિ પરિવર્તન શુક્રવારને 16 ડિસેમ્બરે છે અને અમાસ પણ શુક્રવારે છે તો પુષ્ય એટલે પોષ માસમાં સૂર્ય સંક્રાંતિ શનિવારે છે. અને અમાસ પણ શનિવારે છે એ જ રીતે મહા માસમાં પણ સોમવારે સૂર્ય સંક્રાંતિ અને અમાસ આવી રહ્યા છે જે ખપ્પર યોગનું નિર્માણ કરે છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધી તેની વિશેષ અસર (prediction 2023 India) જોવા મળે છે.
આ સમયમાં મોટી કંપનીઓ વધુ કર્મચારીઓને છુટ્ટા કરતી જોવા મળશે ક્યાંક કંપની પોતે જ ખોટ નોંધાવશે અને દિગ્ગજ કંપનીઓની ખોટ કરવાની મર્યાદા પણ વધતી જોવા મળશે.
વળી અગાઉ લખ્યા મુજબ સાયબર એટેકની ઘટનાઓ વધશે બીજી તરફ ખેત પેદાશોના ભાવમાં વૃદ્ધિ આવશે પેટ્રોલિયમના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળશે જેના કારણે મોંઘવારી વધતી જોવા મળશે.
જેની સીધી અસર જનજીવન પર જોવા મળશે. વળી મંદી પણ વિશેષ પ્રમાણમાં જોવા મળશે અને જાહેરજીવનમાં ઘણી ઉઠાપટક જોવા મળશે અને દિગ્ગજ નેતાઓને તંદુરસ્તીના પ્રશ્નો આવી શકે છે. કોઈ મોટા નેતાકે મોટા ઉદ્યોગપતિ આપણી વચ્ચેથી વિદાય લેતા જોવા મળશે.
ખપ્પર યોગ જયારે જયારે વિદ્યમાન થાય છે ત્યારે ત્યારે કુદરતી સર્જિત આપત્તિઓ અને માનવ સર્જિત દુર્ઘટનાઓ પણ વિશેષ પ્રમાણ માં બનતી જોવા મળે છે. આ જ સમયમાં વૈજ્ઞાનિકો સેંકડો વર્ષો જુના ઝોમ્બી વાઇરસને જગાડી રહી છે. આ આસુરી તાકાતોને જગાડવાનું કામ પણ આ સમયમાં થૈ રહ્યું છે જે ઘણું સૂચક છે. અને આગામી સમયમાં માનવજાત માટે ખતરા સમાન છે.
આગામી ત્રણ માસ માં શુક્રવાર, શનિવાર અને સોમવારના લીધે આ યોગ બને છે માટે ચંદ્ર શનિ અને શુક્રને લગતા ક્ષેત્રો એટલે કે જાહેરજીવન, રાજનીતિ, અદાલતો, લેબર, સીને જગત, શો બિઝનેસ, લક્સરીએસ વસ્તુઓ અને સબંધો પર તથા જનજીવન પર તેની વિશેષ અસરો જોવા મળશે.
લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર