Ketu Transit 2022: કેતુ જલ્દી આ રાશિના લોકોને આપશે મોટી રાહત, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
Ketu Transit 2022: કેતુ જલ્દી આ રાશિના લોકોને આપશે મોટી રાહત, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
કેતુ (Ketu Rashi Parivartan)ને એક રાશિથી બીજી રાશિમાં જવામાં 1.5 વર્ષનો સમય લાગે છે.
Ketu Transit in April 2022: કેતુને કર્મપ્રધાન ગ્રહ માનવામાં આવે છે. તે વ્યક્તિના સારા અને ખરાબ બંને પ્રકારના કર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. કેતુને એક રાશિથી બીજી રાશિમાં જવામાં 1.5 વર્ષનો સમય લાગે છે.
Ketu Transit in April 2022: રાહુ (Rahu)ની જેમ કેતુ (Ketu)નું પણ કોઈ ભૌતિક અસ્તિત્વ નથી હોતું. કેતુ ગ્રહને સ્વર્ભાનુ રાક્ષસનું ધડ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર કેતુ કોઈપણ વ્યક્તિની કુંડળીના જે ભાવમાં સ્થિત હોય છે તે ભાવના સ્વામીને અનુરૂપ ફળ આપે છે. કેતુને કર્મપ્રધાન ગ્રહ માનવામાં આવે છે. તે વ્યક્તિના સારા અને ખરાબ બંને પ્રકારના કર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. કેતુ (Ketu Rashi Parivartan)ને એક રાશિથી બીજી રાશિમાં જવામાં 1.5 વર્ષનો સમય લાગે છે. 12 એપ્રિલે કેતુ વૃશ્ચિક રાશિ (Scorpio) છોડીને તુલા રાશિ (Libra)માં પ્રવેશ કરશે. કેતુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે.
કેતુના ગોચરથી આ રાશિના લોકોને મળશે મોટી રાહત
કેતુ ગ્રહ 12 એપ્રિલે વૃશ્ચિક રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૃશ્ચિક રાશિ (Scorpio Horoscope)ના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવામાં સફળ થશો. મહેનતનું પૂર્ણ ફળ મળતું જણાય. આ સમયગાળો તમારી એકાગ્રતામાં સુધારો કરી શકે છે. તમે આ સમયગાળા દરમિયાન મુસાફરીથી પણ સારું એવું ધન મેળવી શકશો.
જો તમે લાંબા સમયથી વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તમને આ કાર્યમાં સફળતા મળી શકે છે. તમને મહેનતનું પૂર્ણ ફળ મળતું જણાય. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. આ સમયગાળા દરમિયાન પૈસાની કોઈ કમી નહીં આવે. અટકેલા કામ પૂરા થશે. કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત રહેશે. બોસ તમારા કામના ભરપૂર વખાણ કરતા જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમે અન્ય લોકોને પણ ઘણી મદદ કરશો.
વૃશ્ચિક રાશિના લોકો જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમનું અભ્યાસમાં ખૂબ મન લાગશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો, તો આ સમયગાળામાં તેનાથી પણ રાહત મળી શકે છે. આ રાશિના બિઝનેસવાળા જાતકો માટે પણ આ સમયગાળો અનુકૂળ સાબિત થશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર