Home /News /dharm-bhakti /

ધાતુના કાચબાને ઘરમાં રાખવાથી સંકટ થશે દૂર, જાણો કેવી રીતે?

ધાતુના કાચબાને ઘરમાં રાખવાથી સંકટ થશે દૂર, જાણો કેવી રીતે?

    ધાતુના કાચબાને ઘરમાં રાખવાનું ખુબ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કાચબો રાખવામાં આવે તો સંકટ દુર થા છે. કારણ કે કાચબામાં સકારાત્મક ઊર્જાને વધારવાની અદ્ભુત શક્તિ હોય છે. ઉપરાંત દિશા અનુસાર તેનો સંબંધ ખાસ ધાતુ સાથે હોય છે. જો વાસ્તુના આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મનોકામના અનુસાર અલગ અલગ દિશામાં આ પ્રકારના કાચબા રાખવામાં આવે તો ઘર-પરિવારની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

    જો કે બજારમાં અલગ અલગ પ્રકારના કાચબાઓ મળે છે. જેને ઘરમાં કેવી રીતે અને કઈ જગ્યાએ રાખવુ તે જાણવું પણ એટલું જ મહત્વનું છે.

    • જે ઘરમાં લડાઈ ઝઘડા થતાં હોય ત્યાં 2 કાચબાની જોડી રાખવી. જેનાથી ઘરના સભ્યો વચ્ચે ચાલતા અણબનાવનો અંત આવે છે.

    • સંતાન પ્રાપ્તિ માટે એવો કાચબો રાખવો જેની પીઠ પર નાનું બચ્ચુ હોય. તેને સંતાનપ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે.

    • જો કોઈને ધન સંબંધિત સમસ્યાઓ હોય તો તેને ક્રિસ્ટલવાળો કાચબો ઘરમાં લાવવો જોઈએ. આ કાચબો કાર્યસ્થળની તિજોરીમાં રાખવાથી પણ લાભ થાય છે.

    • વેપાર-વ્યવસાયમાં થતાં નુકસાનને રોકવા માટે મેટલથી બનેલો કાચબો રાખવો જોઈએ. તેને દુકાન-ઓફિસ ઉપરાંત બેડરૂમમાં પણ રાખી શકાય છે.

    • જો ઘરમાં અવાર-નવાર કોઈ બીમાર પડતું હોય તો ઘરમાં માટીમાંથી બનેલો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે.

    • જો નવો વેપાર શરૂ થયો હોય કે કરવાનો હોય તો તેના માટે ચાંદીનો કાચબો રાખવો જોઈએ. તેનાથી વ્યાપારમાં ખરાબ નજર લાગતી નથી.

    • બાળકો પરિક્ષામાં સફળ થાય તે માટે તેમના અભ્યાસના ટેબલ પર પીત્તળનો બનેલો કાચબો રાખવો જોઈએ.

    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Dharm Bhakti

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन