Home /News /dharm-bhakti /Karwa Chauth 2022: કરવા ચોથના વ્રત સમયે થાળીમાં આટલી વસ્તુઓ રાખવી છે જરૂરી, નહીંતર અધૂરું રહી જશે વ્રત

Karwa Chauth 2022: કરવા ચોથના વ્રત સમયે થાળીમાં આટલી વસ્તુઓ રાખવી છે જરૂરી, નહીંતર અધૂરું રહી જશે વ્રત

કરવા ચોથ 2022

Karwa Chauth fast: કરવા ચોથના ઉપવાસમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેથી, પ્રથમ વખત આ વ્રત રાખતી મહિલાઓએ ખાસ કરીને કરવા ચોથનું વ્રત કેવી રીતે રાખવું અને તેની પૂજા પાઠમાં કઈ સામગ્રી (Karwa Chauth Puja vidhi & Muhurt)નું ખૂબ જ મહત્વ છે તે ખાસ કરીને જાણવું જરૂરી છે.

વધુ જુઓ ...
    Karwa Chauth Vrat 2022: કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે કરવા ચોથ (Karwa Chauth Vrat 2022) ઉજવવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબરે આવે છે. પતિના લાંબા આયુષ્ય (Fast for Husbands Long Life) માટે રાખવામાં આવેલા આ વ્રતમાં સૌભાગ્યવતી મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે અને રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રત ખોલે છે. કુંવારી યુવતીઓ પણ સારો પતિ મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખે છે.

    કરવા ચોથના ઉપવાસ (Karwa Chauth fast)માં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેથી, પ્રથમ વખત આ વ્રત રાખતી મહિલાઓએ ખાસ કરીને કરવા ચોથનું વ્રત કેવી રીતે રાખવું અને તેની પૂજા પાઠમાં કઈ સામગ્રી (Karwa Chauth Puja vidhi & Muhurt)નું ખૂબ જ મહત્વ છે તે ખાસ કરીને જાણવું જરૂરી છે.

    સ્ત્રીઓ રાખે છે નિર્જળા વ્રત

    કરવા ચોથના દિવસે મહિલાઓ શૃંગાર કરીને નિર્જળા વ્રત રાખે છે અને ચોથ માતા એટલે કે માતા પાર્વતીની પૂજા કરે છે અને તેમના પતિ માટે દીર્ઘાયુની કામના કરે છે. આ પછી સાંજે દિવસ આથમે તે પહેલા મહિલાઓ પોતાની સાસુ કે નણંદને ગિફ્ટમાં કપડાં અને શૃંગારની વસ્તુઓ ગિફ્ટમાં આપે છે. આખો દિવસ નિર્જળાનું વ્રત રાખીને મહિલાઓ રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ જ પોતાનો ઉપવાસ ખોલે છે.



    કરવા ચોથની પૂજા માટે શુભ મુહૂર્ત

    હિંદુ ધર્મમાં કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત સંપૂર્ણ નિયમોનાં પાલન સાથે રહેવું જોઈએ. તેમજ વિધિવિધાન દ્વારા પૂજા કરવી જોઈએ. આ વર્ષે, કારતર મહિનાની ચતુર્થી તિથિ 13 ઓક્ટોબર, 2022 ની મધ્યરાત્રિથી 01.59 થી શરૂ થશે અને 14 ઓક્ટોબર, 2022 ના વહેલી સવારે 03.08 વાગ્યે સમાપ્ત થશે. તેથી કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાખવામાં આવશે. કરવા ચોથની પૂજાનો શુભ સમય 13 ઓક્ટોબર, 2022 ના રોજ સાંજે 06.01 થી 07:15 વાગ્યા સુધીનો છે. ચંદ્રોદયનો સમય રાત્રે 08.19 વાગ્યાનો છે.

    પૂજા સામગ્રી

    કરવા ચોથની પૂજામાં સંપૂર્ણ સામગ્રી હોવી જરૂરી છે. આ માટે પાન, માટી કે તાંબાના લોટી (કરવા) અને ઢાંકણ, કળશ, ચંદન, ફૂલ, હળદર, ચોખા, મીઠાઈ, કાચું દૂધ, દહીં, દેશી ઘી, મધ, ખાંડના બુરા, રોલી, કુમકુમ, મૌલી વગેરે પૂજાની થાળીમાં હોવા જરૂરી છે. કરવા ચોથ વ્રત કથાનું પુસ્તક પણ પૂજા સામગ્રીમાં રાખો. આ સિવાય 16 શૃંગારની વસ્તુઓ, મહેંદી, મહાવર, સિંદૂર, કંઘા, બિંદી, ચુનરી, બંગડી, ગરણી, બિછુઆ, કરવા માતાનો ફોટો, દીવો, ધૂપ અગરબત્તી, કપૂર, ઘઉં, વાટ (કપાસ), લાકડાનું આસન, દક્ષિણાના પૈસા, હલવો, આઠ પુરીની અઠાવરી પણ પૂજા માટે રાખવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Karva chauth, કરવા ચોથ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन