Home /News /dharm-bhakti /Karva Chauth 2022: આ વખતે ક્યારે છે કરવા ચોથ, કરવામાં એવું તો શું ભરવામાં આવે છે? જાણો અજાણી રસપ્રદ માહિતી

Karva Chauth 2022: આ વખતે ક્યારે છે કરવા ચોથ, કરવામાં એવું તો શું ભરવામાં આવે છે? જાણો અજાણી રસપ્રદ માહિતી

આ વર્ષે કરવા ચોથ ક્યારે છે? શા માટે છે ખાસ

કરવા ચોથના ઉપવાસને હિંદુ ધર્મમાં સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આખો દિવસ અન્ન અને જળનો ત્યાગ કરીને કરવા ચોથનું વ્રત પૂર્ણ કરે છે. જાણો આ વખતે ક્યારે છે કરવા ચોથ, અને શું હોય છે કરવામાં

વધુ જુઓ ...
  KARVA CHAUTH 2022: કરવા ચોથના વ્રતને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કારતક કૃષ્ણચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે કરવા ચોથ 13 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કરવા ચોથના ઉપવાસને હિંદુ ધર્મમાં સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે પરિણીત મહિલાઓ આખો દિવસ અન્ન અને જળનો ત્યાગ કરીને કરવા ચોથનું વ્રત પૂર્ણ કરે છે. નવપરિણીત મહિલાઓ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવા ચોથનું વ્રત રાખે છે. કરવા ચોથની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. આ પૂજામાં કરવાનું ઘણું મહત્વ છે. જેના વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. કરવા ચોથનો ઈતિહાસ જાણીએ તો દંતકથા અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું, ત્યારે ભગવાન બ્રહ્માએ દેવતાઓની પત્નીઓને કરવા ચોથનું વ્રત રાખવા કહ્યું હતું. એવું માનવામાં આવે છે કે, ત્યારથી જ કરવા ચોથનું વ્રત રાખવાની પરંપરા શરૂ થઈ. અન્ય એક દંતકથા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું.

  દેવીમાંનું પ્રતીક

  કરવા ચોથનું વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ સમાપ્ત થાય છે. કરવા ચોથની પૂજામાં કરવાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે માટીનું બનેલું હોય છે. કરવાને માતા દેવીના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે.

  આ પણ વાંચો: મંદિરા બેદીએ હાથમાં ગ્લાસ લઇ કહ્યું HAPPY KARVA CHAUTH, થઇ ટ્રોલ

  માટીનો કરવો

  જે લોકો પાસે માટીના કરવા નથી, તેઓ કરવા તરીકે તાંબા અથવા સ્ટીલના લોટાનો કરવા તરીકે ઉપયોગ કરે છે. પૂજા દરમિયાન બે કરવા રાખવામાં આવે છે. તેમાંથી એક દેવી માતાનો હોય છે અને બીજો ઉપવાસ કરનાર પરિણીત મહિલાનો હોય છે.  ચોથની કથા

  કરવાચોથની વ્રત કથા સાંભળતી વખતે બંને કરવ પૂજાસ્થાન પર રાખવામાં આવે છે. કરવાને સાફ કર્યા પછી તેની પર રક્ષાસૂત્ર બાંધીને હળદર અને લોટના મિશ્રણથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવામાં આવે છે. આ પછી હાથમાં ઘઉં અથવા ચોખાના દાણા લઈને કરવા પર 13 રોલીના ટપકાં મૂકીને કરવા ચોથની કથા સાંભળવામાં આવે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Dharma, Gujarati news, Karva chauth

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन