Home /News /dharm-bhakti /કાર્તિક પુર્ણિમાનાં દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવી-દેવતાઓ પણ આવે છે દિવાળી ઉજવવા

કાર્તિક પુર્ણિમાનાં દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવી-દેવતાઓ પણ આવે છે દિવાળી ઉજવવા

કાર્તિક પૂર્ણિમા 2022

આજે કાર્તિક પુર્ણિમા છે. આજના દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવી-દેવતાઓ દિવાળી મનાવવા માટે ઉતરતા હોવાની માન્યતા છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દીપ પ્રાગટયનું વિશેષ મહત્વ હોય છે.

  આજે કાર્તિક પુર્ણિમા છે. આજના દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવી-દેવતાઓ દિવાળી મનાવવા માટે ઉતરતા હોવાની માન્યતા છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દીપ પ્રાગટયનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે છ કૃતિકાઓની પણ પૂજા કરવામાં આવે છે. દેવ દિવાળીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે.

  આજના દિવસે પવિત્ર નદીના જળથી સ્નાન કરી દીપદાન (દીપ પ્રાગટ્ય) કરવું જોઈએ. દીપદાન નદી કિનારે કરવામાં આવે છે. દેવદિવાળીના દિવસે દિપક પ્રગટાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. લોકાચારની પરંપરાને કારણે વારાણસીમાં આ દિવસે ગંગાના કિનારે દીપદાન કરવામાં આવે છે.

  દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?

  આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ત્રિપુરાસુર હણાયાની ખુશીમાં દેવતાઓએ કાશીમાં અનેક દીવા પ્રગટાવ્યા હતા. આ જ કારણે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે કાશીમાં આજે પણ દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવાળી દેવોએ ઉજવી હોવાથી તેને દેવ દિવાળી કહેવામાં આવે છે.

  આ પણ વાંચો: Chandra Grahan 2022: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ રાશિઓને પડી શકે છે ભારે, રહો સાવચેત

  આ દિવસે રાત્રે છ કૃતિકોની પૂજા કરવી જોઈએ. જેના કારણે સંતાનનું વરદાન મળે છે. આ છ કૃતિકા શિવ, સંભૂતિ, સંતતી, પ્રીતિ, અનુસૂયા અને ક્ષમા છે. તેમની પૂજા કર્યા પછી ગાય, ઘેટાં, ઘોડા અને ઘી વગેરેનું દાન કરવું જોઈએ. કૃતિકો પાસેથી સંતાન અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ.  ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ

  ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરની હત્યા કરી હતી. તેથી આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શિવની વિશેષ પૂજાથી આ દિવસે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત અને શિવની પૂજા-અર્ચના અને બળદનું દાન કરવાથી ઘણો ફાયદો થાય છે. શિવ આદિ ગુરુ છે, તેથી આ દિવસે રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે દોષોનું પ્રાયશ્ચિત કરવા માટે શિવની પૂજા પણ કરવામાં આવે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Dev diwali, Dharma, Purnia

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन