Kartik Purnima 2021: ક્યારે છે કાર્તિકી પૂનમ? શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ અહીં જાણો

પ્રતિકાત્મક તસવીર

Kartik Purnima 2021: ભગવાન શિવે ત્રિપુરાસુરનો (loard shiva) નાશ કર્યો હતોઆ દિવસે જ ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો નાશ કર્યો હતો. ત્યારથી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવે છે.

  • Share this:
    Kartik Purnima 2021: આગામી તા.9 નવેમ્બરના રોજ કાર્તિકી પૂનમની ઉજવણી થશે. હિન્દૂ ધર્મ (Hindu Religion)માં આ પૂનમનું ખૂબ જ મહત્વ છે. તેને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને ત્રિપુરા પૂનમ (Tripura Purnima) પણ કહે છે.

    ભગવાન શિવે ત્રિપુરાસુરનો નાશ કર્યો હતોઆ દિવસે જ ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો નાશ કર્યો હતો. ત્યારથી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવે છે. કાર્તિક માસના શુક્લ પક્ષે આવતી પૂનમને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાનો તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. આ ઉત્સવ પ્રબોધિની એકાદશીના દિવસે શરૂ અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે.

    કાર્તિક પૂર્ણિમાના શુભ મુહૂર્ત

    પૂનમની તિથિનો પ્રારંભ - 18 નવેમ્બર (ગુરુવાર) બપોરે 11.55 વાગ્યાથી
    પૂનમની તિથિ સમાપ્ત- 19 નવેમ્બર (શુક્રવાર) સાંજે 02.25 વાગ્યા સુધી

    કાર્તિક પૂર્ણિમાનું મહત્વ

    કાર્તિક પૂર્ણિમા એટલે દેવતાઓને ખુશ કરવાનો દિવસ. આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ આ દિવસે લોકો ગંગામાં ડૂબકી લગાવીને અને દાન આપીને પુણ્ય કમાય છે. કાર્તિક સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે. આ દિવસે નદી કે જળકુંડમાં સ્નાન કરવું જોઈએ.

    આ પણ વાંચોઃ-Tarot Yearly predictions: ટેરો વાર્ષિક રાશિફળ: કેવું જશે વિક્રમ સંવંત 2078નું આપનું વર્ષ? કયો નંબર રહેશે લકી, કયો કલર ફળશે?

    કાર્તિક પૂર્ણિમાને ધાર્મિક વિધિઓ કરવા માટે શુભ માનવામાં આવે છે. જેથી આ દિવસે ઘણા ધાર્મિક અનુષ્ઠાન અને તહેવારોનું સમાપન થાય છે. આ દિવસે કરવામાં આવતી વિધિથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આ દિવસે ઘીનું દાન કરવાથી ધનમાં વધારો થાય અને ગ્રહયોગના દુ:ખમાંથી મુક્તિ મળે તેવી માન્યતા છે.

    આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

    કાર્તિક પૂર્ણિમાની પૂજા વિધિ આવી છે

    પૂર્ણિમાના દિવસે કાર્તિકે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. શક્ય હોય તો નદીમાં સ્નાન કરી ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. ત્યારબાદ લક્ષ્મી નારાયણના દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તેમની પૂજા કરો. આ દિવસે સત્યનારાયણની કથા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો પ્રસાદ ધરવો જોઈએ અને સાંજે લક્ષ્મી અને નારાયણની આરતી કરીને તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે દાન કરવાનું મહત્વ છે.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ફરી hit and run!બેસતા વર્ષે જ બાઈક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત, ખુશી માતમમાં ફેરવાઈ

    કાર્તિક પૂર્ણિમાના દિવસે જ માતા તુલસી પૃથ્વી પર આવ્યા હોવાની માન્યતા છે. તેથી જ આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણ લગાવવા જોઈએ. આ દિવસે શિવલિંગ પર ગંગાજળમાં મધ અને કાચું દૂધ ઉમેરીને ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ દિવસે તુલસી, જળ, મુખ્ય દરવાજે અને પૂજા ઘરમાં દીવો પ્રગટાવવાથી પિતૃ પણ પ્રસન્ન થતા હોવાની માન્યતા છે.

    (Disclaimer: આ લેખમાં માહિતી અને સુચનો સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
    Published by:ankit patel
    First published: