Home /News /dharm-bhakti /કપૂરના ઉપાયઃ પિતૃદોષ, કાલસર્પ અને વાસ્તુ દોષ થાય છે દૂર, જાણો તેના અન્ય ફાયદા

કપૂરના ઉપાયઃ પિતૃદોષ, કાલસર્પ અને વાસ્તુ દોષ થાય છે દૂર, જાણો તેના અન્ય ફાયદા

કપૂરના ચમત્કારી ફાયદા

Kapur Upay: કપૂરથી જોડાયેલા કેટલાક ઉપાય એવા છે, જેને કરવાથી ગ્રહ દોષ, વાસ્તુ દોષ દૂર થાય છે. પુરીના જયોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ કપૂરના ઉપાયો વિશે, જેને કરવાથી ઘણો લાભ મળી શકે તેમ છે.

    Kapur Na Upay: પૂજા-પાઠમાં કપૂરનો (Camphor) ઉપયોગ કરવામાં આવે છે. કપૂરથી આરતી કરવામાં આવે છે અને હવનમાં પણ તેનો ઉપયોગ થાય છે. જે પ્રકારે તેના કેટલાક ઔષધીય ગુણો છે, તે જ રીતે તેનું ધાર્મિક મહત્વ પણ છે. કપૂરથી જોડાયેલા કેટલાક ઉપાય એવા છે, જેને કરવાથી ગ્રહ દોષ, વાસ્તુ દોષ દૂર થાય છે. પુરીના જયોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ કપૂરના ઉપાયો વિશે, જેને કરવાથી ઘણો લાભ મળી શકે તેમ છે.

    કપૂરના ઉપાય (Camphor Tips)

    1. જો તમે પોતાના ઘરમાં સવારે અને સાંજે કપૂર સળગાવો, તો તેનાથી વાતાવરણ શુદ્ધ રહે છે, સકારાત્મકતાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે.

    2. જો તમારા ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ છે, તો તેને દૂર કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે એક કટોરીમાં કપૂરના થોડા ટુકડા લઈને તેને એ સ્થાન પર મૂકી દો. જ્યારે થોડા દિવસમાં તે કપૂર ખતમ થઈ જાય, તો ત્યાં કપૂરના નવા ટુકડા રાખી દો. આમ કરવાથી વાસ્તુ દોષ ધીમે-ધીમે દૂર થવા લાગશે.

    આ પણ વાંચો: વૈશાખ 2022: આ માસમાં છે લગ્નના 15 મુહૂર્ત, જાણો ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈના શુભ સમય

    3. તમે ઘણી વાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે તેમને પિતૃ દોષ કે કાલસર્પ દોષ છે, જેને લીધે તેમની પ્રગતિ નથી થઈ રહી. કાલસર્પ દોષ રાહુ અને કેતુ ગ્રહને કારણે થાય છે. આ દોષોથી મુક્તિ માટે તમે ઘરમાં ત્રણેય સમય સવારે, સાંજે અને રાત્રે કપૂર સળગાવો.

    4. શનિવારના દિવસે નહાવાના પાણીમાં કપૂરનું તેલ અને ચમેલીના તેલના થોડા ટીપા નાખી દો. તેનાથી સ્નાન કરવાથી શનિ દોષ દૂર થશે. રાહુ-કેતુ પણ પરેશાન નહીં કરે.

    આ પણ વાંચો: અખાત્રીજે શા માટે ખરીદવામાં આવે છે સોનું-ચાંદી? અહીં જાણો ખરીદીનું શુભ મુહૂર્ત

    5. ધાર્મિક માન્યતા છે કે દામ્પત્ય જીવનમાં જીવનસાથી સાથે તાલમેલ યોગ્ય ન હોય, તો તમારા બેડરૂમમાં કપૂર રાખો અને તેને થોડા દિવસો બાદ બદલતા રહો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે મનમેળ વધવા લાગે છે.

    6. જો તમને ઊંઘમાં ખરાબ સપનાં આવતા હોય કે તમે ડરી જતા હો, તો તમારે બેડરૂમમાં કપૂર સળગાવવું જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Camphor, Dharm Bhakti, Vastu dosh, ધર્મભક્તિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन