આજથી કમુરતાનો પ્રારંભ, 14 જાન્યુઆરી સુધી નહીં થાય કોઇ શુભ કામ

News18 Gujarati
Updated: December 16, 2019, 3:13 PM IST
આજથી કમુરતાનો પ્રારંભ, 14 જાન્યુઆરી સુધી નહીં થાય કોઇ શુભ કામ
ગુરુની રાશિ ધનમાં સૂર્યનું પરિભ્રમણ આધ્યાત્મિક કાર્યો માટે સારુ માનવામાં આવે છે પણ લગ્ન જેવાં શુભ કામ માટે તે યોગ્ય માનવામાં આવતું નથી.

ગુરુની રાશિ ધનમાં સૂર્યનું પરિભ્રમણ આધ્યાત્મિક કાર્યો માટે સારુ માનવામાં આવે છે પણ લગ્ન જેવાં શુભ કામ માટે તે યોગ્ય માનવામાં આવતું નથી.

  • Share this:
ધર્મ ડેસ્ક: આજે 16 ડિસેમ્બર 3.31 વાગ્યાથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યોછે. આ સાતે જ કમુરતા તેમજ ધનારકનો પ્રારંભ થઇ રહ્યો છે. આ કમુરતા 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ પરિભ્રમણ દરમિયાન તમામ શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે. કારણ કે, સૂર્યનાં ગુરુની રાશિમાં પ્રવેશથી નૈસર્ગિક રીતે સૂર્યનું બળ ઘટે છે. માટે કોઇપણ શુભ કાર્ય કરવા માટે યોગ્ય નથી. કારણ કે સૂર્ય ધન રાશિમાં પશ્ચિમ દિશામાં ભ્રમણ કરશે.

આ પણ વાંચો- 26 ડિસેમ્બરે લાગશે સૂર્ય ગ્રહણ, આ 8 રાશિઓ માટે છે અશુભ

ધન રાશિમાં સૂર્ય અને શનિનો અક્ષ યોગ બને છે. જેને કાણે કોઇ જ શુભ કાર્ય કરવામાં આવતા નથી. આ સમયમાં ધાર્મિક કાર્ય કરવાને વધુ મહત્વ આપવામાં આવે છે. જેમ કે જપ-તપ હવન શાંતિહોમનાં કાર્ય આ સમયમાં ખાસ કરવામાં આવે છે. પિતૃકાર્ય, લઘુરુદ્ર, અનુષ્ઠાન, ભાગવદ કથા જેવાં કાર્ય આ સમયમાં ખાસ કરવામાં આવે છે.

જ્યારે આ સમયમાં લગ્ન, ઘર ખરીદી, ઘરનું વાસ્તુ, વેવિશાળ, સોના-ચાંદીની ખરીદી, જમીન-મકાનની ખરીદી જેવાં કામ આ સમય દરમિયાન ટાળવામાં આવે છે.

આ પણ વાંચો-કુંડળીમાં આ ચાર ગ્રહ હોય નબળા તો પ્રેમ વિવાહ થાય છે નિષ્ફળ

જ્યોતિષ શાસ્ત્રીઅનુસાર, 14 જાન્યુઆરી રાત્રે 2.01 વાગ્યે કમુરતા પૂર્ણ થશે. અને તે બાદ આપ કોઇપણ શુભ કાર્ય કરી શકો છો.વર્ષ 2020 માટે લગ્નનાં શુભ મુહૂર્ત
-જાન્યુઆરી- 15,16,18,20,29,3,31
-ફેબ્રુઆરી- 1,4,9,11,12,13,14,16,25,26,27
-માર્ચ- 10,11,12
-એપ્રિલ-16,25,26
-મે- 1,2,5,6,8,14,15,17,18,19,24
-જૂન- 13,14,15,25,26,28,29,30
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर