Home /News /dharm-bhakti /

Dharm: આવતીકાલથી એક મહિના માટે શરૂ થશે કમુરતા, નહીં થઇ શકે કોઇ માંગલિક કાર્યો

Dharm: આવતીકાલથી એક મહિના માટે શરૂ થશે કમુરતા, નહીં થઇ શકે કોઇ માંગલિક કાર્યો

આવતીકાલથી કમુરતા શરૂ

Astrology: કમુરતામાં લગ્ન, સગાઇ, મુંડન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો ન કરવા જોઇએ. ખરમાસનો સમય અશુભ મનાતો હોવાથી તમારે આ દિવસમાં નવો વ્યવસાય કે નોકરી શરૂ ન કરવો જોઇએ.

    16 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી કમુરતા (Karmas) શરૂ થઇ રહ્યા છે. આ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ જેવા કોઇ પણ માંગલિક કાર્યો કરી શકાતા નથી. આ દિવસે સૂર્ય ધન રાશિ (Dhanu Sankranti)માં પ્રવેશ કરતા જ આ મહિનો શરૂ થશે અને આવતા મહિને 14 જાન્યુઆરી સુધી કમુરતા રહેશે. આ દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, જેને મકર સંક્રાંતિ (Makar Sankranti) કહેવામાં આવે છે. ખરમાસ દરમિયાન કોઇ પણ શુભ કાર્યો થઇ શકતા નથી તેથી તેને મલમાસ (Malmas) પણ કહે છે. આ મહિનામાં બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ ઓછો થઇ જાય છે અને સૂર્યની ચાલ પણ ધીમી થઈ જાય છે. તેથી માંગલિક કાર્યો થઇ શકતા નથી. આ મહિના દરમિયાન તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

    કમુરતામાં લગ્ન, સગાઇ, મુંડન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો ન કરવા જોઇએ.
    ખરમાસનો સમય અશુભ મનાતો હોવાથી તમારે આ દિવસમાં નવો વ્યવસાય કે બિઝનેસ શરૂ ન કરવો જોઇએ.

    કમુર્તા દરમિયાન વહુ કે દિકરીની વિદાય કરવી જોઇએ નહીં.
    કમુર્તા દરમિયાન નિઃસ્વાર્થ ભાવે કરાયેલા દાનનું ખૂબ મહત્વ છે. આ મહિનામાં જ્યારે તમે કોઇ પણ અપેક્ષા વગર દાન કરો છો તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી લોકોની મદદ કરવી જોઇએ.
    કમુરતામાં સંધ્યા દિપક પ્રગટાવો અને તુલસીની પૂજા કરો. આમ કરવાથી તમારી સમસ્યાઓનું સમાધાન મળી શકશે.
    સૂર્યનો પ્રભાવ ખરમાસ દરમિયાન ઓછો થઇ જાય છે અને ચાલ પણ ધીમી રહે છે. તેવામાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઇએ અને તેમના મંત્રોનો જાપ કરવો જોઇએ. તેમની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મળશે.
    કમુરતા દરમિયાન બૃહસ્પતિ ગ્રહનો પ્રભાવ પણ ઓછો થઇ જાય છે. તેથી તમારે દેવ ગુરૂ બૃહસ્પતિની પુજા કરવી જોઇએ. જેથી તમારા કુંડળી દોષ દૂર થશે અથવા ગુરૂની ખરાબ સ્થિતિમાં સુધાર આવશે.
    ખરમાસ દરમિયાન તમે ભગવા વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પુજા કરી શકો છો. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી લાભ થશે.
    First published:

    Tags: Kamurta, Kharmas 2021, Religion, Spirituality

    આગામી સમાચાર