આજથી કમુરતા શરૂ, 14 જાન્યુઆરી સુધી લગ્ન જેવા શુભ પ્રસંગો બંધ

૧૬મી ડિસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થશે. જેના પગલે આ દિવસથી લગ્ન સહિ‌તના તમામ શુભ કાર્યો વર્જીત થઈ જશે.

News18 Gujarati
Updated: December 16, 2018, 11:57 AM IST
આજથી કમુરતા શરૂ, 14 જાન્યુઆરી સુધી લગ્ન જેવા શુભ પ્રસંગો બંધ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 16, 2018, 11:57 AM IST
૧૬મી ડિસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થશે. જેના પગલે આ દિવસથી લગ્ન સહિ‌તના તમામ શુભ કાર્યો વર્જીત થઈ જશે. જે ૧૪મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. સૂર્ય આજથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને જેની સાથે ધનર્માસનો પ્રારંભ થઇ જશે. 14 જાન્યુઆરીએ ધનુર્માસની સમાપ્તિ થશે અને ત્યાં સુધી લગ્ન, વાસ્તુ વગેરે જવા શુભ કાર્યો નહીં કરી શકાય. શાસ્ત્રોમાં ધનુર્માસ ધર્મથી ધબકતો કહેવામાં આવ્યો છે અને આ દરમિયાન ભજન-કિર્તન તેમજ દાન કરવાનો મહિમા છે.

ધર્મના જાણકારોના જણાવ્યા પ્રમાણે ધનુર્માસ દરમિયાન જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું. ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચાંદ્રમાસ માર્ગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થતી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે, તેમાં ધનુર્માસમાં સુર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેના કારણે ધનુર્માસનું શાસ્ત્રોમાં ખુબ જ વર્ણન છે. ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન પૂજન કીર્તન કરવામાં આવે છે. જેથી મંદિરો ભક્તિભાવથી ગૂંજી ઉઠે છે.

આ પણ વાંચોઃ-પ્રમુખ સ્વામીની 98મી જયંતિ મહોત્સવનું જાજરમાન સમાપન, 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યા

એક ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા લેખમાં ધનુર્માસ અંગે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સદાસજીએ જણાવ્યું હતું કે, ધનુર્માસમાં લગ્ન, મકાન-ઓફિસના ઉદ્ઘાટન, શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો કરાતા નથી. તેની પાછળનું કારણ એવું છે કે, પૂર્વ દિશા સૂર્યની છે, પશ્વિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્વિમ દિશામાં આવેલી છે અને ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કારણે અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતાં નથી.
First published: December 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...