દેશનાં આ મંદિરમાં માતાજીનાં યોનીની પૂજા થાય છે, ત્રણ દિવસ વહે છે માસિક સ્ત્રાવ

News18 Gujarati
Updated: January 8, 2020, 3:04 PM IST
દેશનાં આ મંદિરમાં માતાજીનાં યોનીની પૂજા થાય છે, ત્રણ દિવસ વહે છે માસિક સ્ત્રાવ
માન્યતા એવી છે કે માતાજીના ગૃહ્ય સ્થાનમાંથી માસિકસ્રાવ વહે છે.

માન્યતા એવી છે કે, તે દરમિયાન માતાજીના ગૃહ્ય સ્થાનમાંથી માસિકસ્રાવ વહે છે.

  • Share this:
ધર્મડેસ્ક : હિંદુ ધર્મ પ્રમાણે 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે કામાખ્યા મંદિર. આ મંદિરની ગણના મુખ્ય શક્તિપીઠમાં થાય છે. આસામનાં ગુવાહાટીથી 7 કિમી દૂર નીલાચલની પહાડી પર આ મંદિર આવેલું છે. તેની સાથે સાથે 10 મહાવિદ્યાને સમર્પિત 10 અલગ અલગ મંદિર છે. નીલપર્વત પર આ મંદિર છે. આ મંદિર પાછળ એક દંતકથા છે કે, ભગવાન શંકર સતીનાં મૃતદેહને ખભા પર લઈ સચરાચરમાં પ્રચંડવેગે ફરતા હતા ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રથી સતીનો ગૃહૃભાગ કપાઈને અહીં પડ્યો હતો.

એક એવી પણ વાત છે કે રાક્ષસરાજ નરકાસુરને કામાક્ષીદેવી સાથે લગ્ન કરવાં હતાં. માતાજીએ શરત મૂકી કે જો તે તેના માટે એક રાતમાં મંદિર બનાવી દે તો તે તેની સાથે લગ્ન કરશે. રાક્ષસે આ શરત સ્વીકારી. એક રાતમાં તે મંદિર પૂરું કરે તેમ હતો. તેથી દેવીએ એક કૂકડો મોકલ્યો. તેણે બાંગ પોકારી રાક્ષસને લાગ્યું કે સવાર પડી તેમ સમજીને તેણે મારી લીધું કે તે શરત હારી ગયો. તે પછી તેણે ખબર પડતાં તેણે કૂકડાને મારી નાખ્યો.

આ મંદિરમાં કોઇ મૂર્તિ નથી

આ મંદિર ત્રણ દિવસ બંધ રહે છે. માન્યતા એવી છે કે, તે દરમિયાન માતાજીના ગૃહ્ય સ્થાનમાંથી માસિકસ્રાવ વહે છે. ચોથે દિવસે મંદિર ખૂલે ત્યારે પ્રસાદ તરીકે કાપડના ટૂકડા અપાય છે. જે ખૂબ પવિત્ર મનાય છે. આ મંદિર ગૌહત્તી બ્રહ્મપુત્રા નદીને કાંઠે છે. આ મંદિરમાં દેવી શક્તિની કોઇ મૂર્તિ નથી. જ્યારે તમે આ મંદિરમાં પ્રવેશ કરશો તો અહીં તમને દેવીના મંદિરની અંદર યોનિ જેવી સંરચના જોવા મળશે. આ સંરચનાને દેવી શક્તિની યોનિના સ્વરૂપમાં પૂજવામાં આવે છે.

ક્યારે બન્યું હતું મંદિર?

કામાક્ષીદેવીનું મંદિર કૂચબિહારનાં રાજા વિશ્વસિંહે તથા શિવસિંહે દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પહેલાં અહીં જે મંદિર હતું તે કાલા પહાડે ઈસ 1564માં તોડી નાખ્યું હતું. તેનું પહેલા નામ આનંદાખ્ય હતું. જે વર્તમાન મંદિર પાસે છે. દેવી ભાગવતના સાતમા સ્કંધમાં, 38માં અધ્યાયમાં કામાક્ષીદેવીનું અનેરું માહાત્મ્ય છે. સમસ્ત ભૂમંડળમાં આ પીઠનું ખૂબ માહાત્મ્ય છે. આ પીઠસ્થાનનાં દર્શન, ભજન, પૂજા પાઠ કરવાથી જીવન નિર્વિઘ્ન બને છે. આસો તથા ચૈત્રી નવરાત્રિમાં અહીં મોટા મેળા ભરાય છે. આ મંદિરમાં તમને મુખ્ય દેવી કામાખ્યા સિવાય દેવી કાલીના અન્ય 10 સ્વરૂપ જેમ કે, ઘૂમાવતી, મતંગી, બગોલા, તારા, કમલા, ભૈરવી, ચિનમાસા, ભુવનેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ જોવા મળશે.
First published: January 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading