Home /News /dharm-bhakti /Kamada Ekadashi 2023: આજે કામદા એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને વ્રત વિધિ

Kamada Ekadashi 2023: આજે કામદા એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને વ્રત વિધિ

કામદા એકાદશી 2023

Kamada Ekadashi 2023: હિન્દુ ધર્મમાં એકાદશીને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ વિષ્ણુને સમર્પિત છે. રામનવમી પછી આવનારી એકાદશી દુઃખ અને ગરીબી દૂર કરે છે. ત્યારે આજે 1 એપ્રિલના રોજ કામદા એકાદશી છે. ચાલો જાણીએ કામદા એકદાશીનું મહત્વ અને પૂજા મુહૂર્ત

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે. એકાદશીને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાનની આરાધના અને વ્રત કરે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર મહિને બે વખત એકાદશમી આવે છે. જે પૈકીની એક એકાદશી શુક્લપક્ષ અને બીજી એકાદશી કૃષ્ણ પક્ષમાં હોય છે.

રામનવમી પછી આવનારી એકાદશી દુઃખ અને ગરીબી દૂર કરે છે. તે શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ કરે છે આ એકાદશી પર વ્રત રહેવાથી જાણ્યે અજાણ્યે થયેલા પાપ ધોવાઈ જાય છે. ત્યારે આજે તા.1 એપ્રિલના રોજ કામદા એકાદશી છે.

કામદા એકાદશીના શુભ મુહૂર્ત

આ વર્ષે કામદા એકાદશી 1 અને 2 એપ્રિલે ઉજવવામાં આવશે. કામદા એકાદશીના શુભ મુહૂર્ત આ પ્રમાણે છે.

એકાદશી તિથિ શરૂ: 1 એપ્રિલને શનિવારે 1:58 am

એકાદશી તિથિ સમાપ્ત: 2 એપ્રિલને રવિવારે 4:19 વાગ્યે

પારણાનો સમય: 2 એપ્રિલને રવિવારે બપોરે 1:40 થી 4:10 વાગ્યા સુધી

02 એપ્રિલના રોજ ઉપવાસ કરનાર લોકો 03 એપ્રિલ 2023 ના રોજ સવારે 06:09 વાગ્યા પછી કોઈપણ સમયે ઉપવાસ પૂર્ણ કરી શકે છે

કામદા એકાદશીનું મહત્વ

કામદા શબ્દ ઇચ્છાઓની પૂર્તિ સૂચવે છે અને આમ કામદા એકાદશીને તમામ સાંસારિક ઇચ્છાઓને પૂર્ણ કરતું અનુષ્ઠાન માનવામાં આવે છે. કામદા એકાદશીના મહત્વનો ઉલ્લેખ ઘણા હિન્દુ શાસ્ત્રો અને પુરાણો જેવા કે 'વરાહ પુરાણ' માં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાભારત દરમિયાન શ્રીકૃષ્ણે રાજા યુધિષ્ઠિરને કામદા એકાદશીના મહત્વ અને લાભ વિશે જણાવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત વ્યક્તિને તેના ગુણોને ફરીથી મેળવવામાં અને સુધારવામાં મદદ કરે છે. તદુપરાંત, તે ભક્તો અને તેમના પરિવારોને તમામ શાપથી બચાવે છે. આ દિવસે વ્રત રાખવાથી બ્રહ્મ હત્યા સહિત તમામ પાપ માફ થઈ શકે છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોવાનું પણ માનવામાં આવે છે. આ વ્રત ભક્તને મોક્ષ પ્રાપ્ત કરવામાં અને ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠ ધામ સુધી પહોંચવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: વાસ્તુ દોષ હોય કે યમનો ભય, કરો ગાય માતાના આ ઉપાય, થશે મોટા લાભ

કામદા એકાદશીના વ્રતની પદ્ધતિ

એકાદશીના દિવસે સાધકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરે કરી શ્રી વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરવી જોઈએ. આ પછી એકાદશી વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરો. તેમને ચંદન, ફૂલ, ફળ અને અગરબત્તી તેમને અર્પણ કરવા જોઈએ.

આ દિવસે સમયે સમયે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. ચૈત્ર શુક્લ પક્ષની દશમીથી કામદા એકાદશીનું વ્રત શરૂ થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પહેલા માત્ર એક જ ભોજન કરવું જોઈએ.

આ પણ વાંચો: વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર, આ પાછળ છુપાયેલું છે વૈજ્ઞાનિક કારણ



આ વ્રત એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય એટલે કે દ્વાદશી સુધી 24 કલાક સુધી ચાલે છે. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન અને થોડી દક્ષિણા આપ્યા પછી વ્રત પૂર્ણ કરો. શ્રી વિષ્ણુના વૈદિક મંત્રોના જાપ કરો અને ભજનો ગાવ. વિષ્ણુ સહસ્ત્રનામા જેવા ધાર્મિક ગ્રંથો વાંચો અને કામદા એકાદશી વ્રત કથા સાંભળો.
First published:

Tags: Dharm Bhakti, Ekadashi, Lord Vishnu