Home /News /dharm-bhakti /Kalsarpa Dosh: જીવનને ખુબ પ્રભાવિત કરે છે કાલસર્પ દોષ, આ સંકેતોથી ઓળખો અને કરી લો ઉપાય

Kalsarpa Dosh: જીવનને ખુબ પ્રભાવિત કરે છે કાલસર્પ દોષ, આ સંકેતોથી ઓળખો અને કરી લો ઉપાય

કાલસર્પ દોષના ઉપાય

Kalsarpa Dosh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ સામસામે હોય છે, તો તેની સાથે, જો રાહુ કેતુની એક તરફ અન્ય 7 ગ્રહો હોય અને બીજી બાજુ કોઈ અન્ય ગ્રહ ન હોય તો. આવી સ્થિતિમાં કાલસર્પ યોગ રચાય છે. આને કુંડળીમાં કાલસર્પ દોષ પણ કહેવાય છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં જન્મ લેવા વાળા વ્યક્તિ જન્મ લેતા જ પોતાની કુંડળીમાં ઘણા બધા યોગ લઇને આવે છે. એમાંથી લેટલાંક યોગ ઘણા સારા હોય છે, જે એ વ્યક્તિના જીવનને બદલી નાખે છે અને કેટલાક યોગ કુંડળીમાં બને છે, જે જાતકોને મિશ્રિત ફળ આપે છે. એવી સ્થિતિમાં સુખ સુવિધાઓ હોવા છતાં પણ વ્યક્તિ વધુ સમય પરેશાન જ રહે છે. વ્યક્તિની કુંડળીમાં ઘણા પ્રકારના શાપિત યોગ પણ મળે છે. કાલસર્પ યોગ હિન્દી શાપિત યોગોમાંથી એક છે. જ્યોતિષશાસ્ત્ર મને છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલશર્પ દોષ છે તો વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો જીવનભર કરવો પડે છે. કલશર્પ યોગના વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

કાલ સર્પ દોષના લક્ષણો

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તો તેને વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કાલસર્પ દોષના કારણે શારીરિક અને આર્થિક રીતે સમસ્યાઓ આવે છે. કેટલાક લોકોને કાલસર્પ દોષના કારણે સંતાન સંબંધિત સમસ્યાઓ પણ સહન કરવી પડે છે. કાં તો તે વ્યક્તિ નિઃસંતાન રહે છે અથવા બાળક બીમાર રહે છે. કાલસર્પ દોષના કારણે વ્યક્તિની નોકરી પણ વારંવાર જતી રહે છે અને તેને ઘણી વખત લોન લેવી પડી શકે છે. કાલસર્પ દોષના કિસ્સામાં, વિદ્વાન જ્યોતિષની સલાહથી તેનું નિવારણ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: રાહુ કેતુની ઉલ્ટી ચાલ આ વર્ષે વધારશે 4 રાશિઓની મુશ્કેલી, સાવધાન રહેવાની જરૂરત

કાલસર્પ દોષ નિવારણ

હિંદુ ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં કાલસર્પ દોષને દૂર કરવાના ઘણા સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય તો મોરપીંછનો મુગટ પહેરો, ઘરમાં ભગવાન કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરો અને તેમની રોજ પૂજા કરો, "ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ" અથવા "ઓમ નમો વાસુદેવાય કૃષ્ણાય નમઃ શિવાય" મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે આ મંત્રોના નિયમિત જાપ કરવાથી કાલસર્પ દોષ શાંત થાય છે.

આ પણ વાંચો:  અહીં બે બહેનોના રૂપમાં વિરાજે છે મા દુર્ગા, ભક્તો ખવડાવે છે પાનનું બીડું



નોકરીમાં આવતા અવરોધો દૂર કરવા માટે

કાલસર્પ દોષના કારણે જો તમને અથવા કોઈ વ્યક્તિને નોકરીમાં મુશ્કેલી આવી રહી હોય તો પલાશના ફૂલને ગૌમૂત્રમાં ડુબાડીને તેને બારીક પીસીને પાવડર બનાવી લો અને તેને ચંદનના પાવડરમાં ભેળવીને શિવલિંગ પર ત્રિપુંડનો આકાર બનાવો. 21 દિવસ સુધી આમ કરવાથી કાલસર્પ દોષ શાંત થશે અને નોકરીની સમસ્યા જલ્દી દૂર થશે.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો