kali chaudas: સામાન્ય લોકો પણ આ રાત્રિએ હનુમાનજી(Hanumanji)ની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્ર્નોને હલ કરી શકે છે. તેમજ સંકટ અને બાધાઓથી મૂકિત મેળવી શકે છે. આ દિવસે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને (Yamraja) દીવો કરવામાં આવે છે. આ દિવસને નાની દિવાળી પણ કહેવાય છે આ દિવસે સ્નાન કરી શુધ્ધ વસ્ત્ર ધારણ કરી, તિલક કરી પછી દક્ષિણ દિશામાં મુખ રાખી યમરાજને પ્રાર્થના કરવામાં આવે છે. ઘરના દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઈ ઘરમાં, ગૌશાળામાં, બગીચામાં, તુલસીના છોડ પાસે કરવાથી સકારાત્મકતા મળે છે અને પાપોનો નાશ થાય છે.
કાળી ચૌદસની ધાર્મિક વિધિઓમાં અંધકારની દેવી અને વીર વેતાળની પૂજા અર્ચના કરવા માટે મધ્યરાત્રિ દરમિયાન સ્મશાન ગૃહની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે, જ્યારે ચતુર્દશી મધ્યરાત્રિ દરમિયાન પ્રવર્તે છે, ત્યારે કાળી ચૌદસનો દિવસ નક્કી કરવામાં આવે છે.
કાળી ચૌદસની પૂજાના ફાયદા
આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે. કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે. કાળી ચૌદસની પૂજા રાત્રે 11.50 વાગ્યે શરૂ થાય છે અને 12.30 વાગ્યા સુધી ચાલે છે. આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઇએ. આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઇએ.
આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે. આજે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકળાટ કાઢવા જૂના ઝાડૂ-જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવા ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આજે લોકો વડા, પૂરી, સૂરણ તળીને વેફર્સ બનાવશે તેને મધ્યાહન અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવદેવના મંદિરમાં મૂકશે પરિવારના બધાનું રક્ષણ થાય તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર