Home /News /dharm-bhakti /Kalashtami 2022 Date: ક્યારે છે કાલાષ્ટમી? ભૈરવ બાબાની કૃપા પ્રાપ્ત કરવા આ રીતે કરો પૂજા

Kalashtami 2022 Date: ક્યારે છે કાલાષ્ટમી? ભૈરવ બાબાની કૃપા પ્રાપ્ત કરવા આ રીતે કરો પૂજા

મહાકાલ ભૈરવ અષ્ટમી

Kalashtami 2022 Date and Time: શુક્રવાર, 16 ડિસેમ્બર 2022ના રોજ પોષ મહિનાની કાલાષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે કાલ ભૈરવની પૂજા સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. કાલાષ્ટમીની રાત્રે પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે પણ કાલાષ્ટમીની પૂજા કરે છે તેમને ભૈરવ બાબાની કૃપા પ્રાપ્ત થાય છે.

વધુ જુઓ ...
Kalashtami 2022: કાલાષ્ટમીના દિવસે ભગવાન શિવના કાળ ભૈરવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આગામી 16 ડિસેમ્બરને શુક્રવારે કાલાષ્ટમી છે. આ દિવસે ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવની પૂજા તો થાય જ છે, સાથે દેશના કેટલાક ભાગમાં દુર્ગા માતાની પણ પૂજા કરવામાં આવતી હોય છે. ઘણા લોકો આ પવિત્ર દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કાલાષ્ટમીને કાળ ભૈરવ જયંતી કે ભૈરવ જયંતી પણ કહેવામાં આવે છે.

કાલાષ્ટમીના શુભ મુહૂર્ત

હિન્દુ પંચાગ અનુસાર, પોષ મહિનાની કાલાષ્ટમી કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવશે. કાલાષ્ટમી 16 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 01:39 વાગ્યે શરૂ થશે અને 17 ડિસેમ્બરે સવારે 03:02 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિના જણાવ્યા અનુસાર, કાલાષ્ટમી 16 ડિસેમ્બરે જ ઉજવવામાં આવશે.

કાલાષ્ટમીની પૂજા વિધિ 

આ દિવસે સૌથી પહેલા સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ભૈરવ દેવની પૂજા કરો. કાલાષ્ટમીના દિવસે ભૈરવ દેવની સાથે કાળા કુતરાઓની પણ પૂજા કરવામાં આવે છે. પૂજા પછી કાલ ભૈરવની કથા સાંભળવાથી પણ ફાયદો થાય છે. આ દિવસે કાલ ભૈરવના "ऊं काल भैरवाय नमः" મંત્રનો જાપ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવાથી પુણ્ય મળે છે. કાલાષ્ટમીના દિવસે મંદિરમાં જઈને કાળભૈરવની સામે તેલનો દીવો પ્રગટાવો જોઈએ.

આ પણ વાંચો: Puja: પૂજા દરમિયાન શા માટે વગાડવામાં આવે છે ઘંટડી? જાણો એની સાથે જોડાયેલા નિયમ

કાલાષ્ટમીના દિવસે આવું ભૂલથી પણ ન કરો

- કાલ ભૈરવ જયંતિ અથવા કલાષ્ટમીના દિવસે શક્ય તેટલું જૂઠું બોલવાનું ટાળો.
- આ દિવસે ખોટું બોલવાથી ભારે નુકસાન થઈ શકે છે.
- કોઈને પણ નુકસાન પહોંચાડવાના હેતુથી કાળ ભૈરવની પૂજા ક્યારેય ન કરો.
- તમારા માતાપિતા અને ગુરુઓનું અપમાન ન કરો.
- કાલ ભૈરવની પૂજા ક્યારેય એકલા ન કરવી જોઈએ, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીને પૂજામાં સામેલ કરવા જોઈએ.
- ગૃહસ્થોએ ભગવાન ભૈરવની તામસીક પૂજા ન કરવી જોઈએ.
- કૂતરાઓને મારશો નહીં, તેમને શક્ય તેટલું ખવડાવો.

આ પણ વાંચો: Shiv Puja: શિવલિંગ પર કંકુ સહિતની આ વસ્તુઓ ન ચઢાવો, પૂજા કરવાથી થશે નુકસાન



કાલાષ્ટમીનું મહત્વ

કાલ-ભૈરવ ભગવાન શિવનું રૂપ છે. આ દિવસે કાળ ભૈરવની શ્રદ્ધાથી પૂજા કરનારને ભગવાન શિવ તેને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
Published by:Damini Patel
First published:

Tags: Dharm Bhakti, Lord shiva

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन