Home /News /dharm-bhakti /

Astrology: કાજલનો આ ઉપાય, મંગળ અને રાહુ-કેતુ ગ્રહો બનશે બળવાન, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

Astrology: કાજલનો આ ઉપાય, મંગળ અને રાહુ-કેતુ ગ્રહો બનશે બળવાન, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

મંગળ અને રાહુ-કેતુ ગ્રહો બનશે બળવાન (પ્રતિકાત્મક તસવીર)

Astrology: જ્યોતિષ શાસ્ત્ર (Jyotish shastra) અનુસાર કાજલ કે સુરમાનો ઉપયોગ શનિ રાહુ-કેતુ (Rahu ketu) જેવા ગ્રહોની આડઅસરોથી તમારું રક્ષણ કરવાની સાથે સાથે મંગળ ગ્રહને મજબૂત કરી શકે છે. કુંડળીમાં મંગળ મજબૂત હોય તો વ્યક્તિના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને તેનું જીવન મંગળ મંગળ રહે છે.

વધુ જુઓ ...
    Astrology Tips: મહિલાઓ સુંદર દેખાવા માટે આંખોમાં કાજલ (Kajal uses) લગાવે છે. તેમજ બાળકો (Kids)ને નજર ન લાગે તે માટે અને આંખોની બીમારીઓથી રક્ષણ માટે પણ કાજલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ કાજલનું ખૂબ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર (Jyotish shastra) અનુસાર કાજલ કે સુરમાનો ઉપયોગ શનિ રાહુ-કેતુ (Rahu ketu) જેવા ગ્રહોની આડઅસરોથી તમારું રક્ષણ કરવાની સાથે સાથે મંગળ ગ્રહને મજબૂત કરી શકે છે. કુંડળીમાં મંગળ મજબૂત હોય તો વ્યક્તિના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને તેનું જીવન મંગળ મંગળ રહે છે. તો આવો જાણીએ કે લાલ કિતાબ (Lal kitab) મુજબ કાજલનો ઉપયોગ જીવનમાં નકારાત્મકતા દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ લાવવા કઈ રીતે થઈ શકે તે અંગે જાણકારી મેળવીએ.

    1) મંગળને બળવાન કરવા

    કુંડળીમાં મંગળ દોષ હોય તેવા જાતકોની મંગળની સ્થિતિ સુધારવા માટે આ ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. આ માટે જાતકોએ ઓછામાં ઓછા 43 દિવસ સુધી આંખોમાં સફેદ સુરમા લગાવવો જોઈએ. પરંતુ જો તમે રોજ સુરમો ન લગાવી શકો તો મંગળ અને શનિવારના દિવસોમાં તે ખૂબ જ કારગર માનવામાં આવે છે. મંગળવાર અને શનિવારે જ્યારે તમે તમારી આંખોમાં સફેદ સુરમા લગાવશો તો ધીમે ધીમે તમને સકારાત્મક પરિણામ દેખાવા લાગશે

    2) સુખ- સમૃદ્ધિ મેળવવા

    જીવનમાં આવતી મુશ્કેલી દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાત્રે સૂતા પહેલા દર ગુરુવાર અને રવિવારે તમારી આંખોમાં ગુલરના ફૂલોથી બનેલા મસ્કરા લગાવો. આનાથી અટકેલા કામ થવા લાગશે તેવી માન્યતા છે.

    3. શનિની પનોતીની અસર ઘટાડવા માટે

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો પર શનિની સાડા સાતી ચાલી રહી હોય, તેમના જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે. આવા લોકો શારીરિક અને માનસિક રીતે પરેશાન હોય છે. તેથી શનિની સાડા સાતી પનોતીની અસરો દૂર કરવા માટે શીશીમાં કાળા રંગનો સુરમા લઈ તેને શનિવારે જાતકના માથાથી પગ સુધી 9 વખત ઉતારીને આ સુરમાની શીશીને નિર્જન સ્થળે જમીનમાં દાટી દેવો. ધ્યાન રાખો કે શીશી દાટયા પછી સીધા ઘરે પાછા ફરવું જોઈએ અને પાછળ ફરીને બિલકુલ જોશો નહીં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astrology, Rahu-Ketu

    આગામી સમાચાર