Home /News /dharm-bhakti /

Kaal Sarp Dosh: કાલસર્પ યોગની મહત્વની વાતો જાણો, નાગ પંચમીએ આવી રીતે મેળવો રાહત

Kaal Sarp Dosh: કાલસર્પ યોગની મહત્વની વાતો જાણો, નાગ પંચમીએ આવી રીતે મેળવો રાહત

કાળ સર્પ દોષ (Kaal Sarp Dosh)દૂર કરવા માટે નાગ પંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે

Kaal Sarp Dosh in Kundali : જો કોઈની કુંડળીમાં કાલ સર્પ યોગના કારણે દોષ ઉભો થાય તો તેનાથી બચવું જરૂરી છે, જયોતિષ અનુસાર રાહુના કારણે કાળ સર્પ યોગ બને છે

Kaal Sarp Dosh Nivaran on Nag Panchami: રાહુ અને કેતુ (Rahu and Ketu)ની વચ્ચે કુંડળીના ગ્રહો આવે ત્યારે કાલ સર્પ યોગ (Kaal sarp yog) રચાય છે. આમ તો કાલ સર્પ યોગને નુકસાનકારક ગણાય છે, પણ દરેક જાતકને આ લાગુ પડતું નથી.જો કોઈની કુંડળીમાં કાલ સર્પ યોગ (Kaal Sarp Dosh in Kundali)ના કારણે દોષ ઉભો થાય તો તેનાથી બચવું જરૂરી છે.

દોષથી બચવા માટે મહાકાલેશ્વર, ઉજ્જૈન અને નાસિકમાં ખાસ અનુષ્ઠાન કરવામાં આવે છે. આ સાથે કાળ સર્પ દોષ (Kaal Sarp Dosh)દૂર કરવા માટે નાગ પંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે 2 ઓગસ્ટ 2022ના રોજ નાગપંચમી (Naag panchami)ની ઉજવણી થઈ રહી છે અને શિવ યોગ (Shiv yog) પણ બની રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં કાલ સર્પ દોષના નિવારણથી વધુ સારા પરિણામો મળશે.

નાગ પંચમીના દિવસે કરેલી વિધિથી રાહત મળશે

જયોતિષ અનુસાર રાહુના કારણે કાળ સર્પ યોગ બને છે. ત્યારે આ દોષથી કેટલું નુકસાન થશે, તેનો આધાર કુંડળીની સ્થિતિ અને ગ્રહ નક્ષત્રો પર રહેલો છે. પરંતુ કેતુથી કાળ સર્પ યોગ રચાય ત્યારે તેનાથી નુકસાન થતું નથી. આ સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. કારણ કે રાહુને નાગની ફેણ અને કેતુને નાગની પૂંછડી માનવામાં આવે છે. રાહુના કારણે કાળ સર્પ દોષ બનતો હોય તો તજજ્ઞની સલાહથી પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત આજે નાગપંચમીના દિવસે કરેલી વિધિથી પણ બહોળી રાહત મળશે.

આ પણ વાંચો - આ વર્ષે નાગપંચમીના દિવસે સર્જાશે અનેક શુભ યોગ, જાણો ક્યા યોગમાં કરવી જોઇએ પૂજા

કાલ સર્પ દોષ નિવારવા આટલું કરો

- શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે જ કાલ સર્પ દોષની અસર પણ ખતમ થઈ જાય છે.

- નાગપંચમીના દિવસે કાલ સર્પ દોષની શાંતિ માટે પૂજા કરો અને મંત્ર જાપ કરો. તેનાથી દોષ દૂર થશે અથવા તેની અસર ઓછી થશે.

- નાગ પંચમીના દિવસે રુદ્રાભિષેક કરવાથી પણ રાહત મળી શકે છે.

- કાલ સર્પ દોષથી છૂટકારો મેળવવા માટે મદારીને પૈસા આપીને નાગ નાગણની જોડી ખરીદો અને સાપ વિશેષજ્ઞની મદદથી તેને જંગલમાં મુક્ત કરી દો. આનાથી પૂર્વ જન્મના ખરાબ કર્મોથી છુટકારો મળશે.

- નાગ પંચમીના દિવસે શિવલિંગ પર ચાંદીના નાગ-નાગણની જોડી ચઢાવો.

- નાગપંચમીના દિવસે કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે વહેતા પાણીમાં ચાંદીના નાગ-નાગણને પ્રવાહિત કરો.
First published:

Tags: Astro Tips, Astrolgoy, Religion, Religion News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन