Home /News /dharm-bhakti /Kaal Bhairav Jayanti 2022: કાલ ભૈરવ જયંતિ ક્યારે છે? કાલાષ્ટમી પર કરો આ ઉપાય, દુશ્મનો અને દુર્ભાગ્ય રહેશે દૂર

Kaal Bhairav Jayanti 2022: કાલ ભૈરવ જયંતિ ક્યારે છે? કાલાષ્ટમી પર કરો આ ઉપાય, દુશ્મનો અને દુર્ભાગ્ય રહેશે દૂર

કાળ ભૈરવ જયંતિ

Kaal Bhairav Jayanti 2022: આ વર્ષે 16 નવેમ્બર 2022, બુધવારે, કાલ ભૈરવ જયંતિ અથવા કાલાષ્ટમી ઉજવવામાં આવશે. કાલ ભૈરવ એ ભગવાન શિવનો એક અંશ છે.

    Kalashatmi 2022: કાલ ભૈરવ જયંતિ માગસર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. તેને કાલાષ્ટમી (Kalashatmi) પણ કહેવાય છે. આ વર્ષે 16 નવેમ્બર 2022, બુધવારે, કાલ ભૈરવ જયંતિ અથવા કાલાષ્ટમી ઉજવવામાં આવશે. કાલ ભૈરવ એ ભગવાન શિવનો એક અંશ છે. શિવજીએ કાલ ભૈરવને કાશીના કોટવાલ તરીકે નિયુક્ત કર્યા છે. કાલ ભૈરવની પૂજા વિના ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ સાથે કાલાષ્ટમીના દિવસે કાલ ભૈરવ સિવાય માં દુર્ગાની પણ પૂજા કરવી જોઈએ. ધર્મ ઉપરાંત જ્યોતિષ અને તંત્ર-મંત્રમાં કાલ ભૈરવ જયંતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી કાલ ભૈરવની પૂજા અને વિધિ આપણને અનેક પરેશાનીઓ અને દુર્ભાગ્યથી બચાવે છે.

    કાલ ભૈરવ જયંતિ 2022 ક્યારે છે?

    કાલ ભૈરવ જયંતિ 16 નવેમ્બર, 2022 ના રોજ ઉજવવામાં આવશે. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે કાલાષ્ટમી 16 નવેમ્બરના રોજ સવારે 05:49 કલાકે શરૂ થશે અને 17મી નવેમ્બરના રોજ સવારે 07:57 કલાકે સમાપ્ત થશે.

    કાલાષ્ટમી માટેના સચોટ ઉપાયો

    આ વિધિઓ કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે, દુર્ભાગ્ય દૂર થાય છે અને સુખ સંપતિ જળવાઈ રહે છે.

    - કાલાષ્ટમીના દિવસે ભગવાન કાલ ભૈરવને લીંબુની માળા અથવા 5 લીંબુ અર્પણ કરો. આમ કરવાથી કાલ ભૈરવ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જીવનમાં અપાર ધન, સફળતા અને કીર્તિ આવે છે.

    - કાલાષ્ટમીના દિવસે 1.25 ગ્રામ કાળા અડદ, 1.25 ગ્રામ કાળા તલ અને સવા 11 રૂપિયાને સવા મીટર કાળા કપડાની પોટલીમા બાંધીને ભગવાન ભૈરવને અર્પણ કરો. આમ કરવાથી કુંડળીના ઘણા દોષો દૂર થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ અને અવરોધો દૂર થાય છે.

    આ પણ વાંચો: Chanakya Niti: જેની પાસે દુનિયાની આ 3 કિંમતી વસ્તુઓ છે, ધરતી પર જ તેનું જીવન છે સ્વર્ગ

    -કાલાષ્ટમીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભૈરવ મંદિરમાં જઈને અબીર, ગુલાલ, ચોખા, ફૂલ અને સિંદૂર ચઢાવો. આમ કરવાથી કાલ ભૈરવ બાબા મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાથે જ દુશ્મનોનો પરાજય થાય છે.

    આ પણ વાંચો: કાળા જાદુના ચક્કરમાં ખાતું ધોળું થઇ ગયું, પતિને વશ કરવાની લ્હાયમાં ગુમાવ્યા રૂ. 59 લાખ

    -કાલાષ્ટમી પર કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવો, તેનાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થશે. જો કાળો કૂતરો ન મળે તો કોઈપણ કૂતરાને રોટલી ખવડાવો, તેનાથી શનિ અને કેતુ દોષ દૂર થાય છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन