Kaal Bhairav Jayanti 2020: કાળ ભૈરવ જયંતી વર્ષ 2020 7 ડિસેમ્બરે મનાવવામાં આવી રહી છે. ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. કાળ ભૈરવ જયંતીને કાલાષ્ટમી કહે છે. કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે. જેનાથી મંગળ, શનિ કે રાહુ-કેતુના ખરાબ પ્રભાવની મુક્તિ મળે છે. વ્યક્તિ ભયમુક્ત થાય છે. અને તેના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.
કાળ ભૈરવ વિષે કહેવાય છે કે તે ભગવાન શિવના ક્રોધથી જન્મ્યા છે. આવો જાણીએ ભગવાન કાળ ભૈરવથી જોડાયેલી કેટલીક ખાસ વાતો વિષે. કાળ ભૈરવ જયંતી નિમિત્તે આ કામ ન કરવા જોઇએ.
જે જાતક મંગળ, શનિ અને રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી પરેશાન છે તેમને કાળભૈરવની પૂજા કરવી જોઇએ. કાળ ભૈરવની આરાધના કરવાથી વ્યક્તિ મૃત્યુના ભય પર વિજય મેળવે છે. તેમને રાત્રિના દેવતા કહેવામાં આવે છે. આ માટે તેમની પૂજા રાતે કરવામાં આવે છે. મંગળવાર અને શનિવારે તેમની આરાધના કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. કાળ ભૈરવની ઉપાસના ચમેલીના ફૂલથી કરવામાં આવે છે.
અને તેમની આરાધના કરનાર ક્યારેય કૂતરાને મારતા નથી. કાળ ભૈરવ જયંતી પર તમે આ કામ કરી કરી શકો છો. આ દિવસે અન્ન ગ્રહણ ના કરો. અપશબ્દો અને ખોટું બોલવાથી બચો. મીઠાનો ઉપયોગ કરવાનું ટાળો. અને શક્ય હોય તો આ દિવસે માતા પાર્વતી અને પ્રભુ શિવશંકરની પૂજા ન કરો. આસપાસનું વાતાવરણ સાફ રાખો. ગુરુજનો અને માતા પિતા સાથે સારી રીતે વાત કરો.
Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતા પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા આ વિષયને સંબંધિત જાણકાર વ્યક્તનો સંપર્ક કરીને સલાહ સૂચન લો. સાભાર- AstroSage.com
Published by:Chaitali Shukla
First published:December 07, 2020, 10:29 am