Home /News /dharm-bhakti /Nimbu Ke Upay: કિસ્મત બદલી નાંખશે 2 રૂપિયાનું લીંબુ, મંદ પડેલા બિઝનેસથી લઇને અટવાયેલા કામમાં કારગર છે આ સરળ ઉપાય
Nimbu Ke Upay: કિસ્મત બદલી નાંખશે 2 રૂપિયાનું લીંબુ, મંદ પડેલા બિઝનેસથી લઇને અટવાયેલા કામમાં કારગર છે આ સરળ ઉપાય
લીંબુથી અનેક સમસ્યાઓના ઉપાય કરી શકાય છે
Nimbu Ke Upay: ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાતુ લીંબુ માનવ જીવન માટે કોઇ વરદાનથી ઓછુ નથી. કારણ કે તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા, ઘરની સફાઇ કરવા માટે અને ખૂબસૂરત ત્વચા મેળવવા માટે કરવામાં આવે છે. લીંબુના કેટલાંક ઉપાય પણ છે જે અનેક સમસ્યાઓમાં કારગર સિદ્ધ થઇ શકે છે.
Nimbu Ke Upay: જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવે છે જેની સામગ્રી આપણા રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. આ ઉપાયોથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. તેમાંથી જ એક છે લીંબુ. એક તરફ તો લીંબુ જ્યાં ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ત્યાં બીજી બાજુ તેનો ઉપયોગ ઘરની સફાઇ તથા બ્યૂટી રેમેડીઝમાં પણ કરવામાં આવે છે.
આ જ લીંબુ તમારા જીવનમાં આવી રહેલી અનેક સમસ્યાઓથી છૂટકારો પણ અપાવી શકે છે. જેના વિશે આપણને જણાવી રહ્યાં છે પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જ્યોતિષ, ચાલો જાણીએ....
જો ઘરને કોઇ વ્યક્તિની ખરાબ નજર લાગી ગઇ હોય તો તેના માટે એક લીંબુ પીડિત વ્યક્તિની ઉપરથી 7 વાર ઉતારીને તેના 4 ટુકડા કરી દો. તે બાદ તેને એક સુમસામ જગ્યાએ ફેંકી દો. તે બાદ પાછળ વળીને ન જુઓ.
મંદ પડેલા બિઝનેસને ધમધોકાર ચલાવવા
જો તમારા બિઝનેસમાં અડચણો આવતી હોય અને પૈસા નથી આવી રહ્યાં, તો તેના માટે 5 લીંબુ કાપીને તેની સાથે એક મુઠ્ઠી પીળી સરસવ અને એક મુઠ્ઠી કાળા મરી વ્યાપારિક પ્રતિષ્ઠાનમાં મુકી દો. બીજા દિવસે દુકાન ખોલ્યા બાદ આ તમામ સામગ્રીને લઇને કોઇ સુમસામ જગ્યાએ મુકી દો. તેનાથી લાભ થશે.
સતત વારંવાર કોઇ કામમાં અસફળતા મળી રહી છે તો રવિવારના દિવસે એક લીંબુ લો. તેમાં 4 લવિંગ દાટી દો અને 18 વાર 'ॐ શ્રી હનુમતે નમ:' મંત્રનો જાપ કરો. તે બાદ આ લીંબુ તમારા સાથે લઇ જાઓ. તમારા અટવાયેલા કામ જરૂર પૂરા થશે.
સૂતેલા ભાગ્યને જગાડવા માટે
જો તમે સખત મહેનત કરી રહ્યાં છો અને ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું તો એક લીંબુ તમારા માથા પરથી 7 વાર ઉતારી લો. હવે તેના બે ટુકડા કરી લો. બંને ટુકડાઓને વિપરિત દિશામાં એટલે કે જમણા હાથમાં રહેલુ લીંબુ ડાબી બાજુ અને ડાબા હાથમાં રહેલુ લીંબુ જમણી બાજુ ફેંકી દો. આ ઉપાયથી ચોક્કસ ફાયદો થશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર