Home /News /dharm-bhakti /Jyotish Shastra: ધ્યાન રાખજો, હાથમાંથી આ 5 વસ્તુઓ નીચે પડી જાય તો આવી શકે છે મોટું સંકટ

Jyotish Shastra: ધ્યાન રાખજો, હાથમાંથી આ 5 વસ્તુઓ નીચે પડી જાય તો આવી શકે છે મોટું સંકટ

વસ્તુનું હાથમાંથી નીચે પડી જવું કોઈ અશુભ ઘટનાના સંકેત આપે છે.

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક વસ્તુઓ હાથમાંથી નીચે પડી જાય તો અશુભ માનવામાં આવે છે. આવું થવાથી કોઈ અશુભ ઘટના બની શકે છે. વસ્તુનું હાથમાંથી નીચે પડી જવું કોઈ અશુભ ઘટનાના સંકેત આપે છે.

  Jyotish Shastra: રોજીંદા જીવનમાં ઘણી સામાન્ય વસ્તુઓ સાથે શુભ અને અશુભ ઘટનાઓ જોડાયેલી હોય છે. રોજીંદા કામ કરતી વખતે ઘણી વસ્તુઓ નીચે પડી જાય છે. હાથમાંથી છૂટી જાય છે.

  આમ તો આપણા હાથમાંથી ઘણી વખત વસ્તુ નીચે પડી જાય છે. પણ સામાન્ય રીતે તો વસ્તુને કોઈ નુકસાન ન થયું હોય તો આપણે તે વાત ગંભીરતાથી લેતા નથી. અલબત, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક વસ્તુઓ હાથમાંથી નીચે પડી જાય તો અશુભ માનવામાં આવે છે. આવું થવાથી કોઈ અશુભ ઘટના બની શકે છે. વસ્તુનું હાથમાંથી નીચે પડી જવું કોઈ અશુભ ઘટનાના સંકેત આપે છે. ભવિષ્યમાં કોઈ પરેશાની આવી શકે છે.

  dnaindiaના અહેવાલ મુજબ જ્યોતિષાચાર્ય પ્રીતિકા મજુમદારે કઈ વસ્તુઓ હાથમાંથી પડવી અશુભ માનવામાં આવે છે? તે અંગે જાણકારી આપી છે.

  આ પણ વાંચો: ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્વપ્નમાં આ વસ્તુઓનુ દેખાવું

  પૂજાની થાળી

  પૂજાની થાળી આકસ્મિક રીતે નીચે પડી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી ખુશ નથી. આવી સ્થિતિમાં ભવિષ્યમાં તમારા પર કોઈ મોટું સંકટ આવી શકે છે.

  મીઠું પડી જવું

  જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાથમાંથી મીઠું ભૂલથી નીચે પડી જાય તો કુંડળીમાં શુક્ર અને ચંદ્ર નબળા થવાનો સંકેત આપે છે. આ સ્થિતિમાં જાતકને વિવાહિત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

  તેલ ઢોળાઇ જવું

  તેલનું ઢોળાઇ જવું પણ સમસ્યાનો સંકેત છે. તે જીવનમાં કોઈ મોટા સંકટનું આગમન સૂચવે છે. આવી સ્થિતિમાં તેલનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. તેલ નીચે ઢોળાઇ જવું દેવું થવાના પણ સંકેત આપે છે.

  આ પણ વાંચો: કાળી બિલાડી રસ્તો કાપી જાય તો શા માટે માનવામાં આવે છે અશુભ? રાહુ સાથે છે સબંધ

  દૂધ ઢોળાઇ જવું

  દૂધનું ઉભરાઈને ઢોળાઇ જવું પણ અશુભ માનવામાં આવે છે. ક્યારેક ઉકાળતી વખતે દૂધ ગેસ કે સ્ટવ પર ઢોળાઈ જાય છે. પણ દૂધને હાથમાંથી પડવું કે ઉકાળતી વખતે ઉભરાઈ જવું અશુભ માનવામાં આવે છે. દૂધનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. જેથી આવી સ્થિતિમાં તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

  ખોરાક હાથમાંથી પડી જવો

  જમતી વખતે અથવા પીરસતી વખતે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. અન્ન હાથમાંથી પડી જવું અશુભ માનવામાં આવે છે. ખોરાક નીચે પડી જવાથી ગરીબી આવી શકે છે. અન્ન હાથમાંથી પડી જવાથી ઘરમાં મહેમાન આવી રહ્યા હોવાનો પણ સંકેત મળે છે.
  First published:

  Tags: Dharma bhakti, Jyotish, Vastu shastra