ધર્મભક્તિ ડેસ્કઃ વૈશાખ પૂર્ણિમા પછી જેઠ માસ (Jyeshtha Month) શરૂ થાય છે. આ મહિનામાં સૂર્યદેવની પૂજા (Surya dev puja) કરવાનો અને રવિવારે ઉપવાસ કરવાનો ખૂબ મહિમા છે. આ મહિનામાં પાણીનું દાન (Donation of water) કરવું ખૂબ જ મહત્વ છે. જેઠ માસમાં ગરમી વધુ હોય છે તેથી છોડ અને પ્રાણીઓને પાણી આપવાથી પુણ્ય મળે છે. જેઠ માસ 17 મે, મંગળવારથી શરૂ થઈ રહ્યો છે, આ દિવસે કૃષ્ણ પક્ષની પ્રતિપદા છે.
આ દિવસ મોટો મંગળવાર પણ છે. એકદંત સંકષ્ટી ચતુર્થી, અપરા એકાદશી, માસિક શિવરાત્રી, શનિ જયંતિ, વટ સાવિત્રી વ્રત, ગંગા દશેરા, નિર્જલા એકાદશી જેવા મહત્વના ઉપવાસ અને તહેવારો આ મહિનામાં આવવાના છે. ચાલો જાણીએ આ ઉપવાસ અને તહેવારો ક્યારે અને કયા દિવસે છે.
મંગળવારનું મોટું વ્રત: આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને સંકટમોચન હનુમાનજીની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. જ્યેષ્ઠ માસમાં આવતા મંગળવારને મોટો મંગળવાર કહેવામાં આવે છે.
વટ સાવિત્રી વ્રત 2022: અખંડ સૌભાગ્ય આપતું વટ સાવિત્રીનુ વ્રત પણ જેઠ મહિનામાં જ મનાવવામાં આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત સોમવારે 30 મેના દિવસે છે.
શનિ જયંતી 2022: શનિદેવનો જન્મ જેઠ અમાવસ્યાના દિવસે થયો હતો. આ કારણથી દર વર્ષે જેઠ અમાવસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 30મી મેએ છે.
ગંગા દશેરા 2022: જેઠ માસના શુક્લ પક્ષની દસમી તિથીએ ગંગા દશેરા ઉજવવામાં આવે છે. આ તિથીએ ગંગા પૃથ્વી પર ઉતરી હતી. આ વર્ષે ગંગા દશેરા 09મી જૂનના દિવસે ગુરુવારે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર