Guru Asta 2022: દેવતાઓના ગુરુ બૃહસ્પતિ થવા જઈ રહ્યા છે ‘અસ્ત’, આ 3 રાશિઓ પર પડશે નકારાત્મક અસર
Guru Asta 2022: દેવતાઓના ગુરુ બૃહસ્પતિ થવા જઈ રહ્યા છે ‘અસ્ત’, આ 3 રાશિઓ પર પડશે નકારાત્મક અસર
'ગુરુ અસ્ત' આ રાશિઓને અસર કરશે
Horoscope, Jupiter Combust 2022: ગુરુ એટલે કે બૃહસ્પતિને દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે. ગુરુ એક શુભ ગ્રહ છે. પરંતુ જ્યારે તે અસ્ત થાય છે, તો શું પરિણામ આપે છે, જાણીએ રાશિફળ (Rashifal).
Horoscope, Jupiter Combust 2022: પંચાંગની ગણતરી મુજબ દેવ ગુરુ બૃહસ્પતિ અસ્ત થવાના છે. ગુરુ એટલે કે બૃહસ્પતિ 19 ફેબ્રુઆરી 2022, શનિવારે સવારે 11 વાગ્યે ને 13 મિનિટે કુંભ રાશિમાં અસ્ત થશે. 20 માર્ચ 2022, રવિવારના સવારે 9:35 વાગ્યે આ જ રાશિમાં ગુરુ તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવશે. આ રાશિઓ પર ગુરૂ અસ્તનો શું પ્રભાવ થવાનો છે, જાણીએ રાશિફળ.
મેષ (Aries)- ગુરુનું અસ્ત થવાનું મેષ રાશિના લોકો માટે મહત્વ છે. આ દરમિયાન જોબ અને બિઝનેસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર પોતાના સિનિયર સાથે અણબનાવ અથવા થોડી ભ્રમની સ્થિતિ થઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો પર અસર પડી શકે છે. ધનની બાબતમાં પણ અવરોધો અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધૈર્ય જાળવી રાખવો પડશે. સંબંધીઓ, મિત્રો અને મોટા ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે. તેનાથી બચવાનો પ્રયાસ કરો.
કર્ક (Cancer)- કર્ક રાશિના લોકો માટે ગુરુનો અસ્ત થવાથી કેટલાક મામલાઓમાં નકારાત્મક પરિણામ મળી શકે છે. તેથી સાવચેતી રાખવી જરૂરી છે. ધ્યેય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે. જેના કારણે કાર્યસ્થળ પર માન-સન્માનમાં ઘટાડો થઈ શકે છે. જવાબદારીઓમાં પણ ઘટાડો થઈ શકે છે. આ સ્થિતિ માનસિક સમસ્યાનું કારણ બની શકે છે. લોન લેવાની પરિસ્થિતિથી બચો. જો કોઈ જૂનો રોગ છે તો તેને લઈને ગંભીર બનવાની જરૂર છે. સ્વાસ્થ્યના મામલામાં કોઈપણ પ્રકારની બેદરકારી તમારા માટે સારી નથી. વેપારમાં રોકાણ સમજી-વિચારીને કરો. નુકસાન થઈ શકે છે. પરિવારના સભ્યો માટે ઓછો સમય કાઢી શકશો. ધીરજ રાખવી પડશે. નકારાત્મક વિચારોથી દૂર રહો.
તુલા (Libra)- તુલા રાશિના લોકો માટે ગુરૂનો અસ્ત થવો મિશ્ર પરિણામો લાવી રહ્યું છે. આ સમય દરમિયાન સંબંધોમાં, ખાસ કરીને પ્રેમ સંબંધો પર ધ્યાન આપવું પડશે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો સાથેના સંબંધો પર અસર પડી શકે છે. હરીફો પણ સક્રિય રહેશે. અને પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તેથી વિશેષ કાળજી રાખવી પડશે. બોસ સાથેના સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરો. બિઝનેસમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. જીવનસાથીનું ધ્યાન રાખો. વાદ-વિવાદની સ્થિતિથી બચો. ખોટા લોકોની સંગતથી નુકસાન થઈ શકે છે. આ તરફ ધ્યાન આપવું પડશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર