June Horoscope: જૂન મહિનામાં આ 4 રાશિના જાતકોના ભાગ્ય ઉઘડી જશે, ગ્રહો અને નક્ષત્રોનો મળશે સાથ
June Horoscope: જૂન મહિનામાં આ 4 રાશિના જાતકોના ભાગ્ય ઉઘડી જશે, ગ્રહો અને નક્ષત્રોનો મળશે સાથ
શું કહે છે જુલાઇ મહિનો આપને ફળશે કે નહીં?
18 જૂને શુક્ર (Shukra) વૃષભમાં ગોચર કરવાનું શરૂ કરશે, ત્યારબાદ 27 જૂને મંગળ (Mars) મેષ રાશિમાં જશે. જેથી રાશિ પરિવર્તનને ધ્યાને રાખીને આ મહિનો ખૂબ મહત્વનો રહેવાનો છે. ત્યારે ગ્રહો - નક્ષત્રોમાં થતા ફેરફારોથી મેષ, વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકો પર કઈ શુભ અસર થશે તે જાણવું જરૂરી બની જાય છે. અહી તે અંગે જાણકારી આપવામાં આવી છે.
ધર્મભક્તિ ડેસ્ક: જૂન મહિનો (June Horoscope) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જૂનમાં મોટા ગ્રહોની રાશિ બદલાઈ રહી છે. 15 જૂને સૂર્યદેવ મિથુન રાશિ (Mithun rashi)માં પ્રવેશ કરશે. જ્યારે 18 જૂને શુક્ર (Shukra) વૃષભમાં ગોચર કરવાનું શરૂ કરશે, ત્યારબાદ 27 જૂને મંગળ (Mars) મેષ રાશિમાં જશે. જેથી રાશિ પરિવર્તનને ધ્યાને રાખીને આ મહિનો ખૂબ મહત્વનો રહેવાનો છે. ત્યારે ગ્રહો - નક્ષત્રોમાં થતા ફેરફારોથી મેષ, વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકો પર કઈ શુભ અસર થશે તે જાણવું જરૂરી બની જાય છે. અહી તે અંગે જાણકારી આપવામાં આવી છે.
મેષઃ આ રાશિના જાતકો માટે જૂન મહિનો શુભ જણાય છે. મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું લાગે. કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ જોવા મળશે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓ તરફથી માન મળશે. નોકરીમાં સારા પરિણામ પ્રાપ્ત થશે અને નોકરીમાં તમને ઉચ્ચ પદ પણ મળી શકે છે. વેપાર કરતા લોકોને પણ સારો લાભ મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
વૃષભઃ કારકિર્દીની દૃષ્ટિએ સમય સારો રહેશે અને તમને તમારા કામમાં સફળતા મળશે. નોકરીમાં સારું પદ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. મહેનતનું પુરેપુરું ફળ મળતું જણાય. નોકરીની શોધમાં રહેલા લોકોને જોઈતી નોકરી મળી શકે છે. નવા પ્લાનિંગમાં સફળતા મળશે.
કર્ક: આર્થિક દૃષ્ટિએ આ સમય સારો રહેવાનો છે અને આવકમાં પણ વધારો થઈ શકે છે. રોકાણ માટે સારો સમય છે અને બિઝનેસમાં સારો ફાયદો થવાના યોગ છે. તમે એક કરતા વધુ માધ્યમ દ્વારા પૈસા મેળવી શકો છો. વિદેશ વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે.
કન્યા: ગુપ્ત સાધનોથી ધનલાભ થવાના યોગ છે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળી શકે છે. કોર્ટ કેસમાં તમને જીત મળશે. ઘણી જગ્યાએથી પૈસા આવવાની શક્યતા છે. ઓફિસમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. નોકરીની શોધમાં રહેનારા લોકોને સારા સમાચાર મળી શકે છે. બિઝનેસમાં મજબૂતી જોવા મળશે અને નવા રસ્તા ખુલશે.
અહી ઉલ્લેખનિય છે કે, તુલા રાશિના જાતકોને પણ ભાગ્યનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારથી મન પ્રસન્ન રહેશે. કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને માન-સન્માન મળશે. કોર્ટ સંબંધિત કેસોમાં સફળતા મળશે. આ સમય દરમિયાન વાહન સુખ પણ મળતું જોવા મળે છે. બાળકોના ભવિષ્ય માટે કોઈ નવી યોજના ધ્યાનમાં આવી શકે છે. એકંદરે આ સમય સારો રહેશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર