Home /News /dharm-bhakti /Dev Shayani Ekadashi : દેવશયની એકાદશી કયારે છે? જાણો જુલાઈના પ્રથમ અઠવાડિયાના વ્રત - તહેવારો
Dev Shayani Ekadashi : દેવશયની એકાદશી કયારે છે? જાણો જુલાઈના પ્રથમ અઠવાડિયાના વ્રત - તહેવારો
દેવશયની એકાદશી
Dev Shayani Ekadashi : આજે અષાઢ માષ ના શુક્લ પક્ષનું વિનાયક ચતુર્થી વ્રત છે. આ સપ્તાહ માં સ્કંદ સષ્ઠી, માસિક દુર્ગાષ્ટમી, ચાતુર્માસનો પ્રારંભ, દેવશયની એકાદશી જેવા મહત્વના વ્રત તહેવારો છે.
Dev Shayani Ekadashi : જુલાઈનું પ્રથમ પૂર્ણ સપ્તાહ રવિવાર 03 જુલાઈ થી શરૂ થાય છે, આજે અષાઢ માષ ના શુક્લ પક્ષનું વિનાયક ચતુર્થી વ્રત છે. આજે ઉપવાસ કરી ગણપતિ બાપ્પા ની પૂજા કરવાનું વિશેષ મહત્વ હતુ. આગામી સપ્તાહમાં, સ્કંદ ષષ્ઠી, માસિક દુર્ગાષ્ટમી, ગુપ્ત નવરાત્રિની દુર્ગાષ્ટમી, મહાગૌરી પૂજા, સંધી પૂજા, નવરાત્રિ પારણ, ચાતુર્માસની શરૂઆત, દેવશયની એકાદશી જેવા મહત્વના ઉપવાસ અને તહેવારો છે. જો તમે કોઈ વ્રત કરવા ઈચ્છો છો તો એ જાણવું જરૂરી છે કે વ્રત ક્યારે અને ક્યાં દિવસે છે. આવો જાણીએ કાશી ના વિદ્વાન પંડિત ચક્ર પાણી ભટ્ટ પાસેથી.
જુલાઈ 2022 અઠવાડિયાના વ્રત તહેવાર
3 જુલાઈ 2022 રવિવાર, વિનાયક ચતુર્થી વ્રત : આજના દિવસે વ્રત કરી ગણેશજી ની વિશેષ પૂજા કરવાનું મહત્વ છે. ગણેશજી ની પૂજાથી મનુષ્યના જીવનના સંકટ અને તકલીફો દૂર થાય છે. આ દિવસે ચન્દ્ર માં ને જોવાનું વર્જિત માનવામાં આવે છે.
5 જુલાઈ 2022 મંગળવાર, સ્કંદ સષ્ઠી વ્રત : આ દિવસે બાળકોના સુખી જીવન માટે વ્રત કરવામાં આવે છે. વિશેષમાં ભગવાન કાર્તિકેય એટલેકે સ્કંદ કુમારની પૂજા કરવામાં આવે છે.
7 જુલાઈ 2022 ગુરુવાર, માસિક દુર્ગાષ્ટમી વ્રત, દુર્ગા અષ્ટમી, મહા ગૌરી પૂજા, સંધિ પૂજા : આ દિવસે માં દુર્ગા ની પૂજા કરવામાં આવે છે. આ સમયમાં અષાઢ માષની ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. આ દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યા ની પૂજા આરાધના કરવામાં આવે છે.
8 જુલાઈ 2022 શુક્રવાર, માં સિધ્ધિદાત્રી પૂજા અને નવરાત્રી પારણ : આ અંતિમ દિવસે માં સિધ્ધિદાત્રી ની પૂજા કરવામાં આવે છે.
10 જુલાઈ 2022 રવિવાર : દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ : અષાઢ શુક્લ એકાદશીએ દેવશયની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત રહેવાથી પાપ નો નાશ થાય છે. ભગવાન વિષ્ણુ ની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.