જીવનમાં ચારિત્ર્યરૂપી પુષ્પો નહિ ખીલવ્યા હોય તો જીવનના બાગનો અંત આવતા વાર નહીં લાગે

News18 Gujarati
Updated: March 25, 2020, 6:29 PM IST
જીવનમાં ચારિત્ર્યરૂપી પુષ્પો નહિ ખીલવ્યા હોય તો જીવનના બાગનો અંત આવતા વાર નહીં લાગે
પ્રતિકાત્મક તસવીર

“જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો સંતત્તિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે.”

  • Share this:
સારંગપ્રીત, સારંગપુર - BAPS

કળિયુગની આ કાળઝાળ ગરમીમાં ધરણીને લીલીછમ રાખવા માટે આવશ્યકતા છે ચારિત્ર્યના શીતળ જળની. આવશ્યકતા નહિ, પરંતુ અનિવાર્યતા છે આ મૃદુ નીરની. ચારિત્ર્યને ટૂંકા વર્ણોમાં વર્ણવીએ તો સમગ્ર જીવન દરમ્યાન આચરેલું શુદ્ધ આચરણ જીવન જીવવા માટે કદાચ બહારથી સારા અને સુઘડ દેખાવાની જરૂર પડે, પરંતુ જીવનને સારી રીતે જીવવા માટે ઠાઠમાઠ કે જાકજમાળની જરૂર નથી, પરંતુ જો હૃદયમાં ચારિત્ર્યરૂપી નાનો પંપ સુધા મૂક્યો હોય તો આખા શરીરમાં શાંતિની સોડમ મહેકાયા કરે છે.

માણસે જેમાં સુખ માન્યું છે અથવા જેમાંથી પોતાને આનંદ આવે છે તે બધું જ જીવનરૂપી નૌકામાં મૂકી સંસારસાગરને તરવા જાય અને આ નૌકા જયારે અગાધ સાગરની મધ્યમાં આંધી કે તૂફાનથી હાલક-ડોલક થઈ રહી હોય ત્યારે તેને શું મદદરૂપ થશે? કંઈ જ નહિ, પણ તેની પાસે જો ચારિત્ર્યનો સઢ હશે તો તે યોગ્ય દિશા મેળવી આ વિશાળ સમુદ્રને ખૂબ જ સરળતાથી પાર કરી શકશે, પણ જો જીવનમાં ચારિત્ર્યરૂપી પુષ્પો નહિ ખીલવ્યા હોય તો જીવનના બાગનો અંત આવતા વાર નહિ લાગે.

If money is lost nothing is lost Wealth is lost something is lost But character is lost everything is lost આલિશાન ઇમારતોથી ભરપૂર મુંબઈ નગરમાં ફૂટપાથ પર વસતા ગરીબ દંપતીને ત્યાં એક બાળકનો જન્મ થયો, તેનું નામ મંગેશ માસ્કર હતું. આ બાળકની તેજસ્વીતા અને ભણતરની તીવ્રતા બાળપણથી જ જણાતી હતી. ધીમે ધીમે આ બાળક મોટો થવા લાગ્યો, સરકારી શાળામાં તેનું એડમીશન કરવામાં આવ્યું ખૂબ જ હાડમારી વેઠી મહેનત કરી તે ભણવામાં આગળ વધવા લાગ્યો. ધોરણ ૧૦ માં તેને પ્રવેશ મેળવ્યો તેની પાસે વાંચવા માટે કે સારી રીતે અભ્યાસ કરવા માટે કોઈ સ્થાન ન હતું છતા તેને ફૂટપાથ ઉપર પણ મહેનત ચાલુ રાખી હિંમત ન હાર્યો અને અંતે ૧૦ બોર્ડની exam આપી, થોડા જ સમયગાળા બાદ તેનું પરિણામ આવ્યું અને આશ્ચર્ય! મહારાષ્ટ્ર બોર્ડનો ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી ૯૭% પરિણામ સાથે આખા મહારાષ્ટ્ર બોર્ડમાં પ્રથમ આવ્યો, સરકારે તેને ખૂબ જ સગવડ કરી આપી. મોટો બંગલો, ગાડી, ધન-દોલત બધુ આપ્યું અને ખૂબ જ સારા અભ્યાસ માટે ખ્યાતનામ શાળામાં એડમીશન અપાવ્યું પરંતુ બે વર્ષ બાદ ધોરણ-૧૨ માં તે તમામ વિષયમાં ફેલ થયો, શા માટે? ચારિત્ર્યથી ભ્રષ્ટ થઈ સરકારે આપેલ ધન-દોલતનો ખોટો ઉપયોગ કરી, ખરાબ મિત્રોની સોબતથી દારૂ, માંસ, વ્યભિચાર જેવા દૂષણોએ તેને માયાની ચૂંગાલમાં ફસાવી ચારિત્ર્યહીન કરી નાખ્યો. તેને મેળવેલ સિદ્ધિઓ પર પાણી ફેરવી નાખ્યું. આવા તો કેટલાય કુલદીપકો ચારિત્ર્યની જાળવણી ન કરવાને કારણે બૂઝાઈ ગયા છે. એટલે જ BAPS સંસ્થાના મહાન ધર્મગુરૂ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહે છે,

“જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો સંતત્તિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે.”

મહાન પોપ ડાન્સર માઇકલ જેક્સન કે જેમના વજન કરતા છ ગણું સોનું તેમની પાસે હતું. છતાં પણ તેમના ચારિત્ર્યથી ભ્રષ્ટ થવાના કારણે આત્મહત્યા કરવી પડી. આવો જ બીજો કિસ્સો જિમી સ્વાગર્ટનો છે. ૫૨ વર્ષના આ જિમીને દર રવિવારે ૮૦ લાખ માણસો ટી.વી. પર સાંભળતા. તેમનો વાર્ષિક પગાર એક લાખ ડોલરનો હતો. તે પણ એક સ્ત્રીના લફરામાં ફસાયા. ૧૯૯૨મા કેલિફોર્નિયામાં એક વેશ્યા સાથે પોતાની મોટરમાં પકડાયા. તેમને પણ રાજીનામું આપવું પડ્યું.પ્રમુખસ્વામી મહારાજે અમેરિકાની ધર્મયાત્રાએ પધાર્યા, ત્યારે ન્યૂયોર્ક મંદિરે તેમનો ઇન્ટરવ્યુ લેતા પત્રકાર રોનાલ્ડ પટેલે પ્રશ્ન પૂછ્યો કે તમને ક્યારેય સ્ત્રીનો સંકલ્પ થયો છે ખરો? પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું, “ત્રિકાળમાં પણ નહીં.” શું ભારતની ચારિત્ર્ય પરંપરા છે! પુરાતનકાળમાં થયેલા ચારિત્ર્યના અમૂલ્ય આભૂષણોએ પોતાની એવી અમીટ છોડી છે કે હાલમાં પણ તેના ચળકાટને ડાઘ સુધા લાગ્યો નથી. તેમાંનું એક આભૂષણ હતા મહાન ક્ષત્રિય યોદ્ધા છત્રપતિ શિવાજી. માતા જીજાબાઈ અને ગુરુ રામદાસે બાળપણમાં આપેલા ચારિત્ર્યયુક્ત મૂલ્યોએ ભારતને ગૌરવવંતુ બનાવ્યું છે.  ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત જેતલપુર બીજામાં ચારિત્રયના ભૂષણ એવા હનુમાનજી, લક્ષ્મણજી અને બ્રહ્માનંદ સ્વામીના ઉદાહરણ આપીને સો ભક્તોને ચારિત્ર્યનો ઉપદેશ આપ્યો હતો.
First published: March 25, 2020, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading