માનવીના સર્વાંગી વિકાસમાં સાહિત્યનું આગવું સ્થાન, પુસ્તકની ઉપેક્ષા ન કરો

પુસ્તકોની બાબતમાં લગભગ ઘણા લોકોની ધારણા આજે નિરાશાજનક અને ઉપેક્ષાવાળી હોય છે. ઉત્તમ સાહિત્ય કૃતિઓ ન હોત તો માનવી ભાવના- લાગણીની દૃષ્ટિએ ઘણો દરિદ્ર હોત.

પુસ્તકોની બાબતમાં લગભગ ઘણા લોકોની ધારણા આજે નિરાશાજનક અને ઉપેક્ષાવાળી હોય છે. ઉત્તમ સાહિત્ય કૃતિઓ ન હોત તો માનવી ભાવના- લાગણીની દૃષ્ટિએ ઘણો દરિદ્ર હોત.

 • Share this:
  માનસી કેવડિયા, સારંગપુર - BAPS

  સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે. જીવનના પ્રવાહોથી સદંતર વિમુખ હોય એવું સાહિત્ય તેમજ સર્વ પ્રકારના સાહિત્યથી તદ્દન વંચિત હોય એવા સમાજને માનવની કક્ષામાં મૂકતા મનીષીઓ અચકાય છે.

  માનવસંસ્કૃતિના વિકાસના દરેક તબક્કે સાહિત્ય સદા જીવંત અને વિકાસશીલ રહ્યું છે. એ જ બતાવી આપે છે કે માનવીના સર્વાંગી વિકાસમાં સાહિત્યનું આગવું અને મહત્વનું સ્થાન છે. જો ઉત્તમ સાહિત્ય કૃતિઓ ન હોત તો માનવી ભાવના- લાગણીની દૃષ્ટિએ ઘણો દરિદ્ર હોત. પુસ્તકોની બાબતમાં લગભગ ઘણા લોકોની ધારણા આજે નિરાશાજનક અને ઉપેક્ષાવાળી હોય છે. તે સમજે છે જે કે પુસ્તકોની જીવનમાં કોઈ ઉપયોગીતા નથી, તેથી આજે શહેર, જિલ્લા, તાલુકા, ગામડાની શાળા કે પંચાયતના પુસ્તકાલયનાં પુસ્તકો ધૂળ ખાય છે. પુસ્તકાલયમાં ફક્ત વૃદ્ધો અને બે પાંચ યુવાન જ્ઞાનપિપાસુ સિવાય આખો પુસ્તકાલય ઉજ્જડ ભાસે છે, છતાં પણ થોડા ઘણા લોકો જે પુસ્તકો ખરીદી અને વાંચે છે તે પણ માત્ર મનોરંજન માટે! એટલા માટે બજારમાં મનોરંજન આપનાર, સમય પસાર કરાવનાર પુસ્તકો મોટી સંખ્યામાં મળે છે. આવુ બીભત્સ કે નહીં કોટિના સાહિત્યનું વાંચન માનવીની વૃત્તિના દસ્યુંને ને ઉત્તેજિત કરીને તેને અધપતન તરફ દોરે છે. પરંતુ તે પુસ્તકોનો મૂળ ઉદ્દેશ્ય તો મનુષ્યના જીવનની દિશા આપીને સમાજના નવનિર્માણથી મનુષ્યના ઉત્પાદન-સ્થાપનની પ્રેરણા આપવાનો છે.

  સાહિત્યની કસોટી નક્કી કરતા મુનશી પ્રેમચંદે લખ્યું છે- “જેમાં ઉચ્ચ ચિંતન હોય, સ્વાધીનતાનો ભાવ હોય, સૌંદર્યનો સાર હોય, જીવનની સત્યતાનો પ્રકાશ હોય તથા જે આપણી અંદર સંઘર્ષ તથા બેચેની ઊભી કરી દે તે સાહિત્ય અમારી કસોટીએ ખરું કહેવાશે. આપણને સુવાડે નહીં પરંતુ જગાડે અને જાગીને ઉઠવા, ઊઠીને આગળ વધવાની પ્રેરણા આપે તે સાહિત્ય!”
  જગતના શ્રેષ્ઠ સાહિત્ય પુસ્તકનું વાંચન માનવીને પીઢ, વિકાસશીલ અને ઉદાત્ત બનાવે છે. સમાજમાં નવો દૃષ્ટિકોણ પેદા કરી ક્રાંતિ લાવી આપે છે. આમ વ્યક્તિ તેમજ સમાજ પર પુસ્તકનું પ્રભુત્વ ઘણું રહ્યું છે.

  સંસારમાં જેટલા મહાપુરુષ થયા છે, તેના નિર્માણમાં પુસ્તકોની ભૂમિકા મહત્ત્વની રહેલી છે. રશિયન ભાષાના સુપ્રસિદ્ધ ઉપન્યાસકાર મેક્સિમ ગોરકીએ પોતાના નિબંધ પુસ્તક ‘મારી માર્ગદર્શિકા’માં લખ્યું છે- “જ્યારે હું તરુણ હતો ત્યારે હું બાલ જપ અને ડિકૈસના લખેલા પુસ્તકો ઘણી રૂચીથી વાંચતો હતો. આ પુસ્તકો દ્વારા જેમની સુખદુઃખની સમસ્યાઓ આપણા કરતાં જુદી છે તેવા લોકો સાથે મારો પરિચય થયો. મારી ચારે બાજુ જે લોકો રહેતા હતા કે પછાત જીવન વિતાવતા હતા, આ લોકોની વચ્ચે મારો જીવન સંઘર્ષ શરૂ થયો. પુસ્તકો વાંચ્યા પછી મારી અંદર એવી ઇચ્છા જાગી કે ઉભું થવું અને સંઘર્ષ કરવો.”

  પુસ્તકોનું મહત્વ બતાવતા સુપ્રસિદ્ધ સાહિત્યકાર રામપ્રતાપ ત્રિપાઠીએ લખ્યું છે- “પુસ્તકો જાગૃત દેવતા છે. તેની સેવા કરીને તાત્કાલિક વરદાન મેળવી શકાય છે.” લોકમાન્ય તિલક કહેતા હતા કે જુના જુના કપડા પહેરીને નવા પુસ્તકોની ખરીદી કરતા રહો. મહાત્મા ગાંધીજીએ પુસ્તકોનું મહત્વ બતાવતા લખ્યું છે “સારા પુસ્તકો પાસે હોવાથી મિત્રોની ખોટ સાલતી નથી. જેમ જેમ ગીતાનું વાંચન કરતો ગયો તેમ તેમ મને તેની વધારે ખૂબીઓ દેખાતી ગઈ. લાખો લોકો ગીતા, રામાયણ, ભાગવત, વચનામૃત, શિક્ષાપત્રીનું રોજ પાઠ કરે છે અને તેમાંથી જીવન માટે ઉપયોગી પ્રેરણા મેળવે છે. જોન રસ્કિન બાઈબલના એક પ્રસંગથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેના સિદ્ધાંતના આધારે તેમણે એક પુસ્તક લખી નાખ્યું. તેનું નામ ‘અન ટુ ધી લાસ્ટ’ આ પુસ્તકમાંથી મહાત્મા ગાંધીએ સર્વોદયની પ્રેરણા મેળવી હતી.

  ટોલ્સટોયના પુસ્તક ‘કિંગડમ ઓફ ગાર્ડ’એ પણ મહાત્મા ગાંધીને પ્રભાવિત કર્યા અને આ બંને પુસ્તકોમાંથી તેમને એવી પ્રેરણા મેળવી કે તે આજીવન શોષણ અને અન્યાય સામે લડતા રહ્યા. ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને અમેરિકન માર્ટિન કિંગ જીવનભર રંગભેદની નીતિ વિરુદ્ધ લડતા રહ્યા. ગાંધીજીએ આજીવન સત્ય અને અહિંસાના સિદ્ધાંત અને જીવનમાં આચરણ મૂકીને માતૃભૂમિ માટે લડતા જોઈને અનેક સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાનું જીવન કુરબાન કર્યું.

  જો આજનો માનવી પુસ્તકની ઉપેક્ષા કરતો રહેશે તો તે પોતાના હાથમાં આવેલા પારસમણિને ગુમાવી બેસશે. બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એવું કહેતા હતા કે હું જ્યારે પુસ્તક લઉં ત્યારે તેને પૂરું કર્યા વગર મૂકું જ નહીં. જો ભારતનો દરેક માનવી આ સંકલ્પ કરે તો પુસ્તક તેને વિકાસશીલ અને ઉદાત્ત બનાવશે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી અને સદ્ગ્રંથના વાચનનો નિયમ દરેકને આગ્રહ કરીને આપે છે.
  Published by:kiran mehta
  First published: