ખબર છે? જીવનને સફળતા અપાવતી તાકાત કઈ છે

News18 Gujarati
Updated: March 15, 2020, 4:15 PM IST
ખબર છે? જીવનને સફળતા અપાવતી તાકાત કઈ છે
પ્રતિકાત્મક તસવીર

શાંતિ ભર્યું જીવન જીવવા માટે જીવનનું ધ્યેય નક્કી હોવું જોઈએ. તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે નોકરી કે ધધો કે શું કરવું છે, શું બનવુ છે એ સ્પષ્ટપણે નક્કી કરવું. જે કાંઈ બનવું હોય તે વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી હોવું જોઈએ.

  • Share this:
સ્વામી વિવેકાનંદ ઘણીવાર ઉપનિષદનું એક વાક્ય બોલતા: ઊઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

આ વાક્ય જીવનનું સાર્થક લક્ષ્ય બતાવવાની સાથે તેની પ્રાપ્તિ માટેના ઉપાયો પણ બતાવે છે. બીજા નાનાં નાનાં ધ્યેયની સથે અંતિમ ધ્યેય તો સુખ અને શાંતિની પ્રાપ્તિ જ છે. શાંતિ ભર્યું જીવન જીવવા માટે જીવનનું ધ્યેય નક્કી હોવું જોઈએ. તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે નોકરી કે ધધો કે શું કરવું છે, શું બનવુ છે એ સ્પષ્ટપણે નક્કી કરવું. જે કાંઈ બનવું હોય તે વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી હોવું જોઈએ. આવા ઝડપી અને અકળ જીવનમાં જો ધ્યેય નહી હોય તો જીવનનો ફેરો અફળ થશે. ધ્યેય માણસની ઈચ્છા, શક્તિ અને વિશ્વાસનો પરિચય આપે છે. ‘ધ્યેય વિનાનો માનવી નાવ જેવો. છે.’ સુકાનમાં નાવને દિશા આપવાની તાકાત છે. તેમ ધ્યેયમાં જીવનને દિશા આપવાની તાકાત છે.

એક રાજા નિર્વંશ હતો પોતાની જગ્યાએ નવી રાજાની નિયુક્તિ કરવા તેણે હરીફાઈ ગોઠવી. નાના-મોટા બાઈ-ભાઈ તમામ તેમાં ભાગ લઈ શકે. તેણે એક મોહનગરી બનાવી. શરત એટલી જ કે વ્યક્તિ આ મોહનગરીના એક છેડેથી બીજે છેડે પહોંચે તે રાજા બને. બધા પડ્યા તો ખરાં, પણ વચ્ચે મોહનગરીમાં બધા ફસાઈ ગયા. વિચાર કરે કે હમણાં આટલો લાભ લઈએ, પછી પહોંચી જઈશું. કેટલાક એમ વિચાર કરે છે તે ભોગવી લો ને ! આ બધામાં એક માણસે બુદ્ધિ દોડાવી અને આંખો બંધ કરીને ભાગ્યો. તેણે એમ વિચાર કર્યો કે રાજા થયા પછી આ બધું મારું જ છે ને ! એમ એ દોડતો દોડતો બીજે છેડે પહોંચી ગયો.

જિંદગી એકદમ સૂખમાં અને શાંતિમાં પસાર થતી હોય તે કોને ના ગમે ? બધા જ લોકો સુખની પ્રાપ્તિ માટે દોડા-દોડી કરી રહ્યા છે. આમ, છતાં કેટલા લોકો સુખી છે ? દુનિયામાં આપણને જાતં જાતનાં દુઃખો જોવા મળશે. કોઈ ગરીબને સતત પરિશ્રમ કરવા છતાં પૂરતું ખાવા નથી મળતું, કોઈને માંદગી પીછો નથી છોડતી, કોઈને સંતાન પ્રાપ્તિ નથી, કોઈને પૈસા હોવા છતાં દીકરો-દીકરી કહ્યામાં નથી, આમ અનેક પ્રકારનાં દુઃખોથી માણસ ઘેરાયેલો છે.

આ દુઃખોને દૂર કરવા માટે આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય, એમાં આગળ વધવા માટે તન, મન અને ધન લગાવી સખત મહેનત, આવડત અને પ્રબળ ઝંખના હોવી જરૂરી છે. ધીરૂભાઈ અંબાણી પેટ્રોલ પૂરતાં પૂરતાં પેટ્રોલ ઉત્પન્ન કરવાની રીફાઈનરી પોતાની હોય એવું વિચારતા રહ્યા, એ ધ્યેય પાછળ મંડ્યા રહ્યા અને અંતે ધ્યેયને સિદ્ધ કરીને જ જંખ્યા.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં થયેલો હતો. તેઓએ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ કિશોરવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા. તેઓએ ત્યાર જ નક્કી કરેલું રાજકારણમાં રસ લઈ વડાપ્રધાન બનવું. તેઓ આમાં અડગ રહી વડાપ્રધાન પદ હાંસલ કર્યું.ધ્યેય ઘણી બાબતોને લગતાં હોય છે. જેમ કે, શરીર તંદુરસ્ત રહેવું એવું ધ્યેય, પૈસા ભેગા કરવાનું ધ્યેય, કુટંબમાં સરસ સંપ રહે એવું ધ્યેય વગેરે. જે કોઈ ધ્યેય નક્કી કર્યો હોય એની સમય મર્યાદા અને ધ્યેયનું માપ પણ નક્કી રાખવું.
‘‘ધ્યેય વિનાનું જીવન સરનામા વગરની ટપાલ જેવું છે.’’

કોઈ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં નિષ્ણાત બનીને સેલિબ્રિટી બની જાય, જેવા કે પ્રખ્યાત લેખક, ગાયક, ક્રિક્ટેર, હિરો-હિરોઈન, સંગીતકાર, વૈજ્ઞાનિક, આઆઈટી નિષ્ણાત વગેરે. આવા નિષ્ણાતોને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. સચીન તેન્ડુલકર, લતા મંગેશ્કર, અમિતાભ બચ્ચન અને બીજા અનેક લોકો. આ બધાને કોઈ નથી ઓળખતું ? તેઓ પણ આપણા જેવા માણસો જ છે ને ? પણ તેઓએ જિન્દગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યું. એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત મહેનત અને એમનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા.

ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ 21નાં વચનામૃતમાં મુમુક્ષુ માટે ધ્યેય બાંધી આપે છે. ‘‘એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સૂખ તેને ઈચ્છવું નથી. ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’’
First published: March 15, 2020, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading